નમસ્તે. આજ કાલ મેંગો ની સીઝન આવી ગઈ છે અને મેંગો ની સીઝન પૂરી થાય એ પહેલા એની પૂરી મજા લેવાની બધાને ઈચ્છા હોય પણ ગમે એટલા મેંગો ખાઈએ એટલાં ઓછાં લાગે છે પણ આજ આપણે મેંગો ની મજા સીઝન થી વધારે લાંબો સમય લઈ શકીએ એ માટેની રીત લઈ આવ્યા છીએ. તો ચાલો કાચી અને પાકેલ મેંગો કેન્ડી બનાવવાની રીત – Kachi ane pakel mango candy banavani rit શીખીએ.
મેંગો કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી
- કાચા મેંગો 1 ½ કિલો
- પાકેલા મેંગો 1 ½ કિલો
- પીસેલી ખાંડ 100 + 100 ગ્રામ
- પાણી જરૂર મુજબ
કાચી મેંગો કેન્ડી બનાવવાની રીત
કાચી અને પાકેલ મેંગો કેન્ડી બનાવવા સૌપ્રથમ કાચા મેંગો લ્યો એને પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી અલગ કરી લ્યો અને ત્યાર બાદ એના પલ્પ ને ચાકુથી અલગ કરી લાંબી લાંબી મિડીયમ જાડી કતરણ માં કાપી લ્યો. આમ બધી જ કેરી ને કાપી ને કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાપેલી કેરી નાખી અને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. કેરી બિલકુલ ઠંડી થાય ઓછી એક તપેલી માં એક લેયર બાફેલી કેરી નું કરો એના પર પીસેલી ખાંડ નાખો એના પર બાફેલી કેરી ના કટકા નાખો અને એના પર ફરી પીસેલી ખાંડ નાખો આમ બધા લેયર બનાવી લ્યો. ત્યાર બાદ બરોબર ઢાંકી ત્રણ ચાર કલાક મૂકી દયો.
ચાર કલાક પછી ખાંડ નું પાણી બની ગયેલ હસે જેમાંથી મેંગો ના કટકા બીજા વાસણમાં કાઢી લ્યો અને થાળી કે પ્લાસ્ટિક માં એક એમ મૂકી પાતળું કપડું ઢાંકી તડકા માં બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો કાચી મેંગો કેન્ડી.
પાકેલા મેંગો કેન્ડી બનાવવાની રીત
કડક અને પાકેલ મેંગો ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી સાફ કરી લઈ ગોટલી થી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે આંબા ના કટકા એમાં નાખો અને ત્રણ મિનિટ બાફી લ્યો. ત્રણ મિનિટ પછી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો.
ઠંડા થયેલ કટકા માંથી એક તપેલી માં લેયર બનાવો એના પર પીસેલી ખાંડ નાખો ફ્રી મેંગો ના બાફેલા કટકા નાખો અને ફરી પીસેલી ખાંડ નાખો આમ બધી લેયર બનાવી લ્યો ત્યાર બાદ બરોબર ઢાંકી ને ત્રણ ચાર કલાક એક બાજુ મૂકી દયો
ચાર કલાક પછી ખાંડ નું પાણી બની ગયેલ હસે જેમાંથી મેંગો ના કટકા બીજા વાસણમાં કાઢી લ્યો અને થાળી કે પ્લાસ્ટિક માં એક એમ મૂકી પાતળું કપડું ઢાંકી તડકા માં બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો પાકેલ મેંગો કેન્ડી.
mango candy recipe notes
- બચેલી ખાંડ નું પાણી ને બોટલ માં ભરી લ્યો અને શરબત માં ઉપયોગ કરી શકો છો.
Kachi ane pakel mango candy banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કાચી અને પાકેલ મેંગો કેન્ડી બનાવવાની રીત
કાચી અને પાકેલ મેંગો કેન્ડી | Kachi ane pakel mango candy
Equipment
- 1 મોટી તપેલી
Ingredients
મેંગો કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કિલો કાચા મેંગો
- 1 ½ કિલો પાકેલા મેંગો
- 200 ગ્રામ પીસેલી ખાંડ
- પાણી જરૂર મુજબ
Instructions
કાચી મેંગો કેન્ડી બનાવવાની રીત
- કાચી અને પાકેલ મેંગો કેન્ડી બનાવવા સૌપ્રથમ કાચા મેંગો લ્યો એને પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી અલગ કરી લ્યો અને ત્યાર બાદ એના પલ્પ ને ચાકુથી અલગ કરી લાંબી લાંબી મિડીયમ જાડી કતરણ માં કાપી લ્યો. આમ બધી જ કેરી ને કાપી ને કટકા કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં કાપેલી કેરી નાખી અને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડી કરી લ્યો. કેરી બિલકુલ ઠંડી થાય ઓછી એકતપેલી માં એક લેયર બાફેલી કેરી નું કરો એના પર પીસેલી ખાંડ નાખો એના પર બાફેલી કેરીના કટકા નાખો અને એના પર ફરી પીસેલી ખાંડ નાખો આમ બધા લેયર બનાવી લ્યો. ત્યાર બાદ બરોબર ઢાંકી ત્રણ ચાર કલાક મૂકી દયો.
- ચાર કલાક પછી ખાંડ નું પાણી બની ગયેલ હસે જેમાંથી મેંગો ના કટકા બીજા વાસણમાં કાઢી લ્યો અને થાળી કે પ્લાસ્ટિક માં એક એમ મૂકી પાતળું કપડું ઢાંકી તડકા માં બે ત્રણદિવસ સૂકવી લ્યો અથવા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાંભરી લ્યો અને મજા લ્યો કાચી મેંગો કેન્ડી.
પાકેલા મેંગો કેન્ડી બનાવવાની રીત
- કડક અને પાકેલ મેંગો ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી સાફ કરી લઈ ગોટલી થી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાયએટલે આંબા ના કટકા એમાં નાખો અને ત્રણ મિનિટ બાફી લ્યો. ત્રણ મિનિટ પછી બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો.
- ઠંડા થયેલ કટકા માંથી એક તપેલી માં લેયર બનાવો એના પર પીસેલી ખાંડ નાખો ફ્રી મેંગો ના બાફેલા કટકા નાખો અને ફરી પીસેલી ખાંડ નાખો આમ બધી લેયર બનાવી લ્યો ત્યાર બાદ બરોબર ઢાંકીને ત્રણ ચાર કલાક એક બાજુ મૂકી દયો
- ચાર કલાક પછી ખાંડ નું પાણી બની ગયેલ હસે જેમાંથી મેંગો ના કટકા બીજા વાસણમાં કાઢી લ્યો અને થાળી કે પ્લાસ્ટિક માં એક એમ મૂકી પાતળું કપડું ઢાંકી તડકા માં બે ત્રણદિવસ સૂકવી લ્યો અથવા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાંભરી લ્યો અને મજા લ્યો પાકેલ મેંગો કેન્ડી.
mango candy recipe notes
- બચેલી ખાંડ નું પાણી ને બોટલ માં ભરી લ્યો અને શરબત માં ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત | Paka aamba no powder banavani rit
શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit
દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati