આ ચટણી તીખી, ખટ મીઠી તો ઘણા માત્ર તીખી પણ બનાવતા હોય છે આજ ની આપણી ચટની થોડી તીખી બનાવીશું. આ ચટણી ને તમે રોટલી , રોટલા, પરોઠા, થેપલા અને ચાર્ટ સાથે ઘરમાં, ટિફિન માં કે પ્રવાસનમાં લઈ શકો છો. દરેક ગુજરાતી ના ઘરે આ ચટણી તો હોય જ છે. આ ચટણી એક વખત બનાવી ને તમે દસ પંદર દિવસ સુંધી મજા લઈ શકો છો. તો ચાલો Lasan marcha ni chatni banavani rit શીખીએ.
લસણ મરચાની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા આખા લાલ મરચા 15-20
- લસણની કળીઓ 15-20
- આદુનો ટુકડો ½ ઇંચ
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- આખા ધાણા ½ ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Lasan marcha ni chatni banavani rit
લસણ મરચાની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા લાલ મરચાને સાફ કરી ગરમ પાણી માં એકાદ કલાક અથવા ઠંડા પાણીમાં બે ત્રણ કલાક પલાળી મૂકો. મરચા બરોબર પલાળી લીધા બાદ મરચાને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી નાખી લસણ ને શકો લસણ થોડું શેકાઈ જય એટલે એમાં આદુના કટકા ને નાખી એને પણ લસણ સાથે શેકી લ્યો. આદુ લસણ શેકાઈ જાય એટલે એમાં જીરું, આખા ધાણા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
એમાં નિતારી રાખેલ લાલ મરચા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો. બધી સામગ્રી ને ઠંડી થવા દયો સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો અને સાથે મીઠું સ્વાદ મુજબ અને બે ચાર ચમચી મરચા જેમાં પલાળેલા એ વાળું પાણી નાખો અને પીસી લ્યો.
ચટણી બરોબર પીસાઈ એટલે એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી પીસેલી ચટણી નાખી મિક્સ કરો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
ચટણી બરોબર શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી લ્યો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો. ચટણી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો લસણ મરચાની ચટણી.
Lasan marcha ni chatni NOTES
- જો સૂકા આખા લાલ મરચાં ના હોય તો પીસેલા લાલ મરચાનો પાઉડર ને પલાળી ને પણ વાપરી શકો છો.
લસણ મરચાની ચટણી બનાવવાની રીત
Lasan marcha ni chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
લસણ મરચાની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 15-20 સૂકા આખા લાલ મરચા
- 15-20 લસણની કળીઓ
- ½ ઇંચ આદુનો ટુકડો
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી આખા ધાણા
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Lasan marcha ni chatni banavani rit
- લસણ મરચાની ચટણી બનાવવા સૌપ્રથમ સૂકા લાલ મરચાને સાફ કરીગરમ પાણી માં એકાદ કલાક અથવા ઠંડા પાણીમાં બે ત્રણ કલાક પલાળી મૂકો. મરચા બરોબર પલાળી લીધા બાદમરચાને ચારણી માં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં લસણ ની કણી નાખી લસણ ને શકો લસણ થોડું શેકાઈ જય એટલે એમાં આદુના કટકા ને નાખીએને પણ લસણ સાથે શેકી લ્યો. આદુ લસણ શેકાઈ જાય એટલે એમાં જીરું, આખા ધાણા નાખી મિક્સકરી એક મિનિટ શેકી લ્યો.
- એમાં નિતારી રાખેલ લાલ મરચા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે ગેસ બંધકરી નાખો. બધી સામગ્રી ને ઠંડી થવા દયો સામગ્રી ઠંડી થાય એટલેમિક્સર જારમાં નાખો અને સાથે મીઠું સ્વાદ મુજબ અને બે ચાર ચમચી મરચા જેમાં પલાળેલાએ વાળું પાણી નાખો અને પીસી લ્યો.
- ચટણી બરોબર પીસાઈ એટલે એક બાજુ મૂકો ત્યાર બાદ ફરી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ , જીરું નાખી ને તતડાવી લ્યોત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી પીસેલી ચટણી નાખી મિક્સ કરો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
- ચટણી બરોબર શેકાઈ જાય અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધકરી લ્યો અને તૈયાર ચટણી ને ઠંડી થવા દયો. ચટણી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો લસણ મરચાની ચટણી.
Lasan marcha ni chatni NOTES
- જો સૂકા આખા લાલ મરચાં ના હોય તો પીસેલા લાલ મરચાનો પાઉડરને પલાળી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
વટાણા ના પરોઠા બનાવવાની રીત | Vatana na parotha banavani rit
રાગી ની રોટલી બનાવવાની રીત | Ragi ni rotli banavani rit
ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori roti
ઠેસો બનાવવાની રીત | Theso banavani rit
કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit