નમસ્તે મિત્રો આજે આપણે લીલી હળદર નુ શાક બનાવવાની રીત શીખીશું. હળદર તો આમ પણ આપના સ્વસ્થ માટે ખૂબ જ સારી કહેવાય છે એટલે જ તો આપને એને દૂધ સાથે , શાકમાં નાખી ને ખાઈએ છીએ ને શિયાળો આવતાં જ બજારમાં ખૂજ તાજી તાજી લીલી હળદર મળતી હોય છે જેને આથી ને શાક બનાવી ને ખાતા હોય છે તો ચાલો આજ આપણે લીલી હળદર ની રેસીપી, lili haldar nu shaak banavani rit gujarati ma, lili haldar nu shaak banavani recipe in gujarati , lili haldar sabji recipe in gujarati શીખીએ.
લીલી હળદર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | lili haldar nu shaak banava jaruri samgri
- ડુંગરી ઝીણી સુધારેલી 1 /લીલી ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ
- લીલી હળદર 200 ગ્રામ
- ટમેટા ઝીણા સુધારેલ 1
- આદુ મરચા ને લસણની પેસ્ટ 2-3 ચમચી
- દહીં ½ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- બાફેલા લીલા વટાણાના દાણા 1 કપ
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઘી ½ કપ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
લીલી હળદર ની રેસીપી | lili haldar nu shaak recipe in gujarati | lili haldar nu shaak gujarati ma
લીલી હળદરનું શાક બનાવવા સૌપ્રથમ લીલી હળદરને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ તેને ચાકુ વડે છોલી લઈ ફરીથી ધોઈ લેવી ને ત્યાર બાદ કપડામાં કોરી કરી લેવી
હવે લીલી હળદર ને છીનીમાં છીણી લ્યો અથવા સાવ ઝીણી સુધારી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં અડધા કપ માંથી ત્રણ ચાર ચમચી બાકી રહે એટલું ઘી બાકી રાખી બીજું ઘી કડાઈમાં નાખો
ઘી ગરમ થાય એટલે તેમાં છીનેલ /સુધારેલ લીલી હળદર નાખી ધીમા તાપે 7-8 મિનિટ શેકો લીલી હળદર બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ડુંગરી / લીલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નાખી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મોરું દહીં નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો
હવે કડાઈને એક બાજુ મૂકી દયો ને વઘારિયામાં બાકી રહેલા ઘી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં જીરું હિંગ નાખો ને આદુ ,લસણ મરચાની પેસ્ટ નાંખી એક બે મિનિટ શેકો
તૈયાર વઘારને શાકમાં નાખો ને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો
lili haldar shaak recipe notes
- લીલી હળદરનું શાક હમેશા ઘીમાં બનાવવું કેમ કે હળદર ની તાસીર ગરમ હોય ને ઘીમાં બનાવવા થી નુકસાન ના કરે
- જો લસણ, ડુંગરી ના ખાતા હો તો ન નાખવા
લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit | lili haldar nu shaak banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Gujarati Kitchen Hindi ને Subscribe કરજો
lili haldar nu shaak banavani rit gujarati ma | lili haldar sabji recipe in gujarati
લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit recipe gujarati ma
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલી હળદર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | lili haldar nu shaak banava jaruri samgri
- 1 કપ ડુંગરી ઝીણી સુધારેલી 1/લીલી ડુંગળી ઝીણી સુધારેલી
- 200 ગ્રામ લીલી હળદર
- 1 ટમેટા ઝીણા સુધારેલ
- 2-3 ચમચી આદુ મરચા ને લસણની પેસ્ટ
- ½ કપ દહીં
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 કપ બાફેલા લીલા વટાણાના દાણા
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ કપ ઘી
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit
- લીલી હળદરનું શાક બનાવવા સૌપ્રથમ લીલી હળદરને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ તેને ચાકુવડે છોલી લઈ ફરીથી ધોઈ લેવી ને ત્યાર બાદ કપડામાં કોરી કરી લેવી
- હવે લીલી હળદર ને છીનીમાં છીણી લ્યો અથવા સાવ ઝીણી સુધારી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં અડધા કપ માંથી ત્રણ ચાર ચમચી બાકી રહે એટલું ઘી બાકી રાખી બીજુંઘી કડાઈમાં નાખો
- ઘી ગરમ થાય એટલે તેમાં છીનેલ /સુધારેલ લીલી હળદર નાખી ધીમા તાપે 7-8 મિનિટ શેકો લીલી હળદર બરોબર શેકાઈ જાયએટલે એમાં સુધારેલ ડુંગરી / લીલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરો
- હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નાખી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મોરું દહીં નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો
- હવે કડાઈને એક બાજુ મૂકી દયો ને વઘારિયામાં બાકી રહેલા ઘી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં જીરું હિંગ નાખો ને આદુ ,લસણ મરચાની પેસ્ટ નાંખી એક બે મિનિટ શેકો
- હવે તૈયાર વઘારને શાકમાં નાખો ને મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો છેલ્લેએમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ પીરસો
lili haldar nu shaak recipe in gujarati notes
- લીલી હળદરનું શાક હમેશા ઘીમાં બનાવવું કેમ કે હળદર ની તાસીર ગરમ હોય ને ઘીમાં બનાવવા થી નુકસાન ના કરે
- જો લસણ, ડુંગરી ના ખાતા હો તો ન નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.