ચોરી ને ઘણા લોકો ચાવલી કે ચોળા પણ કહેતા હોય છે હમણાં ચોમાસા દરમિયાન બજારમાં મસ્ત કાચી અને કુમળી ચોરી મળે છે ચોળી સાથે બીજા અલગ અલગ શાક મિક્સ કરી શાક બનાવવામાં આવતા હોય છે પણ જે દરેક ના ઘરે હંમેશા બનતી હોય અને રોટલી રોટલા સાથે જેનું શાક ખૂબ ટેસ્ટી લાગે એ લીલી ચોરી બટાકા નું શાક – Lili chori bataka nu shaak આજ આપણે ખૂબ સરળ રીતે તૈયાર કરીશું.
ચોરી બટાકા નું શાક ની સામગ્રી
- લીલી ચોરી 250 ગ્રામ ઝીણી સુધારેલી
- બટાકા 2-3 મિડીયમ સુધારેલ
- તેલ 5-6 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 ½ ગ્લાસ
Lili chori bataka nu shaak banavani rit
લીલી ચોરી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ચોળી ને એક બે પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચોરી ની બને બાજુનો ભાગ કાપી અલગ કરી કાચી ચોરી ને સુધારી લ્યો અને પાકેલી કે બીજ વાળી ચોરી ના બીજ કાઢી અલગ કરી લ્યો. હવે બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીમાં મિડીયમ સાઇઝ ના સુધારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર અને પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
એમાં પાણી નિતારી સુધારેલ બટાકા અને સુધારેલ લીલી ચોળી અને દાણા નાખો અને શાક ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી શાક ને બરોબર મિક્સ કરી હલાવી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો.
શાક થોડું શેકાઈ જાય એટલે એમાં પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી શાક ને ઢાંકી ને ચડવા દયો અને ફરી પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ શાક ને ફરીથી ઢાંકી ને ચડવા દયો અને બીજી પાંચ મિનિટ પછી શાક બરોબર ચડી ગયું કે નહિ એ ચેક કરી લ્યો અને જો શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર ચડવા દયો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે શાક ની મજા લ્યો તો તૈયાર છે લીલી ચોરી બટાકા નું શાક.
chori bataka nu shaak NOTES
- અહી શાક ચડી જાય ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા પણ નાખી શકો છો.
- જો તમને ધાણા જીરું પાઉડર પસંદ ના હોય તો ના નાખવું.
- જો તમને લસણ પસંદ હોય તો શાક માં લસણની પેસ્ટ બે ત્રણ ચમચી નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી ચોરી બટાકા નું શાક બનાવવાની રીત
Lili chori bataka nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ચોરી બટાકા નું શાક ની સામગ્રી
- 250 ગ્રામ લીલી ચોરી ઝીણી સુધારેલી
- 2-3 બટાકા મિડીયમ સુધારેલ
- 5-6 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 1½ ગ્લાસ પાણી
Instructions
Lili chori bataka nu shaak banavani rit
- લીલી ચોરી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ચોળી ને એક બે પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચોરી ની બને બાજુનો ભાગ કાપી અલગ કરી કાચી ચોરી ને સુધારી લ્યો અને પાકેલી કે બીજ વાળી ચોરી ના બીજ કાઢી અલગ કરી લ્યો. હવે બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણીમાં મિડીયમ સાઇઝ ના સુધારી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર અને પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- એમાં પાણી નિતારી સુધારેલ બટાકા અને સુધારેલ લીલી ચોળી અને દાણા નાખો અને શાક ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી શાક ને બરોબર મિક્સ કરી હલાવી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો.
- શાક થોડું શેકાઈ જાય એટલે એમાં પાણી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી શાક ને ઢાંકી ને ચડવા દયો અને ફરી પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ શાક ને ફરીથી ઢાંકી ને ચડવા દયો અને બીજી પાંચ મિનિટ પછી શાક બરોબર ચડી ગયું કે નહિ એ ચેક કરી લ્યો અને જો શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર ચડવા દયો. શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે શાક ની મજા લ્યો તો તૈયાર છે લીલી ચોરી બટાકા નું શાક.
chori bataka nu shaak NOTES
- અહી શાક ચડી જાય ત્યાર બાદ ઝીણા સમારેલા ટામેટા પણ નાખી શકો છો.
- જો તમને ધાણા જીરું પાઉડર પસંદ ના હોય તો ના નાખવું.
- જો તમને લસણ પસંદ હોય તો શાક માં લસણની પેસ્ટ બે ત્રણ ચમચી નાખી શકો છો .
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Advi took recipe | અડવી ટુક બનાવવાની રેસીપી
મિર્ચી ઢોકળા બનાવવાની રીત | Mirchi dhokla banavani rit
કોબીનું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit
બે પડવાળી રોટલી બનાવવાની રીત | be pad vadi rotli banavani rit