નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jinoos Kitchen – Quick & Simple Recipes YouTube channel on YouTube આજે આપણે કેરીનું ખાટું મીઠું શાક બનાવવાની રીત – કેરી નું શાક બનાવવાની રીત – કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. કેરીનું ખાટું મીઠું શાક ને ઘણા કેરી ચટણી, આમલોંજી, વઘારીયું, તો ઘણા મેંગો પચાડી પણ કહે છે આમ નામ અનેક પણ વાનગી એક જે તમે એક વાર બનાવી ને મહિના સુંધી સાચવી શકો છો ને ખાઈ શકો છો ગરમી માં શાક ખૂબ ઓછા મળે ને મળે એમાંથી ઘણા શાક ભાવતા ન હોય ત્યારે આ રીત થી કેરીનું શાક બનાવી ને તૈયાર કરી લ્યો તો રોટલી, થેપલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકાય તો ચાલો બનાવીએ કેરીનું ખાટું મીઠું શાક kachi keri nu shaak banavani rit recipe – kachi keri nu shaak in gujarati – kachi keri nu shaak recipe in gujarati language.
કાચી કેરી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kachi keri nu shaak recipe ingredients
- કાચી કેરી 1
- ગોળ ½ કપ સુધારેલ
- રાઈ 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડાના પાન 8-10
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
કેરી નું શાક બનાવવાની રીત | કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી
સૌ પ્રથમ કાચી કેરી ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી કોરી કરી લેવી હવે એની છાલ ઉતારી લાંબી અથવા ચોરસ મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મીઠો લીમડાના પાન, સુખા લાલ મરચા નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સુધારેલ કેરીના કટકા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ચડવા દયો
બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી કેરી ચડી ને પોચી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ગોળ નાખો ને મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો
ગોળ ઓગળી જાય એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરી લ્યો ( શાક ને થોડુ ટેસ્ટ કરો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગોળ નાખવો નહિતર ના નાખવો) ને તેલ છૂટું થઈ ગયું હોય તો ગેસ બંધ કરી નાખો ને તૈયાર છે કેરીનું ખાટું મીઠું શાક જે ગરમ કે ઠંડું રોટલી, ભાત, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો
Keri shaak recipe notes
- કેરી ચડવા માં વાર લાગતી હોય અથવા જડપથી ગરી નહિ તો એક બે ચમચી પાણી નાખી શકો છો
- ગોળ કેરી ની ખટાસ કે મીઠાસ મુજબ અથવા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખવો
- નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો
kachi keri nu shaak banavani rit | kachi keri nu shaak banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jinoos Kitchen – Quick & Simple Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kachi keri nu shaak in gujarati | kachi keri nu shaak recipe in gujarati language
કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | kachi keri nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કેરી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kerinu shaak recipe ingredients
- 1 કાચી કેરી
- ½ કપ ગોળ સુધારેલ
- 1 ચમચી રાઈ
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડાના પાન
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
કેરી નું શાક બનાવવાની રીત| keri nu shaak banavani rit | kachi keri nu shaak recipe in gujarati language
- સૌ પ્રથમ કાચી કેરી ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી કોરી કરી લેવી હવે એની છાલ ઉતારી લાંબી અથવા ચોરસ મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મીઠો લીમડાના પાન, સુખા લાલ મરચા નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સુધારેલ કેરીના કટકા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ચડવા દયો
- બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી કેરી ચડી ને પોચી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ગોળ નાખો ને મિક્સ કરી ગોળને ઓગળી લ્યો
- ગોળ ઓગળી જાય એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરી લ્યો ( શાક ને થોડુ ટેસ્ટ કરો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગોળ નાખવો નહિતર ના નાખવો) ને તેલ છૂટું થઈ ગયું હોય તો ગેસ બંધ કરી નાખો ને તૈયાર છે કેરીનું ખાટું મીઠું શાક જે ગરમ કે ઠંડું રોટલી, ભાત, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો
Keri shaak recipe notes
- કેરી ચડવા માં વાર લાગતી હોય અથવા જડપથી ગરી નહિ તો એક બે ચમચી પાણી નાખી શકો છો
- ગોળ કેરી ની ખટાસ કે મીઠાસ મુજબ અથવા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખવો
- નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati
ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak