નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ખારા પુડલા બનાવવાની રીત, પુડલા ને ઘણા લોકો ચિલ્લા તરીકે પણ ઓળખતા હોય છે અલગ-અલગ રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખાતા હોય છે. પુડલા બે પ્રકારના બનતા હોય છે ખરા પુડલા અને મીઠા પુડલા. ચોમાસાની ઋતુ આવતા જ ગુજરાતીઓના ઘરમાં સવારના કે સાંજના નાસ્તામાં પુડલા બનતા હોય છે અને વધારે પડતા ખારા અને મીઠા બંને એકસાથે બનતા હોય છે જે ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી હોય છે આપણે આજે ખારા પુડલા બનાવશો જે બેસન માંથી બને છે અને મીઠા પુડલા છે ઘઉંના લોટ માંથી બને છે પહેલાના સમયમાં પુડલા બનાવવા અને એને ઉથલાવવા ઘણું ડિફિકલ્ટ કામ ગણાતું પરંતુ હાલ નોન સ્ટીક તવી ના કારણે ઉથલાવવા એકદમ સરળ હોય છે તો ચાલો આજે બનાવતા શીખો ખારા પુડલા, khara pudla recipe in gujarati,khara pudla banavani rit gujarati ma,khara pudla banavani recipe
ખારા પુડલા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 કપ
- ડુંગળી જીની સુધારેલ ½ કપ
- ટામેટા જીના સુધારેલા ½ કપ
- કેપ્સીકમ છીણેલું ½ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- 1-2 લીલા મરચા જીના સુધારેલ
- આદુ છીણેલું 1 ચમચી
- અજમો 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ½ લીંબુ નો રસ
- શેકવા માટે તેલ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
Khara pudla recipe in Gujarati
ખારા પુડલા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં એક કપ બેસન લ્યો , તેમાં અજમો, હળદર,છીણેલું આદું, સુધારેલ ડુંગરી ,ટમેટા , કેપ્સિકમ, ધાણા, મીઠું નાખી બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને તેલ નાખી મિક્સ કરો ,હવે તેમાં થોડું પાણી ઉમેરી જઈ મીડીયમ પાતળું મિશ્રણ તૈયાર કરો (આ મિશ્રણ તૈયાર કરવા આશરે 1 કપ જેટલું પાણી ની જરૂર પડે છે)
તૈયાર મિશ્રણને દસથી પંદર મિનિટ ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો ,હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ મૂકો તેમાં તેલ લગાડી દયો અને ગેસનો તાપ સાવ ધીમો કરી કડછી વડે કે વાટકી વડે મિશ્રણ તવી પર નાખી બરોબર ફેલાવી ને પાતળો પુડલા કરી નાખો
હવે મિશ્રણની ધીમે તાપે ચડવા દો ,ઉપરની બાજુ બિલકુલ ચડી જાય એટલે તેના પર બ્રશ વડે તેલ લગાડી તેને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લો , આમ બધાજ પુડલા એક એક કરીને ધીમે તાપે બનાવી લો , આ પુડલાને લીલી ચટણી સાથે પીરસી શકાય છે
khara pudla banavani rit notes
- નોન સ્ટીક તવી માં બનાવતા હોય તેલ ન નાખો તો પણ ચાલે
ખારા પુડલા બનાવવાની રીત | Khara pudla banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
khara pudla banavani recipe
ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit
Equipment
- 1 નોન સ્ટીક તવી
Ingredients
ખારા પુડલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બેસન1
- ½ કપ ડુંગળી જીણી સુધારેલ
- ½ કપ ટામેટા જીણા સુધારેલા
- ½ કપ કેપ્સીકમ છીણેલું
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 જીણા સુધારેલ લીલા મરચા
- 1 ચમચી આદુ છીણેલું 1
- 1 ચમચી અજમો
- ¼ ચમચી હળદર
- ½ લીંબુ નો રસ
- શેકવા માટે તેલ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
Instructions
ખારા પુડલા બનાવવાની રીત – khara pudla recipe in gujarati – khara pudla banavani rit
- ખારા પુડલા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં એક કપ બેસન લ્યો
- તેમાં અજમો, હળદર,છીણેલું આદું, સુધારેલ ડુંગરી ,ટમેટા , કેપ્સિકમ, ધાણા,મીઠું નાખી બરાબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને તેલ નાખી મિક્સ કરો
- હવે તેમાં થોડું પાણી ઉમેરી જઈ મીડીયમ પાતળું મિશ્રણ તૈયાર કરો (આ મિશ્રણ તૈયાર કરવા આશરે1 કપ જેટલું પાણી ની જરૂર પડે છે)
- તૈયાર મિશ્રણને દસથી પંદર મિનિટ ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો
- હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ મૂકો તેમાંતેલ લગાડી દયો અને ગેસનો તાપ સાવ ધીમો કરી કડછી વડે કે વાટકી વડે મિશ્રણ તવી પર નાખી બરોબર ફેલાવી ને પાતળો પુડલા કરી નાખો
- હવે મિશ્રણની ધીમે તાપે ચડવા દો ,ઉપરની બાજુ બિલકુલ ચડી જાય એટલેતેના પર બ્રશ વડે તેલ લગાડી તેને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લો
- આમ બધાજ પુડલા એક એક કરીને ધીમે તાપે બનાવીલો , આ પુડલાને લીલી ચટણી સાથે પીરસી શકાય છે
khara pudla banavani rit notes
- નોન સ્ટીક તવી માં બનાવતા હોય તેલ ન નાખો તો પણ ચાલે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe