આજ કાલ લગ્ન પ્રસંગ માં જીરા રાઈસ -દાળ ની જગ્યાએ ઘણી જગ્યાએ પુલાવ કઢી જોવા મળે છે અને ઘણા ઘરોમાં પણ અઠવાડિયે દસ દિવસે કઢી પુલાવ બનતા હોય છે પણ ખૂબ ઓછી મહેનતે આ રીતે કઢી પુલાવ બનાવશો તો વારંવાર બનાવવાનું કહશે તો ચાલો Kadhi pulao banavani rit શીખીએ.
પુલાવ માટેની સામગ્રી
- માખણ/ ઘી 1-2 ચમચી
- લવિંગ 3-4
- તજ નો ટુકડો 1
- એલચી 1-2
- કાજુ ના કટકા 10-12
- કીસમીસ 1-2 ચમચી
- વટાણા ¼ કપ
- ગાજર ના કટકા ¼ k
- ફણસી ના કટકા ¼ કપ
- ફુલાવર ના કટકા ¼ કપ
- બ્રોકલી ¼ કપ
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- બાસમતી ચોખા 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ખાંડ 1 ચમચી
- પાણી 2 કપ
કઢી બનાવવા માટેની સામગ્રી
- દહી 1 કપ
- બેસન 1-2 ચમચી
- પાણી 1 ½ + ¼ કપ
- ખાંડ 1 ચમચી
- ઘી 1-2 ચમચી
- જીરું ¼ ચમચી
- તજ નો ટુકડો 1
- લવિંગ 1-2
- એલચી 1
- મેથી દાણા ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાંદ 5-7
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Kadhi pulao banavani rit
કઢી પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે પુલાવ ની તૈયાર કરી પુલાવ નો વઘાર કરી પુલાવ ને ચડાવા મુકીશું ત્યાર બાદ કઢી ની તૈયારી કરી કઢી બનાવીશું. તો ચાલો કઢી પુલાવ બનાવીએ.
પુલાવ બનાવવાની રીત
પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી ચોખાનું પાણી નિતારી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ માખણ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, તજ નો ટુકડો અને એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
હવે એમાં કાજુના કટકા અને કીસમીસ નાખી એક બે મિનિટ શકો ત્યાર બાદ એમાં ફુલાવર ના કટકા, બ્રોકલી ના કટકા, વટાણા, ગાજરના કટકા, ફણસી અને આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. હવે એમાં નિતારેલ બાસમતી ચોખા , ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે બે કપ પાણી નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી ચેક કરી લ્યો જો પાણી હોય તો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો તો તૈયાર છે પુલાવ.
કઢી બનાવવાની રીત
એક વાસણમાં દહીં લ્યો એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી, મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને સાથે મીઠા લીમડા ના પાંદ અને આદુ મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
પાણી ને ઉકળવા દયો અને પાણી ઉકળે એટલે એમાં બેસન દહી વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કઢી ઉકળવા લાગે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો.
કઢી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનિટ સુંધી કઢી ને ઉકળવા દયો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ કઢી ની મજા પુલાવ સાથે લ્યો અને ગરમ ગરમ સર્વ કરો કઢી પુલાવ.
Kadhi pulao NOTES
- અહીં શાક તમને પસંદ હોય એ અથવા જે ઘરમાં હોય એ નાખી શકો છો.
- કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
- જ્યાં સુંધી કઢી ના ઉકળે ત્યાં સુંધી હલાવતા રહેવી નહિતર કઢી ફાટી જશે.
કઢી પુલાવ બનાવવાની રીત
Kadhi pulao banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પુલાવ માટેની સામગ્રી
- 1-2 ચમચી માખણ/ ઘી
- 3-4 લવિંગ
- 1 તજ નો ટુકડો
- 1-2 એલચી
- 10-12 કાજુ ના કટકા
- 1-2 ચમચી કીસમીસ
- ½ કપ વટાણા
- ¼ કપ ગાજર ના કટકા
- ¼ કપ ફણસી ના કટકા
- ¼ કપ ફુલાવર ના કટકા
- ¼ કપ બ્રોકલી
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 કપ બાસમતી ચોખા
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ખાંડ
- 2 કપ પાણી
કઢી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહી
- 1-2 ચમચી બેસન
- 1 ½ + ¼ કપ પાણી
- 1 ચમચી ખાંડ
- 1-2 ચમચી ઘી
- ¼ ચમચી જીરું
- 1 તજ નો ટુકડો
- 1-2 લવિંગ
- 1 એલચી
- ¼ ચમચી મેથી દાણા
- ¼ ચમચી હિંગ
- 1-2 સૂકા લાલ મરચા
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Kadhi pulao banavani rit
- કઢી પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે પુલાવ ની તૈયાર કરી પુલાવ નો વઘાર કરી પુલાવ ને ચડાવા મુકીશું ત્યાર બાદ કઢી ની તૈયારી કરી કઢી બનાવીશું. તો ચાલો કઢી પુલાવ બનાવીએ.
પુલાવ બનાવવાની રીત
- પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી ચોખાનું પાણી નિતારી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ માખણ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, તજ નો ટુકડો અને એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
- હવે એમાં કાજુના કટકા અને કીસમીસ નાખી એક બે મિનિટ શકો ત્યાર બાદ એમાં ફુલાવર ના કટકા, બ્રોકલી ના કટકા, વટાણા, ગાજરના કટકા, ફણસી અને આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. હવે એમાં નિતારેલ બાસમતી ચોખા , ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- હવે બે કપ પાણી નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી ચેક કરી લ્યો જો પાણી હોય તો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો તો તૈયાર છે પુલાવ.
કઢી બનાવવાની રીત
- એક વાસણમાં દહીં લ્યો એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી, મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને સાથે મીઠા લીમડા ના પાંદ અને આદુ મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- પાણી ને ઉકળવા દયો અને પાણી ઉકળે એટલે એમાં બેસન દહી વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કઢી ઉકળવા લાગે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો.
- કઢી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનિટ સુંધી કઢી ને ઉકળવા દયો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ કઢી ની મજા પુલાવ સાથે લ્યો અને ગરમ ગરમ સર્વ કરો કઢી પુલાવ.
Kadhi pulao NOTES
- અહીં શાક તમને પસંદ હોય એ અથવા જે ઘરમાં હોય એ નાખી શકો છો.
- કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
- જ્યાં સુંધી કઢી ના ઉકળે ત્યાં સુંધી હલાવતા રહેવી નહિતર કઢી ફાટી જશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Italian Rice with souce | ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત
બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit
ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak