નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube , આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાની રીત શીખીશું. સૂકા દેશી ચણા આમ તો બારે માસ મળતા હોય છે પણ શિયાળામાં બજારમાં લીલા ચણા ખૂબ સારા મળતા હોય છે આ લીલા ચણામાં સારી માત્રામાં પ્રોટીન મળતું હોવાથી આપણે કાચા , શેકીને, કે બાફી ને તો આપણે ખાતાજ હોઈએ પણ આજ આપણે એનું ટેસ્ટી ને ઝડપી બની જતું શાક બનાવવાની રીત શીખીશું તો ચાલો બનાવીએ, lila chana nu shaak banavani rit ,green chana nu shaak recipe in gujarati.
લીલા ચણાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | lila chana nu shaak banava jaruri samgri
- લીલા ચણાના દાણા 250 ગ્રામ
- બાફેલા બટાકા 1
- ડુંગરી 1 ઝીણી સુધારેલી
- ટમેટા 2 ઝીણા સુધારેલ/ પીસેલા
- આદુ, લસણ ને મરચાની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- કસુરી મેથી ના પાન 1-2 ચમચી
- મરી 2-3
- તજ ટુકડો 1 નાનો
- તમાલપત્ર 1
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
lila chana nu shaak banavani rit
લીલા ચણાનું શાક બનાવવા સૌપ્રથમ ચણા ને ફોલી પાણી થી ધોઈ સાફ કરી લ્યો
એક બટાકા ને બાફી લેવું
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મરી, તજ ને તમાલપત્ર નાખવા
ત્યાર બાદ એમાં રાઈ જીરું નાખી તતડાવો ને હિંગ નાખો હવે એમાં સુધારેલ ડુંગરી ને આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ડુંગરી બરોબર શેકી લ્યો
ડુંગરી ચડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર ને ધાણા જીરું નો પાવડર ને કસુરી મેથી નાખી મિક્સ કરી લ્યો
ત્યાર બાદ તેમાં સુધારેલ ટમેટા /ટમેટા ની પેસ્ટ નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ટમેટા ચડી જાય ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
હવે તેમાં મેસ કરેલ બાફેલું બટકું નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ચણા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખો
હવે એમાં એક કપ જેટલું પાણી નાખી ને હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
છેલ્લે એમાં ગરમ મસાલો ને લીલા ધાણા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો
Green chana nu shaak recipe notes
- આ શાક રોટલી રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો
- અહી ચણા બાફી ને પણ લઈ શકો છો
લીલા ચણાનું શાક બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Rasoi Ghar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
green chana nu shaak recipe in gujarati
લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલા ચણાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | lila chana nu shaak banava jaruri samgri
- 250 ગ્રામ લીલા ચણાના દાણા
- 1 બાફેલા બટાકા
- 1 ડુંગરી ઝીણી સુધારેલી
- 2 ટમેટા ઝીણા સુધારેલ/ પીસેલા
- 1 ચમચી આદુ, લસણ ને મરચાની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1-2 ચમચી કસુરી મેથી ના પાન
- 2-3 મરી
- 1 તજ ટુકડો નાનો
- 1 તમાલપત્ર
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati
- લીલા ચણાનું શાક બનાવવા સૌપ્રથમ ચણા ને ફોલી પાણી થી ધોઈ સાફ કરી લ્યો
- એક બટાકા ને બાફી લેવું
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મરી, તજ ને તમાલપત્ર નાખવા
- ત્યારબાદ એમાં રાઈ જીરું નાખી તતડાવો ને હિંગ નાખો હવે એમાં સુધારેલ ડુંગરી ને આદુ લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ડુંગરી બરોબર શેકી લ્યો
- ડુંગરીચડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર ને ધાણા જીરું નો પાવડર ને કસુરી મેથી નાખી મિક્સ કરી લ્યો
- ત્યારબાદ તેમાં સુધારેલ ટમેટા /ટમેટા ની પેસ્ટ નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ટમેટા ચડી જાય ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
- હવે તેમાં મેસ કરેલ બાફેલું બટકું નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ચણા નાખી મિક્સ કરો નેસ્વાદ મુજબ મીઠું નાખો
- હવે એમાં એક કપ જેટલું પાણી નાખી ને હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી પાંચ સાત મિનિટ સુધી ચડવાદો
- છેલ્લે એમાં ગરમ મસાલો ને લીલા ધાણા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો
green chana nu shaak recipe notes
- આ શાક રોટલી રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો
- અહી ચણા બાફી ને પણ લઈ શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati
બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.