નમસ્તે મિત્રો If you like the recipe do subscribe FOOD COUTURE by Chetna Patel’s YouTube channel on YouTube આજે આપણે ગુજરાતી કઢી ખીચડી બનાવવાની રીત શીખીશું. દરેક ગુજરાતી ના ઘરે સાંજના જમણ માં અઠવાડિયે ઓછામાં ઓછી એક વાર તો ખીચડી કઢી બનતી જ હોય છે ખીચડી અલગ અલગ પ્રકાર ની દાળ ને ચોખા માંથી બનતી હોય છે આજ આપણે મગ ની ફોતરા વાળી દાળ ને ચોખા માંથી બનતી પારંપારિક થોડા વઘાર સાથે બનતી ખીચડી સાથે ખાટી મીઠી કાઢી સાથે બનાવવાની રીત, kadhi khichdi recipe in gujarati, kadhi khichdi banavani rit શીખીએ
ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી | khichdi banava jaruri samgri
- મગ ની ફોતરા વાળી દાળ ¾ કપ
- ખીચડી ના ચોખા 1 કપ
- ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- લવિંગ 2-3
- મીઠા લીમડા ના પાન 5-7
- લીલા મરચા સુધારેલા 1-2
- નાનો આદુ ટુકડો છીણેલું
- હળદર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કઢી બનાવવા માટેની સામગ્રી | kadhi banava jaruri samgri
- ખાટું દહીં 1 કપ
- પાણી 2 કપ
- બેસન 3 ચમચી
- ઘી 2 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- લવિંગ 2-3
- મેથી દાણા 1ચમચી
- સૂકા આખા લાલ મરચા 1-2
- આદુ, લસણ ને મરચા પેસ્ટ 2 ચમચી
- મીઠા લીમડા ના પાન 8-10
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- મીઠુ સ્વાદ મુજબ
સર્વિગ માટેની સામગ્રી
- ઘી
- શેકેલા મરચા મોટા
- અથાણું
- બાજરાના રોટલા
- ડુંગળી
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati
સૌ પ્રથમ આપણે ખીચડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ કઢી વઘારવાની રીત શીખીશું
ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit
સૌ પ્રથમ મગ ની ફોતરા વાળી દાળ ને ચોખા ને બરોબર સાફ કરી લેવા ત્યાર બાદ બને ને મિક્સ કરો ને બે ત્રણ વાર પાણી થી ધોઈ લેવા ને ધોઇ લીધા બાદ અડધો કલાક બે ત્રણ ગ્લાસ પાણી નાખી પલળવા દેવા
હવે ગેસ પર એક કુકર મૂકો ને ગેસ ચાલુ કરો એમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ નાખી હલાવો ત્યાર બાદ એમાં લીલા મરચા નાખો ને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં પલાળેલી ખીચડી નું પાણી કાઢી ને નિતારી ને એ દાળ ચોખા નાખી હલવો
દાળ ચોખા ને પાંચ મિનિટ બને ને ઘી સાથે શેકો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચાર થી સાડા ચાર કપ પાણી નાખી મિક્સ કરો નેકુકર નું ઢાંકણ ઢાંકી મીડીયમ તાપે ત્રણ સીટી કરો
ત્રણ સીટી બાદ ગેસ બંધ કરો ને હવા નીકળવા દેવી
કઢી બનાવવાની રીત | કઢી વઘારવાની રીત | kadhi vagharvani rit
સૌ પ્રથમ એક વાસણમાં થોડું ખાટું દહીં લ્યો એને ઝેની વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બે કપ જેટલું પાણી નાખી ફરી જેરી લ્યો
હવે એમાં બેસન ચારી ને નખો ને મિક્સ કરો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , રાઈ નાખો ત્યાર બાદ મેથીદાના (અહી મેથી દાણા ની જગ્યાએ મેથી ના પાન 3-4 ચમચી નાખી શકો છો), સૂકા લાલ મરચા ને લવિંગ નાખી મિક્સ કરો
ત્યારબાદ એમાં આદુ, મરચા ને લસણની પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર ને મીઠા લીમડાના પાન નાખી હલાવો
હવે એમાં જે બેસન વાળુ મિશ્રણ તૈયાર કરેલ છે એ નાખી ને બરોબર મિક્સ કરો ને દસ મિનિટ ઉકળવા મુકો કઢી બરોબર ઉકળી જાય એટલે ( જો તમને થોડી ખાટી મીઠી કઢી કરવી હોય તો ચાર પાંચ ચમચી ગોળ / બે ત્રણ ચમચી ખાંડ નાખી ઉકાળવું) છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો
મોટા મરચા ને ગેસ પ્ર શેકી લ્યો અથવા તેલ માં તરી ને તૈયાર કરો
હવે કુકર નું ઢાંકણ ખોલી ખીચડી બરોબર મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાં પીરસો ઉપર દેસી ઘી નાખો બીજા વાટકામાં ગરમ ગરમ કઢી પીરસો સાથે બાજરાના રોટલા , શેકેલા મરચા, ડુંગરી ને ચટણી અથાણાં સાથે સર્વ કરો
Kadhi khichdi recipe notes
- મગ ની ફોતરા વાળી દાળ ની જગ્યાએ છડિયા દાળ પણ લઈ શકો છો
- કઢી માં વઘારમાં સરગવાની સિંગ પણ નાખી શકો છો
kadhi khichdi banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kadhi khichdi recipe in gujarati
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી | khichdi banava jaruri samgri
- ¾ કપ મગ ની ફોતરા વાળી દાળ
- 1 કપ ખીચડીના ચોખા
- 2-3 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 2-3 લવિંગ
- મીઠા લીમડા ના પાન
- 1-2 લીલા મરચા સુધારેલા
- નાનો આદુ ટુકડો છીણેલું
- 1 ચમચી હળદર
- 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કઢી બનાવવા માટેની સામગ્રી | kadhi banava jaruri samgri
- 1 કપ ખાટું દહીં
- 2 કપ પાણી
- 3 ચમચી બેસન
- 2 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 2-3 લવિંગ
- 1 ચમચી મેથીદાણા
- 1-2 સૂકા આખા લાલ મરચા
- 2 ચમચી આદુ , લસણ ને મરચા પેસ્ટ
- 8-10 મીઠા લીમડા ના પાન
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠુ સ્વાદ મુજબ
સર્વિગ માટેની સામગ્રી
- ઘી
- શેકેલા મરચા મોટા
- અથાણું
- બાજરા ના રોટલા
- ડુંગળી
Instructions
ખીચડી બનાવવાની રીત | khichdi banavani rit
- સૌ પ્રથમ મગ ની ફોતરા વાળી દાળ ને ચોખા ને બરોબર સાફ કરી લેવા ત્યાર બાદ બને ને મિક્સ કરો નેબે ત્રણ વાર પાણી થી ધોઈ લેવા ને ધોઇ લીધા બાદ અડધો કલાક બે ત્રણ ગ્લાસ પાણી નાખી પલળવાદેવા
- હવે ગેસ પર એક કુકર મૂકો ને ગેસ ચાલુ કરો એમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, લવિંગ નાખી હલાવો ત્યાર બાદ એમાં લીલા મરચા નાખો ને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં પલાળેલી ખીચડીનું પાણી કાઢી ને નિતારી ને એ દાળ ચોખા નાખી હલવો
- દાળ ચોખા ને પાંચ મિનિટ બને ને ઘી સાથે શેકો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચાર થી સાડા ચાર કપ પાણી નાખી મિક્સ કરો નેકુકર નું ઢાંકણ ઢાંકી મીડીયમ તાપે ત્રણ સીટીકરો
- ત્રણ સીટી બાદ ગેસ બંધ કરો ને હવા નીકળવા દેવી
કઢીબનાવવાની રીત | કઢી વઘારવાની રીત | kadhi vagharvani rit
- સૌ પ્રથમ એક વાસણમાં થોડું ખાટું દહીં લ્યો એને ઝેની વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરો ને ત્યારબાદ એમાં બે કપ જેટલું પાણી નાખી ફરી જેરી લ્યો
- હવે એમાં બેસન ચારી ને નખો ને મિક્સ કરો
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , રાઈ નાખો ત્યાર બાદ મેથીદાના(અહી મેથી દાણા ની જગ્યાએ મેથી ના પાન 3-4 ચમચીનાખી શકો છો), સૂકા લાલ મરચા ને લવિંગ નાખી મિક્સ કરો
- હવે એમાં આદુ, મરચા ને લસણનીપેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર ને મીઠા લીમડાના પાન નાખી હલાવો
- હવે એમાં જે બેસન વાળુ મિશ્રણ તૈયાર કરેલ છે એ નાખી ને બરોબર મિક્સ કરો ને દસ મિનિટ ઉકળવા મુકો કઢી બરોબર ઉકળી જાય એટલે ( જો તમને થોડી ખાટી મીઠી કઢી કરવી હોય તો ચાર પાંચ ચમચી ગોળ / બે ત્રણ ચમચી ખાંડ નાખી ઉકાળવું) છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો
- મોટા મરચા ને ગેસ પ્ર શેકી લ્યો અથવા તેલ માં તરી ને તૈયાર કરો
- હવે કુકર નું ઢાંકણ ખોલી ખીચડી બરોબર મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાં પીરસો ઉપર દેસી ઘીનાખો બીજા વાટકામાં ગરમ ગરમ કઢી પીરસો સાથે બાજરાના રોટલા , શેકેલા મરચા, ડુંગરી ને ચટણી અથાણાં સાથે સર્વ કરો
kadhi khichdi recipe in gujarati notes
- મગ ની ફોતરા વાળી દાળ ની જગ્યાએ છડિયા દાળ પણ લઈ શકો છો
- કઢી માં વઘારમાં સરગવાની સિંગ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati
ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.