નમસ્તે મિત્રો ,આજે આપણે એક સલાડ ની રેસિપી જોઈશું .જે ખુબ જ સરળ અને જલ્દી થી બની જાય એવું છે . તેમજ આજ ની આ સલાડ ની રેસિપી નું નામ છે લચ્છા ઓનિયન સલાડ .આ સલાડ ને કબાબ ,બિરીયાની ,દાળ રોટલી ,દાળ ભાત ,રાયતા ,શાક રોટલી કે કોઈ પણ પંજાબી શાક જોડે સર્વ કરી શકાય છે .આ રેસિપી ઘર માં હાજર હોય એવી જ વસ્તુઓ થી બની જાય છે તો ચાલો જોઈએ હવે ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત, Laccha Onion Salad recipe in Gujarati.
Table of contents
ઓનીયન લચ્છા સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- ૨ નંગ ડુંગળી મોટી સાઈઝ ની ડુંગળી લેવી
- ૧ નંગ લીલું મરચું બીજ કાઢી ને સમારેલું( મરચું તીખું ન લેવું )
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદાનુસાર મીઠું
- ૧/૨ ચમચી ચાટ મસાલા
- ચપટી મરી પાવડર
- જરૂર મુજબ લીંબુ / વિનેગર જરૂર મુજબ સમારેલી કોથમરી
Laccha Onion Salad recipe in Gujarati
સૌ પ્રથમ બે ડુંગળી લેવી ,તેના છીલકા કાઢી ને ધોઈ લેવું .ત્યાર બાદ તેની મીડીયમ એવી જીણી સ્લાઈસ જેમ સમારી લેવું .
હવે એક લીલું મરચું લેવું જેને બીજ કાઢી ને જીણું સમારી લેવું .હવે ડુંગળી ની સ્લાઈસ ને એક પ્લેટ માં લઇ તેની સ્લાઈસ ને રીંગ ની જેમ છૂટી પાડી લેવી .
ડુંગળી ના બધા લચ્છા છુટા પાડી લીધા બાદ તેમાં લાલ મરચું પાવડર , સ્વાદમુજબ મીઠું , અડધી ચમચી ચાટ મસાલો , ચપટી મરી પાવડર , જીણું સમારેલું લીલું મરચું અને એક લીંબુ રસ અથવા વિનેગર નાખી તેને મિક્સ કરી લેવું .
હવે છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી થોડુ મિક્સ કરી લેવું .હવે તેને સર્વિંગ પ્લેટ કે બાઉલ માં લઇ એક લીંબુ ની સ્લાઈસ રાખી સર્વ કરવું તો તૈયાર છે લચ્છા ઓનિયન સલાડ.
NOTES
સલાડ માં લીંબુ ના બદલે વિનેગર નાખી શકાય છે .
આ સલાડ માં ડુંગળી ની સાથે કોબીજ કે કેપ્સીકમ પણ લઇ સકાય છે .
Onion Salad recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત
ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati
Ingredients
ઓનીયન લચ્છા સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- ૨ નંગ ડુંગળી મોટી સાઈઝ ની ડુંગળી લેવી
- ૧ નંગ લીલું મરચું બીજ કાઢી ને સમારેલું( મરચું તીખું ન લેવું )
- ૧/૨ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદાનુસાર મીઠું
- ૧/૨ ચમચી ચાટ મસાલા
- ચપટીમરી પાવડર
- જરૂરમુજબ લીંબુ / વિનેગર
- જરૂરમુજબ સમારેલી કોથમરી
Instructions
ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati
- સૌપ્રથમ બે ડુંગળી લેવી ,તેના છીલકા કાઢી ને ધોઈ લેવું , ત્યાર બાદ તેની મીડીયમ એવીજીણી સ્લાઈસ જેમ સમારી લેવું .
- હવેએક લીલું મરચું લેવું જેને બીજ કાઢી ને જીણું સમારી લેવું .હવે ડુંગળી ની સ્લાઈસને એક પ્લેટ માં લઇ તેની સ્લાઈસ ને રીંગ ની જેમ છૂટી પાડી લેવી .
- હવે ડુંગળી ના બધા લચ્છા છુટા પાડી લીધા બાદ તેમાં લાલ મરચું પાવડર , સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી ચાટ મસાલો , ચપટી મરી પાવડર , જીણું સમારેલું લીલું મરચું અને એકલીંબુ રસ અથવા વિનેગર નાખી તેને મિક્સ કરી લેવું .
- હવે છેલ્લે તેમાં સમારેલી કોથમરી નાખી થોડુ મિક્સ કરી લેવું .હવે તેને સર્વિંગ પ્લેટકે બાઉલ માં લઇ એક લીંબુ ની સ્લાઈસ રાખી સર્વ કરવું તો તૈયાર છે લચ્છા ઓનિયન સલાડ.
Notes
- સલાડ માં લીંબુ ના બદલે વિનેગર નાખી શકાય છે .
- આ સલાડ માં ડુંગળી ની સાથે કોબીજ કે કેપ્સીકમ પણ લઇ સકાય છે .
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit