ગરમી સિઝન આવે એટલે કેરી પણ આવે અને કેરી આવે એટલે અથાણાં ની સીઝન પણ આવે એવું કહી શકાય અને અથાણાં તો બધાં ના ઘરમાં બનતા જ હોય છે . તો ચાલે આજે આપડે તડકા છાયા ની ઝંઝટ વગર અને ઈ પણ ખાંડ વાપર્યાં વગર એક વખત તૈયાર કરી અને 12 મહિના સુધી ખાઈ શકીએ એવું katki keri nu athanu – કટકી કેરી નું અથાણું બનાવાતા શીખીશું
katki keri pickle Ingredients
- અથાણાં માટે ની કાચી કેરી 1 કિલો ગ્રામ / રાજા પુરી કેરી
- ગોળ જીણો સમારેલો 700 ગ્રામ
- મીઠું 1.5 ચમચી
- હળદર પાવડર 1 ચમચી
- લાલ મરચું પાવડર 1.5 ચમચી
- તજ નો 1 ટુકડો
- લવિંગ 5-6 નંગ
- એલચી 3 નંગ
- શેકેલું જીરું 1 ચમચી
katki keri nu athanu banavani recipe
કટકી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 1 કિલો જેવી કાચી રાજા પુરી કે પછી અથાણાં માટે ની કાચી કેરી લેશું . અને ત્યાર બાદ તેને સારી રીતે પાણી માં ધોઈ છાલ ઉતારી અને ડ્રાય કરી લીધા બાદ નાના કે મીડીયમ સાઈઝ ના કેરી કટકા કરી અને બાઉલ માં કાઢી લેશું . કેરી ના કટકા તમે તમારી પસંદ મુજબ ના કરી શકો છો.
ત્યાર બાદ કેરી ના ટુકડા કરશું તેમાં છાલ અને ગોટલી કાઢી નાખીશું ત્યાર બાદ તૈયાર કરેલા કટકા નો વજન કરશું અને ગોળ પણ તેટલાં જ પ્રમાણ માં આપડે લેશું. બધી કેરી ના જીણા જીણા કટકા થઈ ગયા બાદ એક બાઉલ માં કાઢી લેશું અને ત્યાર બાદ તેમાં મીઠું ⅕ ચમચી, તમે મીઠું 2 ચમચી પણ લઈ સકો છો પરંતુ ગોળ માં પણ મીઠું હોય છે તેથી ધ્યાન રાખવું કે મીઠું વધી ના જાય ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . વધારે નથી પલાડવાનું માત્ર 5 મિનિટ જેવું પલાડીશું.
હવે 5 મિનિટ થાય ત્યાર સુધી માં આપડે ગોળ ને જીણો સમારી અને તૈયાર કરી લેશું 5 મિનિટ બાદ તૈયાર કરેલ 700 ગ્રામ ગોળ ને કેરી માં નાખી દેશું . કારણકે કેરી નું વજન 700 ગ્રામ છે એટલે ગોળ નું વજન પણ સરખું જ રાખશું. જો તમારે અથાણાં નો રસો થોડો વધારે જોઈતો હોય તો તમે સરખા ભાગ નો ગોળ લેવો નહીંતર તમે ગોળ ઓછો પણ નાખી સકો છો . ખમણેલો ગોળ હસે તો આપડે જે 5 મિનિટ કેરી ને રાખી હતી તેમાંથી પણ પાણી છૂટું થશે જેથી આપડો ગોડ પણ તરત જ ઓગળી જશે.
ત્યાર બાદ ગોળ નાખી ને હાથે થી સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . 5 મિનિટ બાદ ગ્રેવી જેવું ગોળ નું પણ પાણી અને કેરી નું પણ પાણી છૂટું થશે . ગોળ પીગળી જાય એટલે ગેસ પર એક કડાઈ માં તૈયાર મિશ્રણ ને ટ્રાન્સફર કરી અને મીડિયમ તાપે 10-12 મિનિટ જેવું ચડવા દેશું. 10-12 મિનિટ બાદ આપડે કાચી કેરી લીધી છે તે પણ સોફ્ટ થઈ જશે અને તેની સાથે આપડે ગોળ ની 1 તાર ચાસણી પણ કરવાની છે જેથી આપડે આખા વર્ષ સુધી તેને સ્ટોર કરી શકીશું.
હવે 10-12 મિનિટ બાદ ચેક કરી લેશું જો 1 તાર ના થયો હોય તો વધુ 2-3 મિનિટ જેવું ચડાવી 3 મિનિટ બાદ ચેક કરશું નાની ડીશ કે વાટકી માં મિશ્રણ નાખી અને કેરી ને ચમચી વડે કટ કરી જોશું જો કેરી બરાબર કપાઈ જાય તેનો મતલબ કે કેરી ચડી ગઈ છે ત્યાર બાદ ચાસણી ચેક કરવા માટે ડીશ માં થોડો રસો નાખી અને 2 આંગળી વચ્ચે ચેક કરી ને જોઈ લેશું જો એક તાર થાય તો આપડી ચાસણી પણ તૈયાર છે. ગેસ બંધ કરી અને મિશ્રણ ને સાઇડ માં ઠંડું થવા દેશું.
ત્યાર બાદ ખંડણી ઘસતા માં 1 નાનો તજ નો ટુકડો , 3 એલચી , 4-5 લવિંગ લઈ અને અધકચરું ખાંડી લેશું અને ત્યાર બાદ તેમાં જીરું શેકેલું 1 ચમચી નાખી અને ફરીથી થોડું ખાંડી લેશું હવે મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે ખાંડેલા મસાલા તેમાં નાખી અને બરાબર મિક્સ કરી અને એક દમ ઠંડું થવા દેશું.
મિશ્રણ 1 કલાક બાદ ઠંડુ થઈ ગયા પછી 1.5 ચમચી જેવું લાલ મરચું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું . જો ગરમ મિશ્રણ માં લાલ મરચું નાખીશું તો અથાણું કાળુ પડી જશે જેથી અથાણું ઠંડું થઈ ગયા બાદ જ લાલ મરચું પાવડર ઉમેરીશું . તીખાશ તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો . અથાણું તૈયાર થઈ ગયું છે તેને કાંચ ની બરણી માં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો પેક કરી ને ફ્રીઝ માં મૂકી દેશું.
તો તૈયાર છે આપડું 20 મિનિટ માં બની જતું કટકી ગોળ કેરી નું અથાણું જેને તમે થેપલા , પરોઠા કે રોટલી સાથે ખાઈ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કટકી કેરી નું અથાણું બનાવવાની રેસીપી

katki keri nu athanu banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 બાઉલ
Ingredients
katki keri pickle Ingredients
- 1 કિલો ગ્રામ અથાણાં માટે ની કાચી કેરી / રાજા પુરી કેરી
- 700 ગ્રામ ગોળ જીણો સમારેલો
- 1.5 ચમચી મીઠું
- 1 ચમચી હળદર પાવડર
- 1.5 ચમચી લાલ મરચું પાવડર
- 1 તજ નો ટુકડો
- 5-6 નંગ લવિંગ
- 3 નંગ એલચી
- 1 ચમચી શેકેલું જીરું
Instructions
katki keri nu athanu banavani recipe
- કટકી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 1 કિલો જેવી કાચી રાજા પુરી કે પછી અથાણાં માટે ની કાચી કેરી લેશું . અને ત્યાર બાદ તેને સારી રીતે પાણી માં ધોઈ છાલ ઉતારી અને ડ્રાય કરી લીધા બાદ નાના કે મીડીયમ સાઈઝ ના કેરી કટકા કરી અને બાઉલ માં કાઢી લેશું . કેરી ના કટકા તમે તમારી પસંદ મુજબ ના કરી શકો છો.
- ત્યાર બાદ કેરી ના ટુકડા કરશું તેમાં છાલ અને ગોટલી કાઢી નાખીશું ત્યાર બાદ તૈયાર કરેલા કટકા નો વજન કરશું અને ગોળ પણ તેટલાં જ પ્રમાણ માં આપડે લેશું. બધી કેરી ના જીણા જીણા કટકા થઈ ગયા બાદ એક બાઉલ માં કાઢી લેશું અને ત્યાર બાદ તેમાં મીઠું ⅕ ચમચી, તમે મીઠું 2 ચમચી પણ લઈ સકો છો પરંતુ ગોળ માં પણ મીઠું હોય છે તેથી ધ્યાન રાખવું કે મીઠું વધી ના જાય ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . વધારે નથી પલાડવાનું માત્ર 5 મિનિટ જેવું પલાડીશું .
- હવે 5 મિનિટ થાય ત્યાર સુધી માં આપડે ગોળ ને જીણો સમારી અને તૈયાર કરી લેશું 5 મિનિટ બાદ તૈયાર કરેલ 700 ગ્રામ ગોળ ને કેરી માં નાખી દેશું . કારણકે કેરી નું વજન 700 ગ્રામ છે એટલે ગોળ નું વજન પણ સરખું જ રાખશું. જો તમારે અથાણાં નો રસો થોડો વધારે જોઈતો હોય તો તમે સરખા ભાગ નો ગોળ લેવો નહીંતર તમે ગોળ ઓછો પણ નાખી સકો છો . ખમણેલો ગોળ હસે તો આપડે જે 5 મિનિટ કેરી ને રાખી હતી તેમાંથી પણ પાણી છૂટું થશે જેથી આપડો ગોડ પણ તરત જ ઓગળી જશે .
- ત્યાર બાદ ગોળ નાખી ને હાથે થી સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . 5 મિનિટ બાદ ગ્રેવી જેવું ગોળ નું પણ પાણી અને કેરી નું પણ પાણી છૂટું થશે . ગોળ પીગળી જાય એટલે ગેસ પર એક કડાઈ માં તૈયાર મિશ્રણ ને ટ્રાન્સફર કરી અને મીડિયમ તાપે 10-12 મિનિટ જેવું ચડવા દેશું. 10-12 મિનિટ બાદ આપડે કાચી કેરી લીધી છે તે પણ સોફ્ટ થઈ જશે અને તેની સાથે આપડે ગોળ ની 1 તાર ચાસણી પણ કરવાની છે જેથી આપડે આખા વર્ષ સુધી તેને સ્ટોર કરી શકીશું.
- હવે 10-12 મિનિટ બાદ ચેક કરી લેશું જો 1 તાર ના થયો હોય તો વધુ 2-3 મિનિટ જેવું ચડાવી 3 મિનિટ બાદ ચેક કરશું નાની ડીશ કે વાટકી માં મિશ્રણ નાખી અને કેરી ને ચમચી વડે કટ કરી જોશું જો કેરી બરાબર કપાઈ જાય તેનો મતલબ કે કેરી ચડી ગઈ છે ત્યાર બાદ ચાસણી ચેક કરવા માટે ડીશ માં થોડો રસો નાખી અને 2 આંગળી વચ્ચે ચેક કરી ને જોઈ લેશું જો એક તાર થાય તો આપડી ચાસણી પણ તૈયાર છે . ગેસ બંધ કરી અને મિશ્રણ ને સાઇડ માં ઠંડું થવા દેશું .
- ત્યાર બાદ ખંડણી ઘસતા માં 1 નાનો તજ નો ટુકડો , 3 એલચી , 4-5 લવિંગ લઈ અને અધકચરું ખાંડી લેશું અને ત્યાર બાદ તેમાં જીરું શેકેલું 1 ચમચી નાખી અને ફરીથી થોડું ખાંડી લેશું હવે મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે ખાંડેલા મસાલા તેમાં નાખી અને બરાબર મિક્સ કરી અને એક દમ ઠંડું થવા દેશું .
- મિશ્રણ 1 કલાક બાદ ઠંડુ થઈ ગયા પછી 1.5 ચમચી જેવું લાલ મરચું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું . જો ગરમ મિશ્રણ માં લાલ મરચું નાખીશું તો અથાણું કાળુ પડી જશે જેથી અથાણું ઠંડું થઈ ગયા બાદ જ લાલ મરચું પાવડર ઉમેરીશું . તીખાશ તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો . અથાણું તૈયાર થઈ ગયું છે તેને કાંચ ની બરણી માં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો પેક કરી ને ફ્રીઝ માં મૂકી દેશું .
- તો તૈયાર છે આપડું 20 મિનિટ માં બની જતું કટકી ગોળ કેરી નું અથાણું જેને તમે થેપલા , પરોઠા કે રોટલી સાથે ખાઈ શકો છો .
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Makai na lot ni puri banavani recipe | મકાઈ ના લોટની પૂરી બનાવવાની રેસીપી
limbu nu athanu banavani rit | લીંબુ નું અથાણું બનાવવાની રીત
gol keri nu athanu banavani rit | ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત
કેરડા નું અથાણું | kerda nu athanu
methi keri nu athanu | મેથી કેરીનું અથાણું