મિત્રો આજે આપણે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ બનાવવાની રીત શીખીશું. આ સૂપ આજ આપણે લસણ કે ડુંગળી ના ખાતા હોય અને સૂપ પસંદ હોય એમના માટે બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને શિયાળા ની ગુલાબી ઠંડી માં આ Lasan dungri vagar no Manchow soup તૈયાર કરી પરિવાર સાથે મજા લઇ શકાય.
મનચાઉં સૂપ બનાવવા માટેની સામગ્રી
- ઝીણું સમારેલું આદુ 1 ચમચી
- વિનેગર ½ ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા ની દાડી 1-2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ઝીણા સમારેલા ગાજર 3-4 ચમચી
- ડાર્ક સોયા સોસ 1 ચમચી
- ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
- તેલ 2-3 ચમચી
- ઝીણું સમારેલું કેપ્સિકમ 3-4 ચમચી
- ઝીણી સુધારેલી ફણસી 2-3 ચમચી
- ગ્રીન ચીલી સોસ 1 ચમચી
- ટમેટા કેચઅપ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- કોર્ન ફ્લોર 2 ચમચી
- પાણી 2-3 કપ
તરેલી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી
- બાફેલી નૂડલ્સ 1 કપ
- કોર્ન ફ્લોર 2 ચમચી
- મીઠું 1-2 ચપટી
Tareli noodles banavani rit
તરેલી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બાફેલી નૂડલ્સ લ્યો એમાં મીઠું છાંટો અને ત્યાર બાદ કોર્ન ફ્લોર છાંટી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં નૂડલ્સ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો અને ઠંડી થવા દયો. અને નુડલ્સ ઠંડી થાય એટલે હાથ થી તોડી નાના કટકા કરી લ્યો તો તૈયાર છે તરેલી નૂડલ્સ.
Lasan dungri vagar no Manchow soup banavani recipe
મનચાઉં સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં આદુ ના કટકા અને લીલા ધાણા ની દાડી ના કટકા નાખી શેકી લ્યો,
ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાનકોબી, ગાજર, કેપ્સીકમ, ફણસી નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
હવે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળો. પાણી ઉકળે ત્યાં સુંધી વાટકા માં કોર્ન ફ્લોર અને ને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
સૂપ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, કોર્ન ફ્લોર નું પાણી, મરી પાઉડર નાખી ફરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો. અને ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા અને વિનેગર નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ઉપર તરી રાખેલ નૂડલ્સ નાખી મજા લ્યો. તો તૈયાર છે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ.
Soup recipe notes
- અહી જો તમે લસણ ડુંગળી ખાતા હો તો શેકતી વખતે નાખી શકો છો.
- એક વખત વધારે નૂડલ્સ ને એક સાથે તરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ બનાવવાની રેસીપી
Lasan dungri vagar no Manchow soup banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
મનચાઉં સૂપ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી ઝીણું સમારેલું આદુ
- ½ ચમચી વિનેગર
- 1-2 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા ની દાડી
- ¼ ચમચી મરી પાઉડર
- 3-4 ચમચી ઝીણા સમારેલા ગાજર
- 1 ચમચી ડાર્ક સોયા સોસ 1 ચમચી
- ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- 2-3 ચમચી તેલ
- 3-4 ચમચી ઝીણું સમારેલું કેપ્સિકમ
- 2-3 ચમચી ઝીણી સુધારેલી ફણસી
- 1 ચમચી ગ્રીન ચીલી સોસ
- 1 ચમચી ટમેટા કેચઅપ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી કોર્ન ફ્લોર
- 2-3 કપ પાણી
તરેલી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બાફેલી નૂડલ્સ
- 2 ચમચી કોર્ન ફ્લોર
- 1-2 ચપટી મીઠું
Instructions
Tareli noodles banavani rit
- તરેલી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બાફેલી નૂડલ્સ લ્યો એમાં મીઠું છાંટો અને ત્યાર બાદ કોર્ન ફ્લોર છાંટી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં નૂડલ્સ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો અને ઠંડી થવા દયો. અને નુડલ્સ ઠંડી થાય એટલે હાથ થી તોડી નાના કટકા કરી લ્યો તો તૈયાર છે તરેલી નૂડલ્સ.
Lasan dungri vagar no Manchow soup banavani recipe
- મનચાઉં સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં આદુ ના કટકા અને લીલા ધાણા ની દાડી ના કટકા નાખી શેકી લ્યો,
- ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાનકોબી, ગાજર, કેપ્સીકમ, ફણસી નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
- હવે એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળો. પાણી ઉકળે ત્યાં સુંધી વાટકા માં કોર્ન ફ્લોર અને ને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- સૂપ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, કોર્ન ફ્લોર નું પાણી, મરી પાઉડર નાખી ફરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો. અને ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા અને વિનેગર નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ ઉપર તરી રાખેલ નૂડલ્સ નાખી મજા લ્યો. તો તૈયાર છે લસણ ડુંગળી વગર નો મનચાઉં સૂપ.
Soup recipe notes
- અહી જો તમે લસણ ડુંગળી ખાતા હો તો શેકતી વખતે નાખી શકો છો.
- એક વખત વધારે નૂડલ્સ ને એક સાથે તરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નૂડલ્સ સૂપ બનાવવાની રીત | Noodles soup banavani rit
જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit
રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit
મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit