નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત – Lili makai pancake sathe dahi dip banavani rit શીખીશું, If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube , આ પેન કેક શિયાળો હોય કે ઉનાળો સવાર – સાંજ કે વરસતા વરસાદ માં બનાવી ને ખાવા ની ખૂબ જ મજા આવે છે આ પેનકેક ખુબ ઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી બની જાય છે જે બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે તો ચાલો Corn pancake with curd dip recipe in gujarati શીખીએ.
લીલી મકાઈ નો પેનકેક બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મકાઈ ના દાણા 1 કપ
- મેંદા નો લોટ ¾ કપ
- છીણેલું મોઝરેલા ચીઝ 1 કપ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- મરી પાઉડર ¼ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- દૂધ ¾ કપ
દહીં ની ડીપ બનાવવા માટેની સામગ્રી
- ટીગાડેલું દહીં ½ કપ
- માયોનિઝ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર 1-2 ચપટી
- ફુદીના ના પાંદડા સુધારેલ
- લીલા ધાણા સુધારેલા
લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત
લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ બનાવવા સૌપ્રથમ અડધો કપ લીલી મકાઈ ના દાણા ને મિક્સર જાર માં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો હવે એક મોટા બાઉલમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો,
એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં અધ કચરા પીસેલા મકાઈ ના દાણા, મકાઈ ના દાણા, લીલા મરચાં સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, છીણેલું મોઝરેલા ચીઝ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને પાંચ મિનિટ એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક તવી કે પેન માં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ કરી એમાં બે ચમચી તૈયાર કરેલ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ને બાજુ માં બીજી ને ચમચી મિશ્રણ મૂકી એને પણ ફેલાવી લ્યો આમ એક વખત માં જેટલા સમાય એટલા પેન કેક એક વખત માં તવી કે પેન માં કરો.
પેનકેક નીચે ની સાઈડ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પેન કેક કાઢી લ્યો ને બચેલા મિશ્રણ માંથી બીજા પેન કેક શેકી લ્યો આમ બધા જ પેનકેક શેકી ને તૈયાર કરી લ્યો ને તૈયાર પેનકેક ને દહી ની ડીપ સાથે સર્વ કરો લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ.
દહીં ની ડીપ બનાવવાની રીત
એક વાસણમાં તિગાડેલું દહી લ્યો એમાં મયોનીઝ, મરી પાઉડર, ફુદીના ના પાંદડા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહી ની ડીપ.
Corn pancake with curd dip recipe in gujarati notes
- અહી મેંદા ની જગ્યાએ તમે બીજો કોઈ હેલ્થી લોટ વાપરી શકો છો.
- મકાઈ સાથે લાલ , પીળી અને લીલા કેપ્સીકમ ના કટકા પણ નાખી શકો છો.
Lili makai pancake sathe dahi dip banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Corn pancake with curd dip recipe in gujarati
લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત | Lili makai pancake sathe dahi dip banavani rit | Corn pancake with curd dip recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 મોટો બાઉલ
Ingredients
લીલી મકાઈ નો પેનકેક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ લીલી મકાઈ ના દાણા
- ¾ કપ મેંદાનો લોટ
- 1 કપ છીણેલું મોઝરેલા ચીઝ
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી બેકિંગ પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- ¾ કપ દૂધ
દહીં ની ડીપ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ટીગાડેલું દહીં ½
- 2 ચમચી માયોનિઝ
- મીઠું સ્વાદ મુજબ
- 1-2 ચપટી મરી પાઉડર
- ફુદીનાના પાંદડા સુધારેલ
- લીલા ધાણા સુધારેલા
Instructions
લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત | Lili makai pancake sathe dahi dip banavani rit | Corn pancake with curd dip recipe in gujarati
- લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ બનાવવા સૌપ્રથમ અડધો કપ લીલી મકાઈ ના દાણા ને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો હવે એક મોટા બાઉલમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં અધ કચરા પીસેલા મકાઈ ના દાણા, મકાઈ ના દાણા, લીલા મરચાં સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, છીણેલું મોઝરેલા ચીઝ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને પાંચ મિનિટએક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક તવી કે પેન માં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ કરી એમાં બે ચમચી તૈયાર કરેલ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ને બાજુ માં બીજી ને ચમચી મિશ્રણ મૂકી એને પણ ફેલાવી લ્યો આમ એક વખત માં જેટલા સમાય એટલા પેન કેક એક વખત માં તવી કેપેન માં કરો.
- પેનકેક નીચે ની સાઈડ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પેન કેક કાઢી લ્યો ને બચેલા મિશ્રણ માંથી બીજા પેન કેક શેકી લ્યોઆમ બધા જ પેન કેક શેકી ને તૈયાર કરી લ્યો ને તૈયાર પેનકેક ને દહી ની ડીપ સાથે સર્વ કરો લીલી મકાઈ ના પેન કેક વિથ દહીં ડીપ.
દહીં ની ડીપ બનાવવાની રીત
- એક વાસણમાં ટીગાડેલું દહી લ્યો એમાં મયોનીઝ, મરી પાઉડર, ફુદીના ના પાંદડા, લીલાધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહી ની ડીપ.
Corn pancake with curd dip recipe in gujarati notes
- અહી મેંદા ની જગ્યાએ તમે બીજો કોઈ હેલ્થી લોટ વાપરી શકો છો.
- મકાઈ સાથે લાલ , પીળી અને લીલા કેપ્સીકમ ના કટકા પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit
પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati
ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.