જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે કાળા ચણા નું શાક બનાવવાની રીત – Kala chana nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube , આજે આપણે એકદમ નવી રીતે મસાલા વાળું કાળા ચણા નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Kala chana nu shaak recipe in gujarati શીખીએ.
કાળા ચણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પલાળી ને રાખેલા કાળા ચણા 1 કપ
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- ટામેટા 2
- ડુંગળી 2
- લીલાં મરચાં 2
- લસણ ની કડી 5-6
- આદુ 1 ઇંચ
સુકા મસાલા બનાવવાની સામગ્રી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- તીખું લાલ મરચું ½ ચમચી
- ધાણા પાવડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- છોલે મસાલા 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
ચણા ના શાક ના વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- તજ 1 ઇંચ
- મોટી એલચી 1
- લવિંગ 3-4
ઘી નો વઘાર કરવા માટેની સામગ્રી
- ઘી 2 ચમચી
- લીલાં મરચાં 2
- આદુ ની સ્લાઈસ 5-6
- લાલ મરચું પાવડર ½ ચમચી
કાળા ચણા નું શાક બનાવવાની રીત
કાળા ચણા નું શાક બનાવવા માટે સૌથી પહેલાં રાત ના પલાળી ને રાખેલા ચણા ને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ગેસ પર મૂકી દયો. હવે એક થી બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો. હવે પાંચ થી છ મિનિટ પછી ગેસ બંધ કરી દયો.
કુકર ઠંડું થાય ત્યાં સુધી ગ્રેવી બનાવી ને તૈયાર કરી લઈએ.
ચણા ના શાક ની ગ્રેવી બનાવવાની રીત
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં ટામેટા ના ટુકડા, ડુંગળી ના ટુકડા, લસણ ની કડી, આદુ અને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
સુકા મસાલા બનાવવાની રીત
સુખા મસાલા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર, છોલે મસાલા, ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ચણા નું શાક વઘાર કરવાની રીત
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં તજ, મોટી એલચી અને લવિંગ નાખો. હવે તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં સુખા મસાલા બનાવી ને રાખ્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને ગ્રેવી માં સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલા ચણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ઢાંકી ને તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
ઘી નો વઘાર કરવાની રીત
ઘી નો વઘાર કરવા માટે એક નાની કઢાઇ માં ઘી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ની સ્લાઈસ અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખો. હવે આ વઘાર ને શાક માં નાખો. ત્યાર બાદ શાક ને ઢાંકી દયો. થોડી વાર પછી તેને ખોલી ને શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું કાળા ચણા નું મસાલા વાળું ટેસ્ટી શાક. હવે તેને પૂરી, પરાઠા કે રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ કાળા ચણા નું શાક ખાવાનો આનંદ માણો.
Kala chana nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kala chana nu shaak recipe in gujarati
કાળા ચણા નું શાક | Kala chana nu shaak | કાળા ચણા નું શાક બનાવવાની રીત | Kala chana nu shaak banavani rit | Kala chana nu shaak recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
કાળા ચણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પલાળી ને રાખેલા કાળા ચણા
ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 2 ટામેટા
- 2 ડુંગળી
- 2 લીલાં મરચાં
- 5-6 લસણની કડી
- 1 ઇંચ આદુ
સુકા મસાલા બનાવવાની સામગ્રી
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- ½ ચમચી તીખું લાલ મરચું
- 2 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી છોલે મસાલા
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસૂરી મેથી
ચણા ના શાક ના વઘાર કરવા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ઇંચ તજ
- 1 મોટી એલચી
- 3-4 લવિંગ
ઘી નો વઘાર કરવા માટેની સામગ્રી
- 2 ચમચી ઘી
- 2 લીલાં મરચાં
- 5-6 આદુ ની સ્લાઈસ
- ½ ચમચી લાલ મરચું પાવડર
Instructions
કાળા ચણા નું શાક | Kala chana nu shaak
- કાળા ચણા નું શાક બનાવવા માટે સૌથી પહેલાં રાત ના પલાળી ને રાખેલા ચણા ને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ગેસ પર મૂકી દયો. હવે એક થી બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો. હવે પાંચ થી છ મિનિટ પછી ગેસ બંધ કરી દયો.
- કુકર ઠંડું થાય ત્યાં સુધી ગ્રેવી બનાવી ને તૈયાર કરી લઈએ.
ચણા ના શાક ની ગ્રેવી બનાવવાની રીત
- ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં ટામેટા ના ટુકડા, ડુંગળી ના ટુકડા, લસણ ની કડી, આદુ અને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો.
સુકા મસાલા બનાવવાની રીત
- સુખા મસાલા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું પાવડર,ધાણા પાવડર, હળદર, છોલે મસાલા,ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
ચણા નું શાક વઘાર કરવાની રીત
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં તજ, મોટી એલચી અને લવિંગ નાખો.હવે તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ચાર થી પાંચ મિનિટસુધી ધીમા તાપે સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં સુખા મસાલા બનાવી ને રાખ્યા હતા તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને ગ્રેવી માં સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલા ચણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે ઢાંકી ને તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
ઘી નો વઘાર કરવાની રીત
- ઘી નો વઘાર કરવા માટે એક નાની કઢાઇ માં ઘી નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુની સ્લાઈસ અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખો. હવે આવઘાર ને શાક માં નાખો. ત્યાર બાદ શાક ને ઢાંકી દયો. થોડી વાર પછી તેને ખોલી ને શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું કાળા ચણા નું મસાલા વાળું ટેસ્ટી શાક. હવે તેને પૂરી, પરાઠાકે રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ કાળા ચણા નું શાક ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit
કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela nu shaak recipe in gujarati