જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લસૂની મેથી બનાવવાની રીત – Lasuni methi nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , ઠંડી ની ઋતુ માં મેથી નું શાક આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasuni methi nu shaak recipe in gujarati શીખીએ.
લસુની મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મેથી 150 ગ્રામ
- તેલ 1 ચમચી
- લસણ ની કડી 5-6
- સ્વાદ પ્રમાણે મીઠું
વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- સીંગદાણા 2 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- બેસન 1 ચમચી
- પાણી 2 ચમચી
શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 3 ચમચી
- ઝીણું સુધારેલું લસણ 1 ચમચી
- આખા લાલ મરચાં 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણું સુધારેલું લીલું મરચું 1
- જીરું 1 ચમચી
- ઝીણું સુધારેલું આદુ ½ ઇંચ
- ઝીણા સુધારેલા ટામેટા 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ધાણા પાવડર ½ ચમચી
- ગરમ પાણી ½ કપ
- ઘી 1 ચમચી
લસુની મેથી નું શાક બનાવવાની રીત
લીલી મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
ત્યાર બાદ તેમાં લીલી મેથી સાફ કરીને રાખી હતી તે નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેથી ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની રીત
વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકીને રાખેલા સીંગદાણા ના ફોતરા કાઢી ને નાખો. હવે તેમાં સફેદ તલ, એક ચમચી જેટલું સેકેલું બેસન અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.
લસુની મેથી નું શાક નો વઘાર કરવાની રીત
લસુની મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ધીમા તાપે પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલુ ઘી નાખો. હવે શાક ને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લસુની મેથી નું શાક. હવે તેને બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ લસુની મેથી નું શાક ખાવાનો આનંદ માણો.
Lasuni methi nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Lasuni methi nu shaak recipe in gujarati
લસુની મેથી નું શાક | Lasuni methi nu shaak | લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak banavani rit | Lasuni methi nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
લસુની મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 150 ગ્રામ લીલી મેથી
- 1 ચમચી તેલ
- 5-6 લસણની કડી
- સ્વાદ પ્રમાણે મીઠું
વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી સીંગદાણા
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી બેસન
- 2 ચમચી પાણી
શાકનો વઘાર કરવા માટેની સામગ્રી
- 3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1 ચમચી ઝીણું સુધારેલું લસણ
- 2-3 આખા લાલ મરચાં
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણું સુધારેલું લીલું મરચું
- ½ ઇંચ ઝીણું સુધારેલું આદુ
- 1 ઝીણા સુધારેલા ટામેટા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- ½ ચમચી ધાણા પાવડર
- ½ કપ ગરમ પાણી
- 1 ચમચી ઘી
Instructions
લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak banavani rit
- લીલી મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમથાય એટલે તેમાં લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
- ત્યાર બાદ તેમાં લીલી મેથી સાફ કરીને રાખી હતી તે નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેમેથી ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની રીત
- વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકીને રાખેલા સીંગદાણા ના ફોતરા કાઢી ને નાખો. હવે તેમાં સફેદ તલ, એક ચમચીજેટલું સેકેલું બેસન અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેનેસરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.
લસુની મેથી નું શાક નો વઘાર કરવાની રીત
- લસુની મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાંઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાંનાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.
- ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સેકીને રાખેલી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક નેધીમા તાપે પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એકચમચી જેટલુ ઘી નાખો. હવે શાક ને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લસુની મેથી નું શાક. હવે તેને બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ લસુની મેથી નું શાક ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત | Lili tuver daal nu shaak banavani rit
જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati
ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe