આજે શિયાળા માં વસાણા ખાઈ બધા તંદુરસ્ત થવા માંગતા હોય છે એટલે શિયાળો ચાલુ થતાં જ બધા વિવિધ પ્રકારના વસાણા યુક્ત મીઠાઈઓ અને વાનગીઓ ઘરે અથવા બજાર માંથી લઈ ખાતા હોય છે એવી જ એક વાનગી આજ આપણે ઘરે Khajur vali Gundar ni ped – ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવતા શીખીશું જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.
Ingredients list
- ઘી 3-4 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- ખજૂર 200 ગ્રામ
- બાવડીયો ગુંદ 50 ગ્રામ
- સૂકા નારિયળ નું છીણ 100 ગ્રામ
- કાજુ 50 ગ્રામ
- બદામ 50 ગ્રામ
- અખરોટ 50 ગ્રામ
- તરબૂચ ના બીજ 25 ગ્રામ
- સૂંઠ પાઉડર 1 ચમચી
- ગંઠોડા પાઉડર 1 ચમચી
- ખસખસ 1 ચમચી
- એલચી નો પાઉડર ½ ચમચી
- જાયફળ નો પાઉડર ½ ચમચી
ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવવાની રીત
ગુંદર ની પેંદ બનાવવા સૌપ્રથમ ગેસ બાવળ નો ગૂંદ ને સાફ કરી મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ, અખરોટ. બદામ અને મગતરી ના બીજ નાખી પ્લસ મોડ માં દરદરો પાઉડર બનાવી લ્યો.
હવે ખજૂર ને એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી લઈ ખજૂર ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે ખજૂર ને સાફ કરી લીધા બાદ પાણી માંથી કપડા માં કાઢી ને લ્યો અને એક એક ખજૂર માંથી ઠરિયા કાઢી અલગ કરી લ્યો અને મિક્સર જાર માં પીસી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ગુંદ નાખી ગુંદ ને બરોબર શેકી ને ચડાવી લ્યો. ગુંદ બરોબર ચડી ને બ્રાઉન થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહો અને દૂધ ફાટી જાય એટલે હલાવતા રહો અને પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહો.
પાણી બરી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખો , નારિયળ નું છીણ , સૂંઠ પાઉડર, પીપળી પાઉડર, ખસખસ, જાયફળ નો પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ પીસી રાખેલ ખજૂર નાખી મિક્સ કરી લેવો.
ખજૂર બધી સામગ્રી સાથે બરોબર મિક્સ થઈ જાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો અને બિલકુલ ઠંડુ થાય એટલે બરણી માં ભરી ને બહાર દસ પંદર દિવસ અને ફ્રીઝ માં મહિના સુધી મૂકી ખાઈ શકાય છે તો તૈયાર છે ગુંદર ની પેંદ.
Recipe notes
- બાવળ નો ગુંદ નાના મોટા બધા ખાઈ શકે છે એટલે એ વાપરશો તો બનાવેલી ગુંદર ની પેંદ ઘરના બધા સભ્યો ખાઈ શકશે.
- ખજૂર ની સાથે અંજીર પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Khajur vali Gundar ni ped banavani rit
Khajur vali Gundar ni ped banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 3-4 ચમચી ઘી
- 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
- 200 ગ્રામ ખજૂર
- 50 ગ્રામ બાવડીયો ગુંદ
- 100 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
- 50 ગ્રામ કાજુ
- 50 ગ્રામ બદામ
- 50 ગ્રામ અખરોટ
- 25 ગ્રામ તરબૂચ ના બીજ
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી ગંઠોડા પાઉડર
- 1 ચમચી ખસખસ
- ½ ચમચી એલચી નો પાઉડર
- ½ ચમચી જાયફળ નો પાઉડર
Instructions
Khajur vali Gundar ni ped banavani rit
- ગુંદર ની પેંદ બનાવવા સૌપ્રથમ ગેસ બાવળ નો ગૂંદ ને સાફ કરી મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ, અખરોટ. બદામ અને મગતરી ના બીજ નાખી પ્લસ મોડ માં દરદરો પાઉડર બનાવી લ્યો.
- હવે ખજૂર ને એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી લઈ ખજૂર ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે ખજૂર ને સાફ કરી લીધા બાદ પાણી માંથી કપડા માં કાઢી ને લ્યો અને એક એક ખજૂર માંથી ઠરિયા કાઢી અલગ કરી લ્યો અને મિક્સર જાર માં પીસી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ગુંદ નાખી ગુંદ ને બરોબર શેકી ને ચડાવી લ્યો. ગુંદ બરોબર ચડી ને બ્રાઉન થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહો અને દૂધ ફાટી જાય એટલે હલાવતા રહો અને પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહો.
- પાણી બરી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખો , નારિયળ નું છીણ , સૂંઠ પાઉડર, પીપળી પાઉડર, ખસખસ, જાયફળ નો પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ પીસી રાખેલ ખજૂર નાખી મિક્સ કરી લેવો.
- ખજૂર બધી સામગ્રી સાથે બરોબર મિક્સ થઈ જાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો અને બિલકુલ ઠંડુ થાય એટલે બરણી માં ભરી ને બહાર દસ પંદર દિવસ અને ફ્રીઝ માં મહિના સુધી મૂકી ખાઈ શકાય છે તો તૈયાર છે ગુંદર ની પેંદ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
હેલ્થી માયોનીઝ બનાવવાની રીત | Healthy mayonnaise banavani rit
સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit
ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit
અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit