નમસ્તે મિત્રો આજે આપણે કાંજી વડા બનાવવાની રીત – kanji vada banavani rit શીખીશું, If you like the recipe do subscribe Niti’s Cooking YouTube channel on YouTube , કાંજી વડા વધારે પડતાં રાજસ્થાન બાજુ હોળી – દિવાળી પર બનાવવામાં આવે છે અને આ કાંજી વડા પાચનશક્તિ માટે ખૂબ ગુણકારી હોય છે અને આજ કલ તો બજાર માં પણ કાંજી વડા ખાવા મળે છે તો ચાલો આજે આપણે kanji vada recipe in gujarati શીખીએ.
કાંજી વડા ના વડા બનાવવા માટેની સામગ્રી
- અડદ દાળ ½ કપ
- ફોતરા વગરની મગ દાળ ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુનો ટુકડો 1 ઇંચ
- હિંગ 1 ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- વડા તરવા માટે તેલ
કાંજી બનાવવા માટેની સામગ્રી
- સાદું પાણી / નવશેકું પાણી 2-3 લીટર
- હિંગ ¼ ચમચી
- રાઈ ના કુરિયા પીસેલા 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- રાઈ નું તેલ 1 ચમચી
- દહી 2 ચમચી ( ઓપ્શનલ છે )
- સ્વાદ મુજબ મીઠું
- કોલસો / તજ નો ટુકડો 1
- ઘી ¼ ચમચી
- હિંગ 1 ચપટી
કાંજી બનાવવાની રીત
કાંજી બનાવવા સૌપ્રથમ એક માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં નવશેકું પાણી લ્યો હવે એમાં હિંગ, રાઈ ના કુરિયા પીસેલા, લાલ મરચાનો પાઉડર, હળદર, રાઈ નું તેલ, દહી (ઓપ્શનલ છે ) અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ બે થી ત્રણ દિવસ મૂકી દયો
ત્રણ દિવસ પછી કાંજી ના પાણી ને બરોબર હલાવી લ્યો ગેસ પર કોલસો અથવા તજ નો ટુકડા ને ગરમ કરી લ્યો હવે કાંજી માં એક વાટકો મૂકી એમાં ગરમ કરેલ કોલસો અથવા તજ નો ટુકડો મૂકો એના પર પા ચમચી ઘી અને ચપટી હિંગ નાખી કાંજી ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી વાટકો કાઢી લ્યો ને કાંજી ને ફ્રીઝ માં મૂકી દયો
કાંજી વડા ના વડા બનાવવાની રીત
વડા બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ અને ફોતરા વગરની મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો અને બને દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાં બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો
પાણી નીતારેલ દાળ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકદો નાખી દરદરી પીસી લ્યો પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ સાત મિનિટ હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી ફરી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં વડા નું મિશ્રણ હાથ થી કે ચમચી થી નાખી વડા ને તેલ માં નાખી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ઝારા થી વડા ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ચડાવો આમ થોડી થોડી વારે વડા ફેરવી ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો
ત્યાર બાદ વડા કાઢી બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને હવે એક વાસણમાં ગરમ પાણી લ્યો એમાં તરી રાખેલ વડા નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો (જેટલા વડા ખાવા હોય એટલા પલાળવા બાકી ના વડા ને તરી ને ફ્રીઝમાં મૂકી દેવા )
કાંજી વડા બનાવવાની રીત
કાંજી વડા બનાવવા વડા ને પલાળેલા વડા ને હથેળી વડે દબાવી લ્યો અને ત્યાર બાદ વડા ને કાંજી માં નાખી દયો અને સર્વ કરતી વખતે લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો કાંજી વડા
kanji vada recipe notes
- કાંજી ને આથો આવવા માં જો ઠંડુ વાતાવરણ હોય તો ચાર પાંચ દિવસ લાગે ને જો ગરમ વાતાવરણ હોય તો બે દિવસ લાગે છે
- વડા ને સોફ્ટ બનાવવા એના મિશ્રણ ને બરોબર ફેટી ને મિક્સ કરવું
- વડા અને કાંજી ને ફ્રીઝ માં તમે ચાર પાંચ દિવસ સુંધી રાખી શકો છો
- કાંજી ને હમેશા માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં રાખવી
kanji vada banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Niti’s Cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kanji vada recipe in gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada recipe in gujarati | kanji vada banavani rit | kanji vada recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર જાર
- 1 માટીનું વાસણ અથવા કાંચ નું વાસણ
Ingredients
કાંજી બનાવવા માટેની સામગ્રી
- 2-3 લીટર સાદું પાણી / નવશેકું પાણી
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી રાઈના કુરિયા પીસેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી રાઈનું તેલ
- 2 ચમચી દહી ( ઓપ્શનલ છે )
- સ્વાદ મુજબ મીઠું
- 1 કોલસો / તજ નો ટુકડો
- ¼ ચમચી ઘી
- 1 હિંગ
કાંજી વડા ના વડા બનાવવા માટેની સામગ્રી
- ½ કપ અડદ દાળ
- ½ કપ ફોતરા વગરની મગ દાળ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ઇંચ આદુનો ટુકડો
- 1 ચપટી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- વડા તરવા માટે તેલ
Instructions
કાંજી વડા | kanji vada recipe | kanji vada
- સૌપ્રથમ આપણે કાંજી બનાવતા શીખીશું ત્યારબાદ તેના વડા બનાવતા શીખીશું.
કાંજી બનાવવાની રીત
- કાંજી બનાવવા સૌપ્રથમ એક માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં નવશેકું પાણી લ્યો હવે એમાં હિંગ, રાઈ ના કુરિયાપીસેલા, લાલ મરચાનો પાઉડર, હળદર,રાઈ નું તેલ, દહી (ઓપ્શનલ છે ) અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યાએ બેથી ત્રણ દિવસ મૂકી દયો
- ત્રણ દિવસ પછી કાંજી ના પાણી ને બરોબર હલાવી લ્યો ગેસ પર કોલસો અથવા તજ નો ટુકડા ને ગરમ કરી લ્યો હવે કાંજી માં એક વાટકો મૂકી એમાં ગરમ કરેલ કોલસો અથવા તજ નો ટુકડો મૂકો એના પર પા ચમચી ઘી અને ચપટી હિંગ નાખી કાંજી ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી વાટકો કાઢી લ્યો ને કાંજી ને ફ્રીઝ માં મૂકી દયો
વડા બનાવવાની રીત
- વડા બનાવવા સૌપ્રથમ અડદ ની દાળ અને ફોતરા વગરની મગ દાળ ને સાફ કરી એક વાસણમાં લ્યો અનેબને દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાં બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા છ સાત કલાક પલાળી મુકો દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો
- પાણી નીતારેલ દાળ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નો ટુકદો નાખી દરદરી પીસી લ્યો પીસેલી દાળ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ સાત મિનિટ હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલ નાખી ફરી બે મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં વડા નું મિશ્રણ હાથ થી કે ચમચી થી નાખી વડા ને તેલ માં નાખી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ઝારા થી વડા ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ચડાવો આમ થોડી થોડી વારે વડા ફેરવી ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો
- ત્યારબાદ વડા કાઢી બીજા વડા તરવા નાખો આમ બધા વડા તરી લ્યો અને હવે એક વાસણમાં ગરમ પાણી લ્યો એમાં તરી રાખેલ વડા નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો (જેટલા વડા ખાવા હોય એટલા પલાળવા બાકી ના વડા ને તરી ને ફ્રીઝમાં મૂકી દેવા )
કાંજી વડા બનાવવાની રીત
- કાંજી વડા બનાવવા વડા ને પલાળેલા વડા ને હથેળી વડે દબાવી લ્યો અને ત્યાર બાદ વડા ને કાંજીમાં નાખી દયો અને સર્વ કરતી વખતે લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો કાંજી વડા
kanji vada recipe notes
- કાંજીને આથો આવવા માં જો ઠંડુ વાતાવરણ હોય તો ચાર પાંચ દિવસ લાગે ને જો ગરમ વાતાવરણ હોયતો બે દિવસ લાગે છે
- વડાને સોફ્ટ બનાવવા એના મિશ્રણ ને બરોબર ફેટી ને મિક્સ કરવું
- વડા અને કાંજી ને ફ્રીઝ માં તમે ચાર પાંચ દિવસ સુંધી રાખી શકો છો
- કાંજીને હમેશા માટી ના વાસણમાં અથવા તો કાંચ ના વાસણમાં રાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati
તરીને પફ બનાવવાની રીત | Tari ne puff banavani rit gujarati ma
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.