અત્યારે લીલી ડુંગળી ખૂબ સારી આવે છે અને તમે લીલી ડુંગળી માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ પરોઠા નહિ બનાવેલ હોય તો આજ આપણે Lili dungri na parotha – લીલી ડુંગળી ના પરોઠા બનાવતા શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને તમે સોસ , ચટણી, ચા અથવા દહી સાથે ખાઈ શકો છો તો ચાલો લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 2 કપ
- લીલી ડુંગળી નો સફેદ ભાગ ઝીણો સમારેલ 1 કપ
- લીલી ડુંગળી ના પાંદ ઝીણા સમારેલા 2-3 કપ
- આદુ ઝીણું સમારેલું / પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા ઝીણા સમારેલા 4-5
- લસણની પેસ્ટ / ઝીણું સમારેલું 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Lili dungri na parotha banavani recipe
લીલી ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી મૂળિયાં અલગ કરી ઉપર થી એ પરત અલગ કરી સાફ કરી લ્યો આમ બધી જ ડુંગળી ને એક એક કરી સાફ કરી લ્યો અને ફરીથી પાણીથી બરોબર ધોઇ લ્યો અને પાણી નિતારી લેવું. હવે ડુંગળી નો સફેદ ભાગ અને લીલા પાંદ અલગ કરી બને ને અલગ અલગ ઝીણા સુધારી લ્યો.
હવે કથરોટ માં લીલી ડુંગળી ના સફેદ ભાગ ને ઝીણો સમારી નાખો ત્યાર બાદ લીલી ડુંગળી ના પાંદ નાખો સાથે લસણ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એમજ રહેવા દયો જેથી ડુંગળી માંથી પાણી અલગ થાય. હવે પાંચ મિનિટ પછી એમાં ચારણી થી ચાળી ઘઉંનો લોટ અને ને ચમચી તેલ નાખો.
હવે લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો.
ત્યારબાદ ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંના કોરા લોટ સાથે પરોઠા ને હલકા હાથે વણી લ્યો.
વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખો અને પરોઠા ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ એના પર જરૂર મુજ તેલ લગાવી તવીથા થી દબાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને બીજા પરોઠા ને વણી ને શેકો. આમ બધા પરોઠા વણી અને શેકી લ્યો અને ગરમ ગરમ પરોઠા, ચા, દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી ડુંગળી ના પરોઠા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી ડુંગળી ના પરોઠા બનાવવાની રેસીપી
Lili dungri na parotha banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 તવી
Ingredients
Ingredients list
- 2 કપ ઘઉંનો લોટ
- 1 કપ લીલી ડુંગળી નો સફેદ ભાગ ઝીણો સમારેલ
- 2-3 કપ લીલી ડુંગળી ના પાંદ ઝીણા સમારેલા
- 2 ચમચી આદુ ઝીણું સમારેલું / પેસ્ટ
- 4-5 લીલા મરચા ઝીણા સમારેલા
- 2 ચમચી લસણની પેસ્ટ / ઝીણું સમારેલું
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Lili dungri na parotha banavani recipe
- લીલી ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી મૂળિયાં અલગ કરી ઉપર થી એ પરત અલગ કરી સાફ કરી લ્યો આમ બધી જ ડુંગળી ને એક એક કરી સાફ કરી લ્યો અને ફરીથી પાણીથી બરોબર ધોઇ લ્યો અને પાણી નિતારી લેવું. હવે ડુંગળી નો સફેદ ભાગ અને લીલા પાંદ અલગ કરી બને ને અલગ અલગ ઝીણા સુધારી લ્યો.
- હવે કથરોટ માં લીલી ડુંગળી ના સફેદ ભાગ ને ઝીણો સમારી નાખો ત્યાર બાદ લીલી ડુંગળી ના પાંદ નાખો સાથે લસણ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એમજ રહેવા દયો જેથી ડુંગળી માંથી પાણી અલગ થાય. હવે પાંચ મિનિટ પછી એમાં ચારણી થી ચાળી ઘઉંનો લોટ અને ને ચમચી તેલ નાખો.
- હવે લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર મિડીયમ તાપે તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંના કોરા લોટ સાથે પરોઠા ને હલકા હાથે વણી લ્યો.
- વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખો અને પરોઠા ને બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ એના પર જરૂર મુજ તેલ લગાવી તવીથા થી દબાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. અને બીજા પરોઠા ને વણી ને શેકો. આમ બધા પરોઠા વણી અને શેકી લ્યો અને ગરમ ગરમ પરોઠા, ચા, દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી ડુંગળી ના પરોઠા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મૂળા બાજરા ના પરોઠા | Mula bajra na parotha
Paneer Cheese Cigar roll banavani rit
Jain papdi chaat recipe | જૈન પાપડી ચાટ બનાવવાની રીત
રાગી ની ઈડલી બનાવવાની રીત | ragi ni idli banavani rit
દૂધીના થેપલા | dudhi na thepla
લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit
બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit