નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી ફેમસ વસાણા થી ભરપુર એવું તલનું કચરિયું બનાવવાની રીત શીખીશું. શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદરપાક, અડદિયા, ખજૂરપાક, કાચલું જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબજ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ કે કાળા તલ માંથી બનતી હોય છે જે વધારે પડતી બજાર માંથી તૈયાર લઈ આવી ખવાતી હોય છે પહેલા ના સમયે તો કચરિયું હાથે થી કચરી ને તૈયાર કરાતું પરંતુ હવે તો મશીન યુગ માં મશીન માં તૈયાર થાય છે તો આજ આપણે એ ખુબ સરળ રીતે ને ખૂબ જડપી બનાવતા શીખીશું તો ચાલો શીખીએ કાળા તલ નું કચરિયું બનાવવાની રીત , kala tal nu kachariyu banavani rit, kachariyu recipe in gujarati.
કચરિયું બનાવવા જરૂરી સામગ્રી | kachariyu banava jaruri samgri
- કાળા તલ 2 કપ
- ગોળ જીણો સુધારેલો 1 કપ
- ખજૂર ના કટકા ½ કપ
- શેકેલા નારિયળ નું છીણ ¼ કપ
- મગત્તરી ના બીજ 3-4 ચમચી
- કાજુ ના કટકા 3-4 ચમચી
- બદામ ના કટકા 3-4 ચમચી
- ગંઠોડા પાવડર 1 ચમચી
- સુંઠ પાવડર 1 ચમચી
- તલ નું તેલ 5-6 ચમચી
કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit
કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો
તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થી તલ ને પીસી લ્યો, તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નું તેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી 1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો
હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂર ના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો ,બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો
ત્યાર બાદ થોડું થોડુ કરી 3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ ,બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ ના કટકા, નારિયળ નું છીણ, ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી 2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું
Kachariyu recipe Notes
- કચરિયું મિક્સર માં પીસવા ની જગ્યાએ તમે ખંડણી ધાસ્તા થી પણ પીસી શકો છો
- ડ્રાય ફ્રૂટ તમે ભાવે તો નાખવા ડ્રાય ફ્રૂટ શેકેલા નાખશો તો સ્વાદ વધુ સારો આવશે
- કાળા તલ ની જગ્યાએ સફેદ તેલ પણ વાપરી શકો છો ને બને મિક્સ તલ થી પણ બનાવી શકાય છે
કચરિયું બનાવવાની રીત | kachariyu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nutri Shaastra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kachariyu recipe in gujarati | kachariyu banavani recipe
કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit
Equipment
- 1 વાસણ
Ingredients
કચરિયું બનાવવા જરૂરી સામગ્રી | kachariyu banava jaruri samgri
- 2 કપ કાળાતલ
- 1 કપ ગોળ જીણો સુધારેલો
- ½ કપ ખજૂર ના કટકા
- ¼ કપ શેકેલા નારિયળ નું છીણ
- 3-4 ચમચી મગત્તરી ના બીજ
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 3-4 ચમચી બદામ ના કટકા
- 1 ચમચી ગંઠોડા પાવડર
- 1 ચમચી સુંઠ પાવડર
- 5-6 ચમચી તલ નું તેલ
Instructions
કચરિયું બનાવવાની રીત | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit
- કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો
- તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થીતલ ને પીસી લ્યો
- તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નુંતેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો
- હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂરના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો
- બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો
- ત્યારબાદ થોડું થોડુ કરી3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ
- બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ નાકટકા, નારિયળ નું છીણ,ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું
kachariyu recipe in gujarati notes
- કચરિયું મિક્સર માં પીસવા ની જગ્યાએ તમે ખંડણી ધાસ્તા થી પણ પીસી શકો છો
- ડ્રાય ફ્રૂટ તમે ભાવે તો નાખવા ડ્રાય ફ્રૂટ શેકેલા નાખશો તો સ્વાદ વધુ સારો આવશે
- કાળા તલ ની જગ્યાએ સફેદ તેલ પણ વાપરી શકો છો ને બને મિક્સ તલ થી પણ બનાવી શકાય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.