મિત્રો આ મીઠાઈ કાચા ગોલા બંગાળ માં ખૂબ પ્રખ્યાત છે અને સંદેશ જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી અઠવાડિયા સુંધી મજા લઈ શકો છો. તો ચાલો kacha Gola શીખીએ.
કાચા ગોલા ની સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
- વિનેગર 4-5 ચમચી
- પાણી 4-5 ચમચી
- ખાંડ 2 ચમચી
- કન્ડેસ મિલ્ક 4 ચમચી
- મિલ્ક પાઉડર ½ કપ
- ગાર્નિશ માટે પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા જરૂર મુજબ
કાચા ગોલા બનાવવાની રેસીપી
કાચા ગોલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક મોટા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી માં એક વાટકા માં વિનેગર અને પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે દૂધ ને હલાવતા જઈ વિનેગર વાળું પાણી નાખતા જાઓ અને ગેસ ને બંધ કરી નાખો. પનીર અને પાણી અલગ થઈ જાય એટલે ચારણી માં પાતળું કપડું મૂકી એમાં પનીર ને અલગ કરી લ્યો.
હવે પનીર ને સાદા એક બે પાણીથી ધોઈ લ્યો અને દસ પંદર મિનિટ અથવા થોડી વાર દબાવી ને એક બાજુ મૂકો જેથી વધારા નું પાણી નીતરી જાય. હવે તૈયાર પનીર ને એક કથરોટ માં લ્યો અને થોડો છીણી વડે અથવા હાથ વડે મસળી લ્યો. ચાર પાંચ મિનિટ પછી મસળી રાખેલ પનીર ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ ખાંડ મિક્સ કરેલ મિશ્રણ ને કડાઈ માં નખિંગેસ ચાલુ કરી બે મિનિટ શેકી lyobtyar બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને કથરોટ માં રાખેલ બીજા મિશ્રણ સાથે મૂકો.
ગરમ મિશ્રણ થોડું નવશેકું થાય એટલે હાથ થી બને ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ નાના નાના ગોલા બનાવી લ્યો અને એના પર પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા મૂકી ગાર્નિશ કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો કાચા ગોલા.
kacha Gola recipe notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- તમે બજાર માંથી તૈયાર પનીર લઈ ઝીણી છીણી વડે છીણી ને પણ આ મીઠાઈ બનાવી શકો છો.
- તમે દૂધ ને ફાડવા માટે લીંબુ ના રસ અથવા દહી નો પણ ઉપયોગ કરી શકો છો.
- ગોલા ની સાઇઝ નાની હોય તો વધારે બને અને મોટી હોય તો ઓછા બની ને તૈયાર થાય છે. નાની સાઇઝ માં બનશો તો બગાડ પણ નહિ થાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kacha Gola banavani recipe
kacha Gola banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 ચારણી
- 1 કડાઈ
Ingredients
કાચા ગોલા ની સામગ્રી
- 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 4-5 ચમચી વિનેગર
- 4-5 ચમચી પાણી
- 2 ચમચી ખાંડ
- 4 ચમચી કન્ડેસ મિલ્ક
- ½ કપ મિલ્ક પાઉડર
- ગાર્નિશ માટે પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા જરૂર મુજબ
Instructions
kacha Gola banavani recipe
- કાચા ગોલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક મોટા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી માં એક વાટકા માં વિનેગર અને પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે દૂધ ને હલાવતા જઈ વિનેગર વાળું પાણી નાખતા જાઓ અને ગેસ ને બંધ કરી નાખો. પનીર અને પાણી અલગ થઈ જાય એટલે ચારણી માં પાતળું કપડું મૂકી એમાં પનીર ને અલગ કરી લ્યો.
- હવે પનીર ને સાદા એક બે પાણીથી ધોઈ લ્યો અને દસ પંદર મિનિટ અથવા થોડી વાર દબાવી ને એક બાજુ મૂકો જેથી વધારા નું પાણી નીતરી જાય. હવે તૈયાર પનીર ને એક કથરોટ માં લ્યો અને થોડો છીણી વડે અથવા હાથ વડે મસળી લ્યો. ચાર પાંચ મિનિટ પછી મસળી રાખેલ પનીર ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ ખાંડ મિક્સ કરેલ મિશ્રણ ને કડાઈ માં નખિંગેસ ચાલુ કરી બે મિનિટ શેકી lyobtyar બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને કથરોટ માં રાખેલ બીજા મિશ્રણ સાથે મૂકો.
- ગરમ મિશ્રણ થોડું નવશેકું થાય એટલે હાથ થી બને ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ નાના નાના ગોલા બનાવી લ્યો અને એના પર પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા મૂકી ગાર્નિશ કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો કાચા ગોલા.
kacha Gola recipe notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- તમે બજાર માંથી તૈયાર પનીર લઈ ઝીણી છીણી વડે છીણી ને પણ આ મીઠાઈ બનાવી શકો છો.
- તમે દૂધ ને ફાડવા માટે લીંબુ ના રસ અથવા દહી નો પણ ઉપયોગ કરી શકો છો.
- ગોલા ની સાઇઝ નાની હોય તો વધારે બને અને મોટી હોય તો ઓછા બની ને તૈયાર થાય છે. નાની સાઇઝ માં બનશો તો બગાડ પણ નહિ થાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Bombay Ice Halwa | બોમ્બ આઈસ હલવો
કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati
ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | khajur pak banavani rit
મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit
Chocolate kaju barfi | ચોકલેટ કાજુ બરફી
ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit