નમસ્તે આજે આપણે કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવાની રીત શીખીશું. આ એક પ્રકારની સૂકી ભાજી છે જે પાનકોબી, ગાજર અને બિન્સ માંથી બનાવવામાં આવે છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો કાંઈ બનાવવાનું ના સુજે તો આ Kerela style mix vegetable thoran બનાવી શકાય છે.
Ingredients list
- છીણેલું લીલું નારિયળ ½ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ + ¼ કપ
- સૂકા લાલ મરચા 1-2
- લીલા મરચા સુધારેલા 3-4
- મરી ½ ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડા ના પાન 15-20
- ઝીણી સુધારેલ બીંસ ½ કપ
- ઝીણા સમારેલા ગાજર ½ કપ
- તેલ 1-2 ચમચી
- ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
- અડદ દાળ ½ ચમચી
- રાઈ ½ ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન ની રેસીપી
કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં લીલું નારિયળ છીણેલું લ્યો એમાં ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી, 1-2 લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા તોડી ને નાખો સાથે મરી, આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી ને પ્લસ મોડ માં પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે બધા શાક ને ધોઇ સાફ કરી સાવ ઝીણા ઝીણા સમારી એક વાસણમાં કાઢી લ્યો અને એમાં પીસી રાખેલ નારિયળ વાળો મસાલો નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ નાખી દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને જીરું નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં ઝીણી સુધારેલી પા કપ ડુંગળી અને લીલા મરચા નાખી ડુંગળી થોડી નરમ પડે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મિક્સ કરેલ મસાલા વાળા શાક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી ચમચા થી મિક્સ કરી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી મજા લ્યો કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન.
Recipe notes
- અહી તમને જો નારિયળ નું તેલ પણ વાપરી શકાય છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kerela style mix vegetable thoran ni recipe
Kerela style mix vegetable thoran ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- ½ કપ છીણેલું લીલું નારિયળ
- ¼ + ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 સૂકા લાલ મરચા
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી મરી
- ½ ચમચી જીરું
- 15-20 મીઠા લીમડા ના પાન
- ½ કપ ઝીણી સુધારેલ બીંસ
- ½ કપ ઝીણા સમારેલા ગાજર
- 1-2 ચમચી તેલ
- ½ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- ½ ચમચી અડદ દાળ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Kerela style mix vegetable thoran
- કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં લીલું નારિયળ છીણેલું લ્યો એમાં ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી, 1-2 લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા તોડી ને નાખો સાથે મરી, આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી ને પ્લસ મોડ માં પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે બધા શાક ને ધોઇ સાફ કરી સાવ ઝીણા ઝીણા સમારી એક વાસણમાં કાઢી લ્યો અને એમાં પીસી રાખેલ નારિયળ વાળો મસાલો નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ નાખી દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં રાઈ અને જીરું નાખી ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આઠ દસ મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં ઝીણી સુધારેલી પા કપ ડુંગળી અને લીલા મરચા નાખી ડુંગળી થોડી નરમ પડે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મિક્સ કરેલ મસાલા વાળા શાક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો વચ્ચે એક બે વખત ઢાંકણ ખોલી ચમચા થી મિક્સ કરી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી મજા લ્યો કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન.
Recipe notes
- અહી તમને જો નારિયળ નું તેલ પણ વાપરી શકાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રાજસ્થાની સ્ટાઈલ ચોરાફરી નું શાક | Rajsthani styale chorafari nu shaak
પાવભાજી બનાવવાની રીત | Pav bhaji banavani rit
લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit