નમસ્તે મિત્રો આજે આપણે Khato lot – ખાટો લોટ બનાવવાની રીત શીખીશું. જેને ઘણા લોકો બેસન નું ખીચું પણ કહે છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હલકી ફુલકી ભૂખ ને શાંત કરવા માટે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે.
Ingredients list
- બેસન 1 કપ
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- છાસ 1 કપ
- પાણી ½ કપ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- આચાર મસાલો જરૂર મુજબ
Khato lot banavani rit
ખાટો લોટ બનાવવા સૌપ્રથમ બેસન ને ચારણી થી ચાળી ને એક બાજુ મૂકો. હવે અડધો ઇંચ આદુ અને ત્રણ ચાર મરચા ને ખંડણી માં નાખી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને ઝીણા ઝીણા સુધારી તૈયાર કરી લ્યો અને દહી ને ફેટી એમાં પાણી નાખી છાસ બનાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લઈ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. આદુ મરચા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી પાણી નાખો અને સાથે છાસ નાખી બને ને બરોબર મિક્સ કરી ઊકળે ત્યાં સુંધી હલાવતા રહો.
છાસ પાણી ઊકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ બેસન નાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. બેસન બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ફરી એક વખત મિક્સ કરી લ્યો અને તૈયાર લોટ ગરમ ગરમ સર્વ કરો અને ઉપર થી સીંગતેલ / તેલ, આચાર મસાલો છાંટી મજા લ્યો ખાટો લોટ.
Khato lot recipe notes
- તીખાશ તમારી પસંદ મુજબ લીલા મરચા વધુ ઓછા કરી શકો છો.
- અહી જો તમે લસણ ખાતા હો તો લીલું લસણ પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ખાટો લોટ બનાવવાની રીત
Khato lot banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 1 કપ બેસન
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ½ ચમચી હળદર
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ છાસ
- ½ કપ પાણી
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- આચાર મસાલો જરૂર મુજબ
Instructions
Khato lot banavani rit
- ખાટો લોટ બનાવવા સૌપ્રથમ બેસન ને ચારણી થી ચાળી ને એક બાજુ મૂકો. હવે અડધો ઇંચ આદુ અને ત્રણ ચાર મરચા ને ખંડણી માં નાખી ફૂટી પેસ્ટ બનાવી લ્યો અને લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ ને ઝીણા ઝીણા સુધારી તૈયાર કરી લ્યો અને દહી ને ફેટી એમાં પાણી નાખી છાસ બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લઈ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. આદુ મરચા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી પાણી નાખો અને સાથે છાસ નાખી બને ને બરોબર મિક્સ કરી ઊકળે ત્યાં સુંધી હલાવતા રહો.
- છાસ પાણી ઊકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ બેસન નાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. બેસન બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને ફરી એક વખત મિક્સ કરી લ્યો અને તૈયાર લોટ ગરમ ગરમ સર્વ કરો અને ઉપર થી સીંગતેલ / તેલ, આચાર મસાલો છાંટી મજા લ્યો ખાટો લોટ.
Khato lot recipe notes
- તીખાશ તમારી પસંદ મુજબ લીલા મરચા વધુ ઓછા કરી શકો છો.
- અહી જો તમે લસણ ખાતા હો તો લીલું લસણ પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Vatana muthiya nu shaak | વટાણા મુઠીયા નું શાક
Mula daal nu shaak banavani recipe | મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી
aadu lasan nu athanu banavani rit | આદુ લસણ નું અથાણું બનાવવાની રીત
Ragi ni rotli banavani rit | રાગી ની રોટલી બનાવવાની રીત
Gujarati undhiyu banavani recipe | ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી
bharela shimla marcha nu shaak banavani rit | ભરેલા શિમલા મરચા નું શાક બનાવવાની રીત
Mix vegetable daal banavani rit | મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત