નમસ્તે આ પેનકેક ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા પણ એટલા સરળ છે અને ઘર માં રહેલ શાકભાજી માંથી તમેને પસંદ હોય એમાંથી કે પછી હેલ્થ માટે સારા હોય પણ તમને પસંદ ના હોય એમાંથી પણ બનાવી ને તૈયાર કરી શકો છો અને એક વખત ટેસ્ટ કર્યા પછી વારમ વાર બનાવી ને તૈયાર કરશો. તો ચાલો આજ આપણે કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત – Korean Vegetable Pancake banavani rit શીખીએ.
કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ ½ કપ
- ચોખાનો લોટ ¼ કપ
- કોર્ન ફ્લોર 1-2 ચમચી
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- ઝીણી ને લાંબી સુધારેલ પાનકોબી ½ -1 કપ
- ઝીણી સુધારેલી પાલક 1 કપ
- પીળા કેપ્સીકમ ¼ કપ
- લાલ કેપ્સીકમ ¼ કપ
- મશરૂમ 2-3 સુધારેલ ( ઓપ્શનલ છે હોય તો નાખવા )
- પરપલ પાનકોબી ¼ કપ (ઓપ્શનલ છે હોય તો નાખવી )
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- છીણેલું ગાજર ½ કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- મરી પાઉડર 1 ચમચી
- સફેદ તલ 3-4 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત
કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા સૌપ્રથમ તમારી પસંદ મુજબ ના શાકભાજી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એક એક ને ચાકુથી ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે એક વાસણમાં ચારણી થી ચાળી ને મેંદા નો લોટ, ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો
હવે એક વાસણમાં સુધારેલ પાનકોબી, પરપલ પાનકોબી, મશરૂમ, પાલક, કેપ્સીકમ , ડુંગળી, ગાજર, લીલા મરચા સુધારેલા નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સોયા સોસ અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
મિક્સ કરેલ શાક માં ચાળી ને રાખેલ લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ નું પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર તવી / પેન ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી એક થી દોઢ કડછી મિશ્રણ ની નાખી ફેલાવી લ્યો અને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,
ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ બીજા પેનકેક પણ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો કોરિયન વેજિટેબલ પેનકેક.
Korean Vegetable Pancake notes
- મેંદા ના લોટ નું જગ્યાએ તમે મલ્ટી ગ્રેન લોટ કે પછી ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
Korean Vegetable Pancake banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Korean Vegetable Pancake recipe
કોરિયન વેજિટેબલ પેનકેક | Korean Vegetable Pancake
Equipment
- 1 પેન/ તવી
Ingredients
કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ મેંદા નો લોટ
- ¼ કપ ચોખાનો લોટ
- 1-2 ચમચી કોર્ન ફ્લોર
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- 1½ કપ ઝીણી ને લાંબી સુધારેલ પાનકોબી
- 1 કપ ઝીણી સુધારેલી પાલક
- ¼ કપ પીળા કેપ્સીકમ
- ¼ કપ લાલ કેપ્સીકમ
- 2-3 મશરૂમ સુધારેલ ( ઓપ્શનલ છે હોય તો નાખવા )
- ¼ કપ પરપલ પાનકોબી (ઓપ્શનલ છે હોય તો નાખવી )
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કપ છીણેલું ગાજર
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી મરી પાઉડર
- 3-4 ચમચી સફેદ તલ
- 1 ચમચી સોયા સોસ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત
- કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા સૌપ્રથમ તમારીપસંદ મુજબ ના શાકભાજી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એક એક ને ચાકુથી ઝીણા ઝીણા સુધારીલ્યો. હવે એક વાસણમાં ચારણી થી ચાળી ને મેંદા નો લોટ,ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી નેબરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો
- હવે એક વાસણમાં સુધારેલ પાનકોબી,પરપલ પાનકોબી, મશરૂમ, પાલક,કેપ્સીકમ , ડુંગળી, ગાજર,લીલા મરચા સુધારેલા નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સોયા સોસ અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરીલ્યો.
- મિક્સ કરેલ શાક માં ચાળી ને રાખેલ લોટ નાખોઅને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ નું પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયારકરી લ્યો.તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર તવી/ પેન ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાંએક ચમચી તેલ નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી એક થી દોઢ કડછી મિશ્રણ ની નાખીફેલાવી લ્યો અને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,
- ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકીલ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ બીજા પેનકેક પણ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથેસર્વ કરો કોરિયન વેજિટેબલ પેનકેક.
Korean Vegetable Pancake notes
- મેંદા ના લોટ નું જગ્યાએ તમે મલ્ટી ગ્રેન લોટકે પછી ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Paneer Cheese Cigar roll banavani rit
રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati