આ શાક ચોમાસા દરમ્યાન મળતા કંટોલા માંથી બને છે અને આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ એટલુંજ ગુણકારી માનવામાં આવે છે એટલે ચોમાસા દરમ્યાન મળતા કંટોલા નું શાક બે ચાર વખત તો ચોક્કસ બનાવી ને ખાવું જોઈએ. જો તમને કે તમારા ઘરમાં કંટોલા ના પસંદ હોય એમને આ રીતે એક વખત કંટોલા નું ભરેલું શાક બનાવી ખવરવશો તો દર વર્ષ આ Kantola nu bharelu shaak recipe બનાવવાનું કહેશે.
ભરેલું કંટોલા નું શાક ની સામગ્રી
- સીંગદાણા ¼ કપ
- કંટોલા 200 -300 ગ્રામ
- ગાંઠિયા / બેસન ¼ કપ
- સફેદ તલ 3-4 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- હિંગ ⅛ ચમચી
- ગોળ / ખાંડ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Kantola nu bharelu shaak recipe
કંટોલા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ લીલા હોય એવા કાચા કંટોલા ને પાણીમાં બોળી બરોબર ઘસી ઘસીને ને ધોઇ સાફ કરી લ્યો. હવે ચાકુથી ઉપર નીચેથી દાડી તોડી વચ્ચે ઊભો કાપો કરી વચ્ચેથી બીજ અલગ કરતા જાઓ. આમ એક એક કરી બધા કંટોલા ને કાપી લ્યો અને એક બાજુ મૂકો.
હવે મિક્સર જાર માં સીંગદાણા, ગાંઠિયા નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં આદુ, લસણ અને આદુની પેસ્ટ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર લીંબુનો રસ, ખાંડ /ગોળ, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ થોડું થોડું તેલ નાખી ને મસાલો તૈયાર કરી લ્યો.
તૈયાર મસાલા ને કાપા કરેલ કંટોલામાં ભરી લ્યો. આમ એક એક કરી બધા કંટોલા ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લઈ એમાં ભરેલા કંટોલા મૂકતા જાઓ અને ઉપર થોડું મીઠું છાંટી દયો અને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવા દયો.
શાક ચડે ત્યારે બે ચાર મિનિટે વચ્ચે વચ્ચે શાક ને હળવા ચમચાથી હલાવતાં રહો અને શાક ને બધી બાજુથી ચડાવી લ્યો. જો ભરેલા કંટોલા ચડવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ને ચડાવી લ્યો. ચાકુથી ચેક કરી લ્યો કે કંટોલા બરોબર ચડી ગયા છે કે નહિ.
શાક બરોબર ચડી જાય એટલે ઉપરથી બચેલો મસાલો છાંટો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો ભરેલા કંટોલાનું શાક.
Kantola nu bharelu shaak notes
- અહી ગાંઠિયા માં તમે ભાવનગરી, પાપડી કે બીજા કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
- ગાંઠિયા ના હોય તો શેકેલ બેસન પણ વાપરી શકો છો.
- જો તમને મિક્સ ચેવડા માંથી મસાલો બનાવવો હોય તો ચેવડા ને પીસી ને પણ વાપરી શકો છો. ચેવડા ના મસાલા સિવાય જરૂર મસાલા નાખવા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કંટોલા નું ભરેલું શાક બનાવવાની રીત
Kantola nu bharelu shaak recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
કંટોલા નું ભરેલું શાક ની સામગ્રી
- ¼ કપ સીંગદાણા
- 200 -300 ગ્રામ કંટોલા
- ¼ કપ ગાંઠિયા / બેસન
- 3-4 ચમચી સફેદ તલ
- 1-2 ચમચી લીંબુનો રસ
- ⅛ ચમચી હિંગ ⅛ ચમચી
- 1 ચમચી ગોળ / ખાંડ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી આદુ , લસણ અને લીલા મરચા ની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
Instructions
Kantola nu bharelu shaak recipe
- કંટોલા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ લીલા હોય એવા કાચા કંટોલા ને પાણીમાં બોળી બરોબર ઘસી ઘસીને ને ધોઇ સાફ કરી લ્યો. હવે ચાકુથી ઉપર નીચેથી દાડી તોડી વચ્ચે ઊભો કાપો કરી વચ્ચેથી બીજ અલગ કરતા જાઓ. આમ એક એક કરી બધા કંટોલા ને કાપી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે મિક્સર જાર માં સીંગદાણા, ગાંઠિયા નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં આદુ, લસણ અને આદુની પેસ્ટ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર લીંબુનો રસ, ખાંડ /ગોળ, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ થોડું થોડું તેલ નાખી ને મસાલો તૈયાર કરી લ્યો.
- તૈયાર મસાલા ને કાપા કરેલ કંટોલામાં ભરી લ્યો. આમ એક એક કરી બધા કંટોલા ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લઈ એમાં ભરેલા કંટોલા મૂકતા જાઓ અને ઉપર થોડું મીઠું છાંટી દયો અને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવા દયો.
- શાક ચડે ત્યારે બે ચાર મિનિટે વચ્ચે વચ્ચે શાક ને હળવા ચમચાથી હલાવતાં રહો અને શાક ને બધી બાજુથી ચડાવી લ્યો. જો ભરેલા કંટોલા ચડવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ને ચડાવી લ્યો. ચાકુથી ચેક કરી લ્યો કે કંટોલા બરોબર ચડી ગયા છે કે નહિ. શાક બરોબર ચડી જાય એટલે ઉપરથી બચેલો મસાલો છાંટો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો ભરેલા કંટોલાનું શાક.
Kantola nu bharelu shaak notes
- અહી ગાંઠિયા માં તમે ભાવનગરી, પાપડી કે બીજા કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
- ગાંઠિયા ના હોય તો શેકેલ બેસન પણ વાપરી શકો છો.
- જો તમને મિક્સ ચેવડા માંથી મસાલો બનાવવો હોય તો ચેવડા ને પીસી ને પણ વાપરી શકો છો. ચેવડા ના મસાલા સિવાય જરૂર મસાલા નાખવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Kadhi pulao recipe | કઢી પુલાવ બનાવવાની રીત
પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit
મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit
આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit gujarati ma | aloo puri recipe in gujarati