નમસ્તે મિત્રો આજે ઘણા લોકો ને મુજ્વતો પ્રશ્ન કચોરી કેવી રીતે બનાવાય ? – કચોરી કેવી રીતે બનાવવાની અને ઘણા લોકો કચોરી બનાવતા શીખવાડો ની રીક્વેસ્ટ કરે છે તો આપણે નિરાકરણ કરીશું ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી શીખીશું . કચોરી આમ તો રાજસ્થાનની વધારે પ્રખ્યાત છે પરંતુ હવે રાજસ્થાન સિવાય બીજા રાજ્યોમાં પણ કચોરી ખાવાના શોખીનો ઘણા વધી ગયા છે આજકાલ અલગ અલગ પ્રકારની ઘણી કચોરી બજારમાં મળતી હોય છે જેમકે સુકી કચોરી, ડુંગળી વાળી કચોરી, બટાકા વાળી કચોરી ,મીઠી કચોરી , મગની દાળની કચોરી . આજે આપણે ટ્રેડિશનલ મગદાળની ખસતા કચોરી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોઈશું, khasta kachori banavani rit gujarati ma, khasta kachori recipe in gujarati.
ખસ્તા કચોરી બનાવવા જરૂરી સામગ્રી
તરવા માટે તેલ
કચોરી નો લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી
- ¼ કપ પિગડેલું ઘી
- ½ ચમચી અજમો
- 2 કપ મેંદો નો લોટ
- ½ ચમચી મીઠું
- જરૂર મુજબ પાણી
કચોરી નું પુરણ બનાવવા માટે જરૂરી સામગ્રી
- ½ કપ 2-3 કલાક પલાળેલી ફોતરા વગરની મગ દાળ
- બેસન 4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણજીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- આખા સૂકા ધાણા 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ખાંડ પીસેલી 1 ½ ચમચી
- કસુરી મેથી ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 3-4 ચમચી
khasta kachori banavani rit gujarati ma
કચોરી નો લોટ બાંધવા ની રીત
ખસતા કચોરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું ને હાથ વડે મસડેલ અજમો ઉમેરો , ત્યાર બાદ તેમાં પીગળેલું ઘી નાખી બંને હાથ વડે બરોબર મસળીને ઘી અને મેદાની મિક્સ કરી લ્યો
મેંદો ને ઘી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ હાથ વડે મૂઠી વારી લીધા બાદ લોટ છૂટો ન પડે એટલું હોય તો બરોબર નહિતર થોડું ઘી નાખી મસળી લેવો
ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટને ચાર પાંચ મિનિટ હાથ વડે મસળો ત્યાર બાદ ભીનું કપડું નિતારી તેના પર ઢાંકી એક બાજુ મૂકી દો
કચોરી નું પુરણ બનાવવાની રીત | કચોરી નો મસાલો બનાવવાની રીત
પલાળેલી મગ દાળ નું બધુ પાણી નિતારી ને મિક્સરમાં અધ્ધ કચરી પીસી લેવી , સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ ઉમેરો
ત્યારબાદ તેમાં આખા ધાણા ,વરીયાળી નાખી શેકો, ત્યારબાદ તેમાં બેસન નાખી શેકો , બેસન શેકાવા ની સુગંધ આવે એટલે તેમાં લાલ મરચાનો ભૂકો, મરી પાઉડર, ધાણા-જીરુનો ભૂકો, ગરમ મસાલો, સંચળ નાખી બધા મસાલા શેકી લો
ત્યારબાદ પીસેલી મગદાળ નાખી બરોબર મિક્સ કરો , હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખો, કસૂરી મેથી ને હાથમાં મસળી નાખી દેવી
ત્યારબાદ હિંગને પાણીમાં પલાળી એ પાણી નાખો ,ત્યારબાદ તેમાં આમચૂર પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો
તૈયાર મસાલા ની બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા મૂકો પુરાણ બરોબર ઠંડુ થઈ જવા દેવું , ત્યારબાદ બાંધેલા લોટને ફરીથી ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળી જે સાઈઝ ની કચોરી બનાવી હોય એ સાઈઝના લુવા બનાવી લો
હવે એક એક લુવા ને આંગળીઓ વડે ફેલાવતા જઈ પુરી આકારનું બનાવી લો એ વાત ધ્યાન રાખવી કે પુરી વચ્ચે થી ઓછી પાતળી કરવી , હવે તૈયાર પુરીમાં તૈયાર કરેલો પૂરણ મૂકી લોટને બધી બાજુથી બરોબર પેક થાય તે રીતે પેક કરી પોટલી બનાવી લેવી
ત્યારબાદ પોટલી ને હથેળી વચ્ચે દબાવી ચપટી કરી લો, આમ બધી જ કચોરીઓ તૈયાર કરી લો , ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો, તેલ નવશેકુ ગરમ થાય એટલે તેમાં એક એક કરી કચોરી નાખી દયો
કચેરીઓ ને ધીમા તાપે તરવા દેવી ને વારે વારે ના અડવી, કચોરી તરી ને ઉપર આવે એટલે તેને ઉથલાવી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
તૈયાર કચેરીઓ ને આંબલીની ચટણી, લીલી ચટણી, સેવ, ડુંગળી સાથે ગરમાગરમ પીરસો
NOTES
- જો કચોરીનો પુરણ ડ્રાય અને તેલ વાળુ બનાવેલું હશે તો તૈયાર કરેલી કસોટીઓ ઘણો લાંબા સમય સુધી પણ રાખી શકશો
- તેલ ફૂલ તાપ ના રાખવું નહિતર કચોરી ખસતા નહિ બને
- જો ખાંડ ના નાખવી હોય તો ના નાખવી
ખસ્તા કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Manpasand ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
khasta kachori recipe in gujarati.
ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati
Equipment
- કડાઈ
Ingredients
ખસ્તા કચોરી બનાવવા જરૂરી સામગ્રી
- તરવામાટે તેલ
કચોરી નો લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી
- ¼ કપ પિગડેલું ઘી
- ½ ચમચી અજમો
- 2 કપ મેંદો નો લોટ
- ½ ચમચી મીઠું
- જરૂર મુજબ પાણી
કચોરી નું પુરણ બનાવવા માટે જરૂરી સામગ્રી
- ½ કપ 2-3 કલાક પલાળેલી ફોતરા વગરની મગ દાળ
- બેસન 4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણજી રુંપાઉડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- આખા સૂકા ધાણા 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ખાંડ પીસેલી 1 ½ ચમચી
- કસુરી મેથી ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 3-4 ચમચી
Instructions
ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati
- કચોરી બનાવવા આપને નીચેના સ્ટેપ્સ ને ફોલો કરશું
કચોરી નો લોટ બાંધવા ની રીત
- ખસતા કચોરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું ને હાથ વડે મસડેલ અજમો ઉમેરો
- ત્યાર બાદ તેમાં પીગળેલું ઘી નાખી બંને હાથ વડે બરોબર મસળીને ઘી અને મેદાની મિક્સ કરી લ્યો
- મેંદો ને ઘી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ હાથ વડે મૂઠી વારી લીધા બાદ લોટ છૂટો ન પડે એટલું હોય તો બરોબર નહિતર થોડું ઘી નાખી મસળી લેવો
- ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો
- બાંધેલા લોટને ચાર પાંચ મિનિટ હાથ વડે મસળો ત્યાર બાદ ભીનું કપડું નિતારી તેના પર ઢાંકી એક બાજુ મૂકી દો
કચોરી નું પુરણ બનાવવાની રીત | કચોરી નો મસાલો બનાવવાની રીત
- પલાળેલી મગ દાળ નું બધુ પાણી નિતારી ને મિક્સરમાં અધ્ધ કચરી પીસી લેવી
- સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ ઉમેરો
- ત્યારબાદ તેમાં આખા ધાણા ,વરીયાળી નાખી શેકો
- ત્યારબાદ તેમાં બેસન નાખી શેકો
- બેસન શેકાવા ની સુગંધ આવે એટલે તેમાં લાલ મરચાનો ભૂકો, મરી પાઉડર, ધાણા-જીરુનો ભૂકો, ગરમ મસાલો, સંચળ નાખી બધા મસાલા શેકી લો
- ત્યારબાદ પીસેલી મગદાળ નાખી બરોબર મિક્સ કરો
- હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખો, કસૂરી મેથી ને હાથમાં મસળી નાખી દેવી
- ત્યારબાદ હિંગને પાણીમાં પલાળી એ પાણી નાખો
- ત્યારબાદ તેમાં આમચૂર પાવડર, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો
- તૈયાર મસાલા ની બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા મૂકો પુરાણ બરોબર ઠંડુ થઈ જવા દેવું
કચોરી બનાવવાની રીત | kachori banavani rit
- ત્યારબાદ બાંધેલા લોટને ફરીથી ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળી જે સાઈઝ ની કચોરી બનાવી હોય એ સાઈઝના લુવા બનાવી લો
- હવે એક એક લુવા ને આંગળીઓ વડે ફેલાવતા જઈ પુરી આકારનું બનાવી લો એ વાત ધ્યાન રાખવી કે પુરી વચ્ચે થી ઓછી પાતળી કરવી
- હવે તૈયાર પુરીમાં તૈયાર કરેલો પૂરણ મૂકી લોટને બધી બાજુથી બરોબર પેક થાય તે રીતે પેક કરી પોટલી બનાવી લેવી
- ત્યારબાદ પોટલી ને હથેળી વચ્ચે દબાવી ચપટી કરી લો
- આમ બધી જ કચોરીઓ તૈયાર કરી લો
- ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો
- તેલ નવશેકુ ગરમ થાય એટલે તેમાં એક એક કરી કચોરી નાખી દયો
- કચેરીઓ ને ધીમા તાપે તરવા દેવી ને વારે વારે ના અડવી
- કચોરી તરી ને ઉપર આવે એટલે તેને ઉથલાવી નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
- તૈયાર કચેરીઓ ને આંબલીની ચટણી, લીલી ચટણી, સેવ, ડુંગળી સાથે ગરમાગરમ પીરસો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati