આ મુખવાસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. આ મુખવાસ મોઢા ના સ્વાદ ની સાથે શરીર ને પણ તંદુરસ્ત રાખે છે તેમજ નાના મોટા બધા ને ખૂબ પસંદ આવે છે તો ચાલો Khajur no mukhvas – ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ.
INGREDIENTS
- ખજૂર 300 ગ્રામ
- જીરું 3 ચમચી
- વરિયાળી 2ચમચી
- અજમો 1 ચમચી
- મીઠું 1 ચમચી
- સૂંઠ પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
Khajur no mukhvas banavani recipe
ખજૂર નો મુખવાસ બનાવવા સૌપ્રથમ કોરા હોય એવા હોય એવા ખજૂર ની ટોપી કાઢી અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બે ભાગ કરી એમાંથી ઠળીયા ને અલગ કરી લાંબી લાંબી અને મીડીયમ જાડા કટકા કરી લ્યો તૈયાર કટકા ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહી શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં અજમો નાખી એને પણ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે મિક્સર જાર નું ઢાંકણ ખોલી એમાં સૂંઠ પાઉડર, મીઠું, સંચળ, આમચૂર પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, પીસેલી ખાંડ અને હિંગ નાખી ઢાંકણ બંધ કરી ફરી એક વખત મિક્સર ચાલુ કરી બધી સામગ્રી પીસી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ કટકા કરેલ ખજૂર લ્યો એના પર લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો છાંટો અને એને હાથ થી બરોબર હળવા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મુખવાસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે ખજૂર નો મુખવાસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ખજૂર નો મુખવાસ બનાવવાની રેસીપી

Khajur no mukhvas banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 300 ગ્રામ ખજૂર
- 3 ચમચી જીરું
- 2 ચમચી વરિયાળી
- 1 ચમચી અજમો
- 1 ચમચી મીઠું
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી સંચળ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી પીસેલી ખાંડ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
Khajur no mukhvas banavani recipe
- ખજૂર નો મુખવાસ બનાવવા સૌપ્રથમ કોરા હોય એવા હોય એવા ખજૂર ની ટોપી કાઢી અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બે ભાગ કરી એમાંથી ઠળીયા ને અલગ કરી લાંબી લાંબી અને મીડીયમ જાડા કટકા કરી લ્યો તૈયાર કટકા ને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહી શેકવા ની સુગંધ આવે ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં અજમો નાખી એને પણ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે મિક્સર જાર નું ઢાંકણ ખોલી એમાં સૂંઠ પાઉડર, મીઠું, સંચળ, આમચૂર પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, પીસેલી ખાંડ અને હિંગ નાખી ઢાંકણ બંધ કરી ફરી એક વખત મિક્સર ચાલુ કરી બધી સામગ્રી પીસી મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ કટકા કરેલ ખજૂર લ્યો એના પર લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો છાંટો અને એને હાથ થી બરોબર હળવા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મુખવાસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે ખજૂર નો મુખવાસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kaashmiri dum aloo banavani recipe | કાશ્મીરી દમઆલું બનાવવાની રેસીપી
Karamda nu athanu banavani rit | કરમદા નું અથાણું બનાવવાની રીત
Pineapple Chutney banavani rit | પાઈનેપલ ચટણી
gunda na mor nu shaak banavani rit | ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત