મિત્રો આ અથાણું રેગ્યુલર અથાણાં કરતા ઘણું અલગ લાગે છે પણ ખૂબ સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે આ અથાણાં ને બનાવી ને તરત ખાઈ શકાય છે પણ જો એકાદ દિવસ પછી ખાસો તો એના સ્વાદ માં ઘણો સારો લાગશે. અત્યારે બજાર માં વટાણા ખૂબ આવે છે તો આ શિયાળા માં અથાણું ચોક્કસ બનાવી તૈયાર કરો અને છ થી આઠ મહિના સુંધી મજા લ્યો. તો ચાલો Lila vatana nu athanu – લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- લીલા વટાણા 3 કપ
- આખા સૂકા ધાણા 2 ચમચી
- વરિયાળી 2+1 ચમચી
- જીરું 1 ચમચી
- મેથી દાણા 1+1 ચમચી
- રાઈ ના કુરિયા 1 -2 ચમચી
- અજમો ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- સૂકા લાલ મરચા 4-5
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- કલોંજી 1 ચમચી
- સંચળ 1 ચમચી
- સરસો તેલ / તેલ 1 કપ
- વિનેગર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Lila vatana nu athanu banavani recipe
લીલા વટાણા નું અથાણું બનાવવા સૌપ્રથમ વટાણા ના બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ વટાણા ને ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં વટાણા નાખી બે થી ચાર મિનિટ ચડાવી લ્યો. વટાણા ચડે છે ત્યાં સુધીમાં બીજી તપેલી માં બે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી તૈયાર કરી લ્યો.
ચાર મિનિટ પછી વટાણા ને ઝારા થી ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી કાઢી પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ સાફ કોરા કપડા પર ફેલાવી ને સૂકવવા દયો. વટાણા સુકાય છે ત્યાં સુંધી માં અથાણાં માટેનો મસાલો તૈયાર કરી લઈએ.
અથાણાં નો મસાલો બનાવવા એક કડાઈમાં સૂકા આખા ધાણા, જીરું, બે ચમચી વરિયાળી., મેથી દાણા, રાઈ ના કુરિયા, અજમો, મરી, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો . અને કડાઈમાં તેલ / સરસો તેલ ને ફૂલ તાપે તેલ ગરમ કરી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ પછી એમાં હિંગ, એક ચમચી વરિયાળી, કલોંજી, એક ચમચી મેથી નાખી મિક્સ કરી શેકી લેવા અને તેલ ને ઠંડુ થવા દયો. તેલ ઠંડુ થાય ત્યાં સુધી વટાણા સુકાઈ ગયા હોય એને એક તપેલી માં લઇ એમાં પીસી રાખેલ મસાલો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં ઠંડું કરેલ તેલ નાખી હલકા હાથે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો હવે સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો લીલા વટાણા નું અથાણું.
Athanu recipe notes
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
- આ અથાણાં ને તરત અથવા એક દિવસ બાદ ખાવા થી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા વટાણા નું અથાણું બનાવવાની રેસીપી
![Lila vatana nu athanu - લીલા વટાણા નું અથાણું](https://www.recipeingujarati.com/wp-content/uploads/2025/02/Lila-vatana-nu-athanu-500x500.jpg)
Lila vatana nu athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 3 કપ લીલા વટાણા
- 2 ચમચી આખા સૂકા ધાણા
- 3 ચમચી વરિયાળી
- 1 ચમચી જીરું
- 2 ચમચી મેથી દાણા
- 1-2 ચમચી રાઈ ના કુરિયા
- ½ ચમચી અજમો
- ½ ચમચી મરી પાઉડર
- 4-5 સૂકા લાલ મરચા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી કલોંજી
- 1 ચમચી સંચળ
- 1 કપ સરસો તેલ / તેલ
- 2 ચમચી વિનેગર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Lila vatana nu athanu banavani recipe
- લીલા વટાણા નું અથાણું બનાવવા સૌપ્રથમ વટાણા ના બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ વટાણા ને ધોઇ સાફ કરી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં વટાણા નાખી બે થી ચાર મિનિટ ચડાવી લ્યો. વટાણા ચડે છે ત્યાં સુધીમાં બીજી તપેલી માં બે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી તૈયાર કરી લ્યો.
- ચાર મિનિટ પછી વટાણા ને ઝારા થી ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી કાઢી પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ સાફ કોરા કપડા પર ફેલાવી ને સૂકવવા દયો. વટાણા સુકાય છે ત્યાં સુંધી માં અથાણાં માટેનો મસાલો તૈયાર કરી લઈએ.
- અથાણાં નો મસાલો બનાવવા એક કડાઈમાં સૂકા આખા ધાણા, જીરું, બે ચમચી વરિયાળી., મેથી દાણા, રાઈ ના કુરિયા, અજમો, મરી, સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દર્દરા પીસી લ્યો . અને કડાઈમાં તેલ / સરસો તેલ ને ફૂલ તાપે તેલ ગરમ કરી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ પછી એમાં હિંગ, એક ચમચી વરિયાળી, કલોંજી, એક ચમચી મેથી નાખી મિક્સ કરી શેકી લેવા અને તેલ ને ઠંડુ થવા દયો. તેલ ઠંડુ થાય ત્યાં સુધી વટાણા સુકાઈ ગયા હોય એને એક તપેલી માં લઇ એમાં પીસી રાખેલ મસાલો નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, આમચૂર પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં ઠંડું કરેલ તેલ નાખી હલકા હાથે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો હવે સાફ અને કોરી બરણીમાં ભરી લ્યો અને મજા લ્યો લીલા વટાણા નું અથાણું.
Notes
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી લેવી.
- આ અથાણાં ને તરત અથવા એક દિવસ બાદ ખાવા થી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mag vatana ni khichdi ni recipe | મગ વટાણા ની ખીચડી ની રેસીપી
Coconut rice banavani rit | કોકોનટ રાઈસ બનાવવાની રીત
Pineapple Chutney banavani rit | પાઈનેપલ ચટણી
Juvar methi ni Thalipeeth banavani rit | જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત
Dungri lasan vala vaghrela mamra banavani rit | ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત
Amritshari daal banavani rit | અમૃતસરી દાળ બનાવવાની રીત