લસણ ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે અને એમાં પણ શિયાળા માં મળતા લીલા લસણ ખાવું ખૂબ ગુણકારી માનવામાં આવે છે અત્યાર સુંધી આપણે લીલા લસણ માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ આજ આપણે લીલા લસણ માંથી Lila lasan nu lasaniyu – લીલા લસણ નું લાસણીયુ શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે. તો ચાલો લીલા લસણનું લસણિયું બનાવવાની રીત શીખીએ.
Ingredient list
- લીલું લસણ 150 ગ્રામ
- ઘી 1-2 ચમચી
- સીંગતેલ તેલ / તેલ 5-6 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- તમાલપત્ર 1
- તજ નો ટુકડો 1 નાનો
- લવિંગ 2-3
- બાદિયણા / સ્ટાર ફૂલ 1
- આદુ ½ ઇંચ
- લીલા મરચા 3-4
- ટમેટા પ્યુરી 3 નંગ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સીંગદાણા અધ કચરા પીસેલા 2 ચમચી
- કાજુ ના કટકા 2-3 ચમચી
- પાપડી ગાંઠીયા 50 ગ્રામ
- દહીં 1-2 ચમચી
- ગોળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Lila lasan nu lasaniyu banavani rit
લીલા લસણ નું લાસણીયુ બનાવવા સૌપ્રથમ લસણ ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ લસણ ને સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો. હવે મિક્સર જાર માં લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં સીંગતેલ અને ઘી ને ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં લસણ ના પાંદ નાખો અને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
હવે ગેસ ધીમો કરી ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બને ને પણ શેકી લ્યો. આદુ મરચા ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર. ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નો ભૂકો, કાજુના કટકા અને પાપડી ગાંઠિયા ને ક્રશ કરી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં દહી નાખી મિક્સ કરી તેલ અલગ થાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને શાક નો ગેસ બંધ કરી એક બે ચમચી લીલી લસણ નાખી મિક્સ કરી ઢાંકી ને મૂકો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણનું લસણિયું.
Shaak recipe notes
- તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા કે સેવ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા લસણ નું લાસણીયુ બનાવવાની રીત
Lila lasan nu lasaniyu banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredient list
- 150 ગ્રામ લીલું લસણ
- 1-2 ચમચી ઘી
- 5-6 ચમચી સીંગતેલ તેલ / તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 તમાલપત્ર
- 1 તજ નો ટુકડો નાનો
- 2-3 લવિંગ
- 1 બાદિયણા / સ્ટાર ફૂલ
- ½ ઇંચ આદુ
- 3-4 લીલા મરચા
- 3 નંગ ટમેટા પ્યુરી
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી સીંગદાણા અધ કચરા પીસેલા
- 2-3 ચમચી કાજુ ના કટકા
- 50 ગ્રામ પાપડી ગાંઠીયા
- 1-2 ચમચી દહીં
- ½ ચમચી ગોળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lila lasan nu lasaniyu banavani rit
- લીલા લસણ નું લાસણીયુ બનાવવા સૌપ્રથમ લસણ ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ લસણ ને સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો. હવે મિક્સર જાર માં લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં સીંગતેલ અને ઘી ને ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં લસણ ના પાંદ નાખો અને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
- હવે ગેસ ધીમો કરી ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બને ને પણ શેકી લ્યો. આદુ મરચા ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર. ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નો ભૂકો, કાજુના કટકા અને પાપડી ગાંઠિયા ને ક્રશ કરી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં દહી નાખી મિક્સ કરી તેલ અલગ થાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને શાક નો ગેસ બંધ કરી એક બે ચમચી લીલી લસણ નાખી મિક્સ કરી ઢાંકી ને મૂકો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણનું લસણિયું.
Shaak recipe notes
- તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા કે સેવ નો ઉપયોગ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mogri ringna nu shaak | મોગરી રીંગણા નું શાક
Palak besan kofta nu shaak | પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત
ghee banavani rit | ઘી બનાવવાની રીત | ghee recipe in gujarati
lili dungri sev tameta nu shaak banavani rit | લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક