કેરી – આંબા ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાંથી નવી નવી વાનગીઓ અને અથાણાં બનાવવા પણ લાગી ગયા હસો. અત્યાર સુંધી તમે કાચી કેરી માંથી ચટણી, શાક, શરબત અને અથાણાં બનાવ્યા હસે પણ આજ આપણે કેરી માંથી સાઉથ ઇન્ડિયન રસમ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube , કાચી કેરી ની રસમ દરેક ઘર માં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા કેરી ને બાફી ને બનાવે તો ઘણા કેરી ને શેકી ને બનાવતા હોય છે આજ આપણે કેરી ને શેકી એમાંથી રસમ બનાવશું જે ભાત સાથે ખૂબ સરસ લાગે છે. તો ચાલો કાચી કેરી નો રસમ બનાવવાની રીત – Kachi keri no rasam banavani rit શીખીએ.
કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી
- કાચી કેરી 1
- ઘી 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- અડદ દાળ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાન 5-7
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
- ટમેટા સુધારેલ 1
- હળદર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કાચી કેરી નો રસમ બનાવવાની રીત
કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર અથવા ચૂલા માં મૂકી થોડી થોડી વારે ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી ને ચડાવી લયો (એટલે કે કેરી ને ભરથા માટે જેમ રીંગણા ને શેકીએ તેમ શેકી લ્યો.) કેરી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ હાથ બરે નહિ એ રીતે એની છાલ અલગ કરી લ્યો.
હવે છાલ ઉતરેલી કેરી ને એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી ગોટલી થી અલગ કરી લ્યો અને પલ્પ ને મસળી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક રસ કરી લ્યો અને એક બાજુ મૂકો ( તમે અહી બ્લેન્ડર વડે પણ બરોબર મિક્સ કરી શકો છો.)
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, અડદ દાળ અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા, લસણ આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી બરોબર શેકી લસણ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ટમેટા થોડા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં કેરી નું પાણી જે તૈયાર કરેલ હતું એ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો કાચી કેરી ની રસમ.
Kachi keri no rasam recipe video
- અહી તમે કેરી ને બાફી ને પણ લઈ શકો છો.
Kachi keri no rasam banavani rit | recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kachi keri no rasam recipe in gujarati
કાચી કેરી નો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit | Kachi keri no rasam recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કાચી કેરી
- 1-2 ચમચી ઘી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- ½ ચમચી અડદ દાળ
- ¼ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાન
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ ( જો લસણના ખાતા હો તો ના નાખવું)
- 1 ટમેટા સુધારેલ
- ¼ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
કાચી કેરીનો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit
- કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર અથવા ચૂલામાં મૂકી થોડી થોડી વારે ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી ને ચડાવી લયો (એટલે કે કેરી ને ભરથા માટેજેમ રીંગણા ને શેકીએ તેમ શેકી લ્યો.) કેરી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ હાથ બરે નહિ એ રીતે એની છાલ અલગ કરી લ્યો.
- હવે છાલ ઉતરેલી કેરી ને એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી ગોટલી થી અલગ કરી લ્યો અને પલ્પ ને મસળી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક રસકરી લ્યો અને એક બાજુ મૂકો ( તમે અહી બ્લેન્ડર વડે પણ બરોબર મિક્સ કરી શકો છો.)
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, અડદ દાળ અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠાલીમડા ના પાન, લીલા મરચા, લસણ આદુ ની પેસ્ટનાખી મિક્સ કરી બરોબર શેકી લસણ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ટમેટા થોડા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં કેરી નું પાણી જે તૈયાર કરેલ હતું એ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યારબાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ભાત સાથેસર્વ કરો કાચી કેરી ની રસમ.
Kachi keri norasam recipe video
- અહી તમે કેરી ને બાફી ને પણ લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati
જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit