આ એક સુરત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમ્યાન મળતા લીલા લસણ માંથી Lila lasan nu kachu – લીલા લસણ નું કાચું બનાવવામાં આવે છે. જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે જેને રોટલી , પરોઠા, જુવાર અને બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકાય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો લીલા લસણ નું કાચું બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- કાચું લીલું લસણ ના પાંદ ઝીણા સમારેલા 1 કપ
- બાફેલા બટાકા ની પેસ્ટ 1 કપ
- તીખા લીલા મરચા 3-4
- આદુનો ટુકડો ½ ઇંચ
- લીલા લસણ ની આગળ ની કણી 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- ફ્રેશ મલાઈ ¼ કપ
- દૂધ ¼ કપ
- તેલ / સીંગતેલ 5-6 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Lila lasan nu kachu banavani rit
લીલા લસણ નું કાચું બનાવવા સૌપ્રથમ કુકર મા બે ત્રણ બટાકા ધોઇ સાફ કરી નાખો સાથે એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ બાફી લ્યો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા કાઢી છાલ ઉતારી મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો
હવે કાચી લસણ નું કણી ધોઇ સાફ કરી લઈ મૂળિયાં અલગ કરી ઉપર ના એક બે પાંદ નીકાળી સાફ કરી લેશું. આમ બધું લસણ સાફ કરી લીધા બાદ ફરી થી એક વખત બરોબર ધોઇ સાફ કરી કોરા કરી લ્યો.
ત્યારબાદ હવે ચાકુથી લસણ નો આગળ નો કણીઓ અલગ કરી નાખી બાકી માં લસણ અને પાંદ ને સાવ ઝીણા ઝીણા સમારી લ્યો. આમ બધું લસણ ઝીણું સમારી લઈ એક વાસણમાં મૂકો.
હવે મિક્સર જારમાં બે ત્રણ લીલા મરચા , આદુ ના કટકા , લીલા લસણ ને સફેદ કણી નાખી પેસ્ટ બનાવી લ્યો. હવે સુધારેલ લીલા લસણ ના પાંદ, પીસી ને તૈયાર કરેલ પેસ્ટ અને પા કપ તેલ નાખી હાથ થી મસળી મસળી ને પાંચ મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ એમાં મેસ કરેલ બટાકા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ફ્રેશ મલાઈ અને દૂધ થોડું થોડું નાખી મસળી મિક્સ કરો.
બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કાચુ ને ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણ નું કાચું.
kachu recipe notes
- અહીં તમે સીંગતેલ નો ઉપયોગ કરશો તો કાચું નો સ્વાદ સારો લાગશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા લસણ નું કાચું બનાવવાની રીત
Lila lasan nu kachu banavani rit
Equipment
- 1 ચાકુ
- 1 પાટલો
- 1 બાઉલ
Ingredients
Ingredients list
- 1 કપ કાચું લીલું લસણ ના પાંદ ઝીણા સમારેલા
- 1 કપ બાફેલા બટાકા ની પેસ્ટ
- 3-4 તીખા લીલા મરચા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી લીલા લસણ ની આગળ ની કણી
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ કપ ફ્રેશ મલાઈ
- ¼ કપ દૂધ
- 5-6 ચમચી તેલ / સીંગતેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lila lasan nu kachu banavani rit
- લીલા લસણ નું કાચું બનાવવા સૌપ્રથમ કુકર મા બે ત્રણ બટાકા ધોઇ સાફ કરી નાખો સાથે એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ બાફી લ્યો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા કાઢી છાલ ઉતારી મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો
- હવે કાચી લસણ નું કણી ધોઇ સાફ કરી લઈ મૂળિયાં અલગ કરી ઉપર ના એક બે પાંદ નીકાળી સાફ કરી લેશું. આમ બધું લસણ સાફ કરી લીધા બાદ ફરી થી એક વખત બરોબર ધોઇ સાફ કરી કોરા કરી લ્યો.
- ત્યારબાદ હવે ચાકુથી લસણ નો આગળ નો કણીઓ અલગ કરી નાખી બાકી માં લસણ અને પાંદ ને સાવ ઝીણા ઝીણા સમારી લ્યો. આમ બધું લસણ ઝીણું સમારી લઈ એક વાસણમાં મૂકો.
- હવે મિક્સર જારમાં બે ત્રણ લીલા મરચા , આદુ ના કટકા , લીલા લસણ ને સફેદ કણી નાખી પેસ્ટ બનાવી લ્યો. હવે સુધારેલ લીલા લસણ ના પાંદ, પીસી ને તૈયાર કરેલ પેસ્ટ અને પા કપ તેલ નાખી હાથ થી મસળી મસળી ને પાંચ મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ એમાં મેસ કરેલ બટાકા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ફ્રેશ મલાઈ અને દૂધ થોડું થોડું નાખી મસળી મિક્સ કરો.
- બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કાચુ ને ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણ નું કાચું.
Kachu recipe notes
- અહીં તમે સીંગતેલ નો ઉપયોગ કરશો તો કાચું નો સ્વાદ સારો લાગશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Pudina Aloo banavani recipe | ફુદીના આલું બનાવવાની રેસીપી
Ghau na lot ni tandoori roti | ઘઉંના લોટની તંદુરી રોટી
varadiyu recipe | વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe in gujarati
Shalgam nu shaak banavani rit | શલગમ નું શાક બનાવવાની રીત
paneer afghani banavani rit | પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani recipe in gujarati