મિત્રો આજે એક મહારાષ્ટ્રીયન નાસ્તા માટેની વાનગી છે જે લગ્ન પ્રસંગ માં ખૂબ સર્વ થતી હોય છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને નાની મોટી પાર્ટી કે પ્રવાસ કે ટિફિન માં Kothmir kali banavani rit – કોથમીર કલી બનાવી ને આપી શકાય છે . તો ચાલો કોથમીર કલી બનાવવાની રીત શીખીએ.
લોટ બાંધવાની સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- અજમો ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- બાફેલા બટાકા 1-2
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- સેવ 1 કપ
- કસૂરી મેથી ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- ખજૂર આંબલી નો પલ્પ 1-2 ચમચી
- આખા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- ટમેટા સોસ જરૂર મુજબ
- સેવ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Kothmir kali banavani rit
કોથમીર કલી બનાવવા સૌપ્રથમ ઉપર નું પળ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટ માં ચાળી ને લેશું એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
હવે સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને દર્દરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ , પીસેલા મસાલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, બાફેલા બટાકા મેસ કરી નાખો અને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણી સેવ, કસૂરી મેથી મસળી ને નાખો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, આંબલી ખજૂર નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ત્યારબાદ હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ રોટલી જેમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ રોટલી ના વચ્ચેથી બે ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ ની કાપેલી સાઈડ પર તૈયાર કરેલ સ્ટફિંગ ને લાંબી લાઈન માં મૂકો અને બીજી બધી બાજુ પાણી વાળો બ્રશ કે આંગળી લાગવી સ્ટફિંગ મુકેલ એની બને બાજુ ને અંદર ની સાઈડ ફોલ્ડ કરી એ બાજુથી ટાઈટ ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો.
આમ બધા જ લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ મૂકી રોલ બનાવતા જાઓ. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લેવા. હવે ચાકુથી વચ્ચે થી કાપી અને કે સાઈડ પેક છે એ બાજુથી પણ કાપી ને કટકા કરી લ્યો.
હવે એક વાટકા માં લીલા ધાણા. ચાર્ટ મસાલો અને સેવ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોસ લઈ મૂકો. હવે કાપેલા રોલ ને બને બાજુ ને પહેલા સોસ માં ડીપ કરી ત્યાર બાદ સેવ ધાણા માં બોળી લ્યો. આમ એક એક કરી બધા રોલ ને ડીપ કરી તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કલી.
Kothmir kali recipe notes
- અહીં તમે મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો તમને રોલ ના બનાવવા હોય તો બે એક સાઇઝ ની રોટલી બનાવી લઈ એક રોટલી પર સ્ટફિંગ નું પાતળું પળ લગાવી એના પર બીજી રોટલી મૂકી હલકા હાથે થોડી વણી લઈ એના ચોરસ કાપી કટકા કરી લ્યો મેંદા ની સલરી માં બોડી તરી લ્યો અથવા તવી પર શેકી લ્યો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કોથમીર કલી બનાવવાની રીત
Kothmir kali banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 મિક્સર
Ingredients
લોટ બાંધવા ની સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- ¼ ચમચી અજમો
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- ¼ ચમચી હિંગ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 બાફેલા બટાકા
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1 કપ સેવ
- ½ ચમચી કસૂરી મેથી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 1-2 ચમચી ખજૂર આંબલી નો પલ્પ
- 2 ચમચી આખા ધાણા
- 1 ચમચી જીરું
- 1 ચમચી વરિયાળી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- ટમેટા સોસ જરૂર મુજબ
- સેવ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Instructions
Kothmir kali banavani rit
- કોથમીર કલી બનાવવા સૌપ્રથમ ઉપર નું પળ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટ માં ચાળી ને લેશું એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
- હવે સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને દર્દરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ , પીસેલા મસાલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, બાફેલા બટાકા મેસ કરી નાખો અને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણી સેવ, કસૂરી મેથી મસળી ને નાખો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, આંબલી ખજૂર નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
- ત્યારબાદ હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ રોટલી જેમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ રોટલી ના વચ્ચેથી બે ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ ની કાપેલી સાઈડ પર તૈયાર કરેલ સ્ટફિંગ ને લાંબી લાઈન માં મૂકો અને બીજી બધી બાજુ પાણી વાળો બ્રશ કે આંગળી લાગવી સ્ટફિંગ મુકેલ એની બને બાજુ ને અંદર ની સાઈડ ફોલ્ડ કરી એ બાજુથી ટાઈટ ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો.
- આમ બધા જ લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ મૂકી રોલ બનાવતા જાઓ. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લેવા. હવે ચાકુથી વચ્ચે થી કાપી અને કે સાઈડ પેક છે એ બાજુથી પણ કાપી ને કટકા કરી લ્યો.
- હવે એક વાટકા માં લીલા ધાણા. ચાર્ટ મસાલો અને સેવ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોસ લઈ મૂકો. હવે કાપેલા રોલ ને બને બાજુ ને પહેલા સોસ માં ડીપ કરી ત્યાર બાદ સેવ ધાણા માં બોળી લ્યો. આમ એક એક કરી બધા રોલ ને ડીપ કરી તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કલી.
Kothmir kali recipe notes
- અહીં તમે મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો તમને રોલ ના બનાવવા હોય તો બે એક સાઇઝ ની રોટલી બનાવી લઈ એક રોટલી પર સ્ટફિંગ નું પાતળું પળ લગાવી એના પર બીજી રોટલી મૂકી હલકા હાથે થોડી વણી લઈ એના ચોરસ કાપી કટકા કરી લ્યો મેંદા ની સલરી માં બોડી તરી લ્યો અથવા તવી પર શેકી લ્યો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila vatana ni sandwich banavani recipe | લીલા વટાણા ની સેન્ડવિચ બનાવવાની રેસીપી
Fara roti banavani rit | ફરા રોટી બનાવવાની રીત
Indori poha banavani rit recipe | ઇન્દોરી પૌવા બનાવવાની રીત