આ લીલી મકાઈ ના ઢોકળા તમે સવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી પરિવાર કે આવેલા મહેમાનો સાથે મજા લઇ શકો છો અને એક વખત જે આ ઢોકળા ખાસે એ વારંવાર બનાવવાનું કહસે એટલા સ્વાદિષ્ટ બને છે. આ ઢોકળા જેટલા સ્વાદિષ્ટ લાગે એટલા જ હેલ્થી પણ બને છે તો ચાલો Lili makai na dhokla banavani recipe શીખીએ.
લીલી મકાઈ ના ઢોકળા બનાવવા માટેની સામગ્રી
- સોજી 1 કપ
- દહી ½ કપ
- લીલી મકાઈ માં દાણા ¼ કપ
- લીલી મકાઈ પીસેલી 1 કપ
- હળદર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ઈનો 1 ચમચી
- તેલ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ 1-2 ચપટી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- લસણ ની કણી 3-4
- આદુનો ટુકડો ½ ઇંચ
- જીરું 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- દાળિયા દાળ 2 ચમચી
- દહી 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી બનાવી લેશું ત્યાર બાદ ઢોકળા ની તૈયારી કરીશું.
ચટણી બનાવવાની રીત
મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણની કળીઓ, આદુનો ટુકડો, જીરું, ખાંડ, લીંબુનો રસ, દાળિયા દાળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. અને તૈયાર ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી દયો જેથી સ્વાદ સારો રહે.
લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત
લીલી મકાઈ ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં મકાઈમાં મકાઈના દાણા, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે પીસેલા પેસ્ટ ને સોજી ના મિશ્રણ માં નાખો સાથે મકાઈના દાણા, લીલા ધાણા સુધારેલા, હળદર, આદુ લસણની પેસ્ટ, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક થાળી માં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો.
પાણી ઉકળવા લાગે ત્યારે ઢોકળા ના મિશ્રણમાં લીંબુ નો રસ અને ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ગ્રીસ કરેલ થાળી માં નાખો અને ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો અને થાળી ને કડાઈમાં મૂકો અને ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો.
હવે વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખી અને ત્યાર બાદ થોડા ઠંડા થાય એટલે ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો અને તૈયાર ઢોકળા ને ચટણી સાથે સર્વ કરો અને મજા લ્યો લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી.
Lili makai na dhokla NOTES
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- ઈનો હમેશા ઢોકળા ચડાવવા મૂકો ત્યારે જ નાખવા અને ઈનો નાખ્યા પછી તરત ઢોકળા ચડવા નહિતર ઢોકળા ફુલ્સે નહિ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રેસીપી
Lili makai na dhokla banavani recipe
Equipment
- 1 કડાઈ / ઢોકરીયું
- 1 મિક્સર
Ingredients
લીલી મકાઈ ના ઢોકળા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ સોજી
- ½ કપ દહી
- ¼ કપ લીલી મકાઈ માં દાણા
- 1 કપ લીલી મકાઈ પીસેલી
- ½ ચમચી હળદર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ઈનો
- 1-2 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી રાઈ
- 1-2 ચપટી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- પાણી જરૂર મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 લીલા મરચા સુધારેલા
- 3-4 લસણ ની કણી
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી જીરું
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી દાળિયા દાળ
- 1-2 ચમચી દહી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
- લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી બનાવી લેશું ત્યાર બાદ ઢોકળા ની તૈયારી કરીશું.
ચટણી બનાવવાની રીત
- મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણની કળીઓ, આદુનો ટુકડો, જીરું, ખાંડ, લીંબુનો રસ, દાળિયા દાળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. અને તૈયાર ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી દયો જેથી સ્વાદ સારો રહે.
Lili makai na dhokla banavani recipe
- લીલી મકાઈ ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં મકાઈમાં મકાઈના દાણા, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે પીસેલા પેસ્ટ ને સોજી ના મિશ્રણ માં નાખો સાથે મકાઈના દાણા, લીલા ધાણા સુધારેલા, હળદર, આદુ લસણની પેસ્ટ, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક થાળી માં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો.
- પાણી ઉકળવા લાગે ત્યારે ઢોકળા ના મિશ્રણમાં લીંબુ નો રસ અને ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ગ્રીસ કરેલ થાળી માં નાખો અને ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો અને થાળી ને કડાઈમાં મૂકો અને ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો.
- હવે વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખી અને ત્યાર બાદ થોડા ઠંડા થાય એટલે ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો અને તૈયાર ઢોકળા ને ચટણી સાથે સર્વ કરો અને મજા લ્યો લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી.
Lili makai na dhokla NOTES
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- ઈનો હમેશા ઢોકળા ચડાવવા મૂકો ત્યારે જ નાખવા અને ઈનો નાખ્યા પછી તરત ઢોકળા ચડવા નહિતર ઢોકળા ફુલ્સે નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bedmi Puri recipe | બેડમી પૂરી બનાવવાની રીત
સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit
મગ ના ઢોસા બનાવવાની રીત | Mag na dosa banavani rit | Mag na dosa recipe in gujarati
મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit