સલાડ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે કહેવાય છે કે જેટલી ભૂખ હોય એનાથી અડધું પેટ ભરાય એટલું સલાડ રોજ ભોજન માં લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર રહે છે પણ આપણે આજ જે સલાડ શીખીશું એનાથી તો તમે પેટ ભરી ને જ ખાઈ લેશો તો પણ ચાલશે. કેમ કે આજ નો સલાડ માત્ર કાકડી ટમેટા થી નહિ પણ સાથે કબૂલી ચણા પણ નાખીશું અને એક અલગ પ્રકારનો સલાડ બનાવશું જેનાથી સારી માત્રા માં પ્રોટીન , વિટામિન્સ મળસે. તો ચાલો Kabuli chana no salad banavani rit શીખીએ.
કબૂલી ચણા નો સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા કબૂલી ચણા 1 કપ
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- છોલે મસાલા ¼ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- કાકડી સુધારેલ ½ કપ
- ટમેટા સુધારેલ ½ કપ
- ડુંગળી સુધારેલ ½ કપ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ઓલિવ ઓઇલ 2 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મધ 2 ચમચી
- લસણ ની કણી 2-3
- પીઝા મસાલા ¼ ચમચી
Kabuli chana no salad banavani rit
કબૂલી ચણા માંથી સલાડ બનાવવા સૌપ્રથમ કબૂલી ચણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી લ્યો. સાત કલાક પછી કબૂલી ચણા ને પાણી માંથી કાઢી કૂકરમાં નાખો.
હવે એમાં જરૂર મુજબ એક થી દોઢ ગ્લાસ પાણી સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, છોલે મસાલા, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર પાંચ મિનિટ વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે છોલે ને ચારણી માં કાઢી લ્યો અને પાણી અલગ કરી લ્યો. હવે છોલે ને ઠંડા કરવા મૂકો. હવે એક વાટકા માં ઓલિવ ઓઇલ, લીંબુનો રસ, મધ, પીઝા મસાલા, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ડ્રેસિંગ તૈયાર કરી લ્યો.
હવે એક વાસણમાં સુધારેલ કાકડી , સુધારેલ ટમેટા, સુધારેલ ડુંગળી, સુધારેલી પાનકોબી, સુધારેલ લીલા ધાણા અને બાફી ને ઠંડા કરેલ કબૂલી ચણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ ડ્રેસિંગ નાખી અને બરોબર મિક્સ કરો અને મજા લ્યો કબૂલી ચણા માંથી સલાડ.
Kabuli chana no salad NOTES
- આ સિવાય તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો.
- તીખાશ પણ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
કબૂલી ચણા નો સલાડ બનાવવાની રીત
Kabuli chana no salad banavani rit
Equipment
- 1 કુકર
Ingredients
કબૂલી ચણા નો સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બાફેલા કબૂલી ચણા
- ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી છોલે મસાલા
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- ½ કપ કાકડી સુધારેલ
- ½ કપ ટમેટા સુધારેલ
- ½ કપ ડુંગળી સુધારેલ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી ઓલિવ ઓઇલ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી મધ
- 2-3 લસણ ની કણી
- ¼ ચમચી પીઝા મસાલા
Instructions
Kabuli chana no salad banavani rit
- કબૂલી ચણા માંથી સલાડ બનાવવા સૌપ્રથમ કબૂલી ચણા ને સાફકરી એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખીરાત પલાડી લ્યો. સાત કલાક પછી કબૂલી ચણા ને પાણી માંથી કાઢી કૂકરમાં નાખો.
- હવે એમાં જરૂર મુજબ એક થી દોઢ ગ્લાસ પાણી સાથે સ્વાદ મુજબમીઠું, હળદર,લાલ મરચાનો પાઉડર, છોલે મસાલા, આદુ લસણની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમતાપે ચાર પાંચ મિનિટ વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે છોલે ને ચારણી માં કાઢીલ્યો અને પાણી અલગ કરી લ્યો. હવે છોલે ને ઠંડા કરવા મૂકો. હવે એક વાટકા માં ઓલિવ ઓઇલ,લીંબુનો રસ, મધ, પીઝા મસાલા,લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ડ્રેસિંગ તૈયાર કરી લ્યો.
- હવે એક વાસણમાં સુધારેલ કાકડી , સુધારેલ ટમેટા, સુધારેલ ડુંગળી, સુધારેલી પાનકોબી, સુધારેલ લીલા ધાણા અને બાફી ને ઠંડા કરેલ કબૂલી ચણા નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ તૈયાર કરેલ ડ્રેસિંગ નાખી અને બરોબર મિક્સ કરો અને મજા લ્યો કબૂલી ચણા માંથીસલાડ.
Kabuli chana no salad NOTES
- આ સિવાય તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો.
- તીખાશ પણ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉં ના લોટની મસાલા પાપડી | Ghau na lot ni masala papadi
બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit
પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars banavani rit