આ એક દુબઇ ની ખૂબ પ્રખ્યાત ચોકલેટ છે જે બજાર માં લેવા જઈએ તો ખૂબ મોંઘી થાય છે પણ ઘરે તમે ખૂબ સરળ રીતે અને ઘણી સસ્તા માં અને દુબઇ ની ચોકલેટ જેવા જ સ્વાદ માં બનાવી શકો. તો ચાલો Kunafa chocolate – કુનાફા ચોકલેટ બનાવવાની રીત શીખીએ.
Ingredients
- પિસ્તા – ⅓ કપ (55 ગ્રામ)
- સફેદ ચોકલેટ – ¼ કપ (50 ગ્રામ)
- ઝીણી સેવઈ – ½ કપ
- ઘી / માખણ 1 ચમચી
- ડાર્ક ચોકલેટ 1 કપ ( 200 ગ્રામ આશરે)
Kunafa chocolate banavani rit
કુનાફા ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં ધીમા તાપે પિસ્તા ને હલાવતા રહી પાંચ થી સાત મિનિટ શેકી લ્યો. પિસ્તા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને પિસ્તા ઠંડા થાય ત્યાં સુંધી એજ ગરમ કડાઈમાં ઘી / માખણ નાખી એમાં સાવ ઝીણી સેવઈ ને હાથ થી મસળી ને નાખો અને પણ ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ત્યાર બાદ એક બાજુ મૂકો.
હવે શેકેલ પિસ્તા ઠંડા થઈ ગયા હોય તો હાથ થી મસળી થોડા ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સાથે એકાદ ચમચી ઓલિવ ઓઇલ / ઘી નાખી પ્લસ મોડ માં ફેરવતા જઈ પીસી લ્યો. પિસ્તા પીસાઈ ને સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલે શેકેલી સેવઈ માં નાખી દયો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો એના પર એના થી થોડું નાનું વાસણ મૂકી એમાં ડાર્ક ચોકલેટ ના કટકા નાખી ચોકલેટ ને પીગળાવી લ્યો. ચોકલેટ પીગળી જાય એટલે નીચે ઊતરી એજ ગરમ પાણી ઉપર બીજા વાસણ મૂકી એમાં સફેદ ચોકલેટ ના કટકા નાખી પીગળાવી લ્યો. ચોકલેટ પીગળી જાય એટલે ચમચી થી પીગળેલી ચોકલેટ ને મોલ્ડ અથવા ગ્રીડ કરેલ થાળી માં આડી ઊભી લાઇન બનાવી લ્યો. અને બે મિનિટ ફ્રીઝર માં મૂકો.
બે મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી લ્યો અને એમાં પીગળેલા ડાર્ક ચોકલેટ નું પાતળું લેયર કરી ફ્રીઝર પાંચ મિનિટ મૂકો. હવે બાકી ની પીગળેલી સફેદ ચોકલેટ ને પિસ્તા અને સેવઈ સાથે મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી એના પર પિસ્તા, સેવઈ અને ચોકલેટ વાળું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને બે મિનિટ ફ્રીઝર માં મૂકો.
હવે બે મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી એના પર ફરી પીગળેલા ડાર્ક ચોકલેટ નાખી એક સરખી ફેલાવી લ્યો અને મોલ્ડ ફ્રીઝર માં મૂકી દસ મિનિટ ચોકલેટ ને સેટ થવા દયો. દસ મિનિટ પછી ચોકલેટ સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે કુનાફા ચોકલેટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કુનાફા ચોકલેટ બનાવવાની રીત

Kunafa chocolate banavani rit
Equipment
- 1 કડાઈ, મિક્સર
- 1 ચોકલેટ મોલ્ડ / ગ્રીસ કરેલ નાની થાળી
Ingredients
- ⅓ કપ પિસ્તા – (55 ગ્રામ આશરે )
- ¼ કપ સફેદ ચોકલેટ ( 50 ગ્રામ આશરે )
- ½ કપ ઝીણી સેવઈ
- 1 ચમચી ઘી / માખણ
- 1 કપ ડાર્ક ચોકલેટ (200 ગ્રામ આશરે )
Instructions
Kunafa chocolate banavani rit
- કુનાફા ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં ધીમા તાપે પિસ્તા ને હલાવતા રહી પાંચ થી સાત મિનિટ શેકી લ્યો. પિસ્તા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને પિસ્તા ઠંડા થાય ત્યાં સુંધી એજ ગરમ કડાઈમાં ઘી / માખણ નાખી એમાં સાવ ઝીણી સેવઈ ને હાથ થી મસળી ને નાખો અને પણ ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ત્યાર બાદ એક બાજુ મૂકો.
- હવે શેકેલ પિસ્તા ઠંડા થઈ ગયા હોય તો હાથ થી મસળી થોડા ફોતરા અલગ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સાથે એકાદ ચમચી ઓલિવ ઓઇલ / ઘી નાખી પ્લસ મોડ માં ફેરવતા જઈ પીસી લ્યો. પિસ્તા પીસાઈ ને સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલે શેકેલી સેવઈ માં નાખી દયો.
- હવે ગેસ પર એક મોટા વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો એના પર એના થી થોડું નાનું વાસણ મૂકી એમાં ડાર્ક ચોકલેટ ના કટકા નાખી ચોકલેટ ને પીગળાવી લ્યો. ચોકલેટ પીગળી જાય એટલે નીચે ઊતરી એજ ગરમ પાણી ઉપર બીજા વાસણ મૂકી એમાં સફેદ ચોકલેટ ના કટકા નાખી પીગળાવી લ્યો. ચોકલેટ પીગળી જાય એટલે ચમચી થી પીગળેલી ચોકલેટ ને મોલ્ડ અથવા ગ્રીડ કરેલ થાળી માં આડી ઊભી લાઇન બનાવી લ્યો. અને બે મિનિટ ફ્રીઝર માં મૂકો.
- બે મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી લ્યો અને એમાં પીગળેલા ડાર્ક ચોકલેટ નું પાતળું લેયર કરી ફ્રીઝર પાંચ મિનિટ મૂકો. હવે બાકી ની પીગળેલી સફેદ ચોકલેટ ને પિસ્તા અને સેવઈ સાથે મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી એના પર પિસ્તા, સેવઈ અને ચોકલેટ વાળું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને બે મિનિટ ફ્રીઝર માં મૂકો.
- હવે બે મિનિટ પછી મોલ્ડ બહાર કાઢી એના પર ફરી પીગળેલા ડાર્ક ચોકલેટ નાખી એક સરખી ફેલાવી લ્યો અને મોલ્ડ ફ્રીઝર માં મૂકી દસ મિનિટ ચોકલેટ ને સેટ થવા દયો. દસ મિનિટ પછી ચોકલેટ સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે કુનાફા ચોકલેટ.
Notes
- અહીં તમારા પાસે મોલ્ડ ન હોય તો સિલ્વર ફોઇલ ને કોઈ ડબ્બા માં મૂકી એમાં પણ ચોકલેટ સેટ કરી શકો છો.
- સફેદ ચોકલેટ ના હોય તો તમે સેવ અને પિસ્તાના મિશ્રણ માં કન્ડેસ મિલ્ક પણ નાખી શકો છો.
- અહીં પિસ્તા વાળા મિશ્રણ માં તમે લીલો રંગ આપવા એક ટીપું ગ્રીન ફૂડ કલર પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Colorful Rasgulla banavani rit | કલરફૂલ રસગુલ્લા બનાવવાની રીત
Safed tal ni barfi banavani recipe | સફેદ તલ ની બરફી
mango ice cream banavani rit | આંબા નો આઈસ્ક્રીમ
Kaju pan mithai banavani rit | કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત
kala jamun banavani rit | કાળા જાંબુ બનાવવાની રીત