આજે આપણે લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું – Lili haldar marcha aadu ane lasan nu athanu બનાવવાની રીત શીખીશું. અત્યારે બજાર માં લીલી હળદર, મરચા અને આદુ ખૂબ સારા મળે છે તો આ અથાણું બનાવી ને તૈયાર કરી લ્યો અને બાર મહિના સુંધી રોટલી, રોટલા કે પરોઠા સાથે ઘરે, ટિફિન કે પ્રવાસ માં મજા લઇ શકો છો.
Ingredients list
- લીલા મરચા 100 ગ્રામ
- આદુ 100 ગ્રામ
- લસણ ની કણી 100 ગ્રામ (ઓપ્શનલ છે જો ના ખાતા હો ના નાખવું)
- લીલી હળદર 100 ગ્રામ
- વરિયાળી 2-3 ચમચી
- રાઈ 1-2 ચમચી
- સૂકા આખા ધાણા 2-3 ચમચી
- મેથી દાણા 1-2 ચમચી
- મરી 2-3 ચમચી
- લવિંગ 5-7
- કલોંજી 1-2 ચમચી
- સરસો તેલ ½ કપ
- હિંગ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3-4 ચમચી
- લીંબુનો રસ ½ કપ
- વિનેગર ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
Lili haldar marcha aadu ane lasan nu athanu
લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું બનાવવા સૌપ્રથમ મરચા ને ધોઇ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને દાડી અલગ કરી અડધા મરચા અલગ કરી લ્યો અને અડધા મરચા ના ગોળ ગોળ કટકા કરી લ્યો. હવે આદુ ને પણ ધોઇ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બાદ ફરીથી ધોઇ સાફ કરી કોરું કરી લ્યો અને અડધું આદુ અલગ કરી બાકી નું આદુ ના લાંબા કે ગોળ કટકા કરી લ્યો.
હળદર ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બે ફરી ધોઇ લઈ કપડા થી કોરી કરી અડધી હદર અલગ રાખી બાકી ની અડધી હળદર ના ગોળ કે લાંબા કટકા કરી લ્યો. લસણ ની કણી ફોલી એને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા માં નાખી પંખા નીચે સૂકવી કોરા કરી અડધું અડધું કરી અલગ કરી લ્યો અને અડધા લસણ ને ચાકુથી કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી. રાઈ, આખા સૂકા ધાણા, મેથી, મરી, લવિંગ નાખી ધીમા તાપે હલાવતા રહી મસાલા ને શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. મસાલા ઠંડા થાય ત્યાં સુધી એજ કડાઈ માં કલોંજી ને નાખી શેકી લઈ બીજા વાટકા માં કાઢી લ્યો. અને એજ કડાઈ માં સરસો તેલ નાખી ફૂલ તાપે ગરમ કરી લ્યો અને તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા મૂકો.
ત્યારબાદ હવે અલગ કરી રાખેલ મરચા, આદુ, હળદર અને લસણ ને મિક્સર જારમાં મોટા મોટા સુધારી ને નાખો અને દર્દરા પીસી લ્યો આમ બધી સામગ્રી ને પીસી લ્યો અને બીજા મિક્સર જાર શેકી રાખેલ વરિયાળી, રાઈ, મરી, લવિંગ, મેથી દાણા , સૂકા ધાણા નાખો અને પીસી લ્યો. હવે ઠંડુ કરવા મુકેલ તેલ નવશેકું રહે ત્યારે એમાં હિંગ નાંખી મિક્સ કરી કરો અને તેલ ને ઠંડુ થવા દયો.
હવે એક મોટા વાસણમાં પીસેલા આદુ મરચા લસણ વાળી પેસ્ટ નાખો સાથે સુધારેલ લીલા મરચા, લીલી હળદર, આદુ અને લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર, હળદર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ કલોંજી , પીસી રાખેલ મસાલા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
હવે ઠંડુ કરેલ તેલ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી કાંચ બરણીમાં ભરી લ્યો અને ને ત્રણ દિવસમાં અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે.. તો તૈયાર છે લીલી હળદર, મરચા આદુ અને લસણ નું અથાણું.
Athanu recipe notes
- જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
- જો વિનેગર કે તેલ ના નાખવું હોય તો લીંબુનો રસ એક વાટકી જેટલો નાખી શકો છો.
- તેલ તમે વાપરતા હો એ પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું
Lili haldar marcha aadu ane lasan nu athanu
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 100 ગ્રામ લીલા મરચા
- 100 ગ્રામ આદુ
- 100 ગ્રામ લસણ ની કણી ( ઓપ્શનલ છે જો ના ખાતા હો ના નાખવું )
- 100 ગ્રામ લીલી હળદર
- 2-3 ચમચી વરિયાળી
- 1-2 ચમચી રાઈ
- 2-3 ચમચી સૂકા આખા ધાણા
- 1-2 ચમચી મેથી દાણા
- 2-3 ચમચી મરી
- 5-7 લવિંગ
- 1-2 ચમચી કલોંજી
- ½ કપ સરસો તેલ
- 1 ચમચી હિંગ
- 3-4 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ કપ લીંબુનો રસ
- ¼ કપ વિનેગર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lili haldar marcha aadu ane lasan nu athanu
- લીલી હળદર, મરચા, આદુ અને લસણ નું અથાણું બનાવવા સૌપ્રથમ મરચા ને ધોઇ સાફ કરી કપડા થી કોરા કરી લ્યો અને દાડી અલગ કરી અડધા મરચા અલગ કરી લ્યો અને અડધા મરચા ના ગોળ ગોળ કટકા કરી લ્યો. હવે આદુ ને પણ ધોઇ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બાદ ફરીથી ધોઇ સાફ કરી કોરું કરી લ્યો અને અડધું આદુ અલગ કરી બાકી નું આદુ ના લાંબા કે ગોળ કટકા કરી લ્યો.
- હળદર ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બે ફરી ધોઇ લઈ કપડા થી કોરી કરી અડધી હદર અલગ રાખી બાકી ની અડધી હળદર ના ગોળ કે લાંબા કટકા કરી લ્યો. લસણ ની કણી ફોલી એને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા માં નાખી પંખા નીચે સૂકવી કોરા કરી અડધું અડધું કરી અલગ કરી લ્યો અને અડધા લસણ ને ચાકુથી કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી. રાઈ, આખા સૂકા ધાણા, મેથી, મરી, લવિંગ નાખી ધીમા તાપે હલાવતા રહી મસાલા ને શેકી લ્યો અને મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. મસાલા ઠંડા થાય ત્યાં સુધી એજ કડાઈ માં કલોંજી ને નાખી શેકી લઈ બીજા વાટકા માં કાઢી લ્યો. અને એજ કડાઈ માં સરસો તેલ નાખી ફૂલ તાપે ગરમ કરી લ્યો અને તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા મૂકો.
- ત્યારબાદ હવે અલગ કરી રાખેલ મરચા, આદુ, હળદર અને લસણ ને મિક્સર જારમાં મોટા મોટા સુધારી ને નાખો અને દર્દરા પીસી લ્યો આમ બધી સામગ્રી ને પીસી લ્યો અને બીજા મિક્સર જાર શેકી રાખેલ વરિયાળી, રાઈ, મરી, લવિંગ, મેથી દાણા , સૂકા ધાણા નાખો અને પીસી લ્યો. હવે ઠંડુ કરવા મુકેલ તેલ નવશેકું રહે ત્યારે એમાં હિંગ નાંખી મિક્સ કરી કરો અને તેલ ને ઠંડુ થવા દયો.
- હવે એક મોટા વાસણમાં પીસેલા આદુ મરચા લસણ વાળી પેસ્ટ નાખો સાથે સુધારેલ લીલા મરચા, લીલી હળદર, આદુ અને લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચાનો પાઉડર, હળદર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ કલોંજી , પીસી રાખેલ મસાલા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
- હવે ઠંડુ કરેલ તેલ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી કાંચ બરણીમાં ભરી લ્યો અને ને ત્રણ દિવસમાં અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે.. તો તૈયાર છે લીલી હળદર, મરચા આદુ અને લસણ નું અથાણું.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વાલોર ટમેટા નું શાક | Valor tameta nu shaak
રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક | rajsthani style papad nu shaak banavani rit
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit
આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit
બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit
પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | valor papdi nu shaak gujarati recipe