દિવાળી પર કઈક હેલ્થી બનાવી ને ખાવાનું પસંદ કરતા હો તો આજ ની અમારી રેસિપી તમારા માટે જ છે જે જુવારના લોટ માંથી બનાવેલ હોવાથી ગ્લુટેન ફ્રી છે અને ગોળ માંથી બનાવેલ હોવાથી હેલ્થી પણ જુવાર આલમન્ડ કુકી છે અને સાથે બદામ થી ભરપુર છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી વાનગી છે તો ચાલો Juwar Almond Cookie banavani rit શીખીએ.
જુવાર આલમન્ડ કુકી બનાવવા જરૂરી સામગ્રી
- ઘી ⅓ કપ
- જુવાર નો લોટ 1 કપ
- છીણેલો ગોળ ⅔ કપ
- વેનીલા એસેન્સ 1 ચમચી
- મીઠું ¼ ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- સાબુદાણા પાઉડર ¼ કપ
- બદામ પાઉડર ½ કપ
- દૂધ ½ કપ
- બદામ ની કતરણ 3-4 ચમચી
જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત
જુવાર આલમન્ડ કુકી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં છીણેલો ગોળ, ઘી લઈ બને ને બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને દસ મિનિટ ગમે તે એક બાજુ હલાવતા રહો દસ મિનિટ પછી એમાં વેનીલા એસેન્સ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખી ફરી બે ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ચારણી થી ચાળી ને જુવાર નો લોટ, બદામ પાઉડર, સાબુદાણા પાઉડર નાખી ચાળી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને લોટ સ્મુથ બનાવવા જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થીદ દોઢ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
જે પ્લેટ માં કુકી બેક કરવાની હોય એમાં ઘી લગાવી લ્યો અથવા બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. અને ફ્રીઝ માં મુકેલી તપેલી બહાર કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં થોડું મીઠું નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો.
કડાઈ ગરમ થાય ત્યાં સુંધી જુવાર ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કુકી બનાવી ગ્રીસ કરેલ પ્લેટ માં થોડું થોડું અંતર રાખી મૂકો. અને ઉપર બદામ ની કતરણ મૂકો.
આમ એક પ્લેટ માં સમાય એટલી કુકી મૂકી પ્લેટ ને કડાઈ માં મૂકી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી વાળી પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ ને બેક કરવા મૂકો અને બહાર કાઢેલ પ્લેટ ને થોડી ઠંડી થવા દયો,
ત્યાર બાદ કુકી ભેગી કરી લ્યો આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને પરિવાર સાથે મજા જુવાર આલમન્ડ કુકી.
Juwar Almond Cookie recipe notes
- અહીં તમે પ્લેટ માં સિલ્વર ફોઇલ પણ લગાવી શકો છો અથવા એલ્યુમિનિયમ ની થાળી પણ વાપરી શકો છો.
- કુકી ને 170 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં દસ પંદર મિનિટ બેક પણ કરી શકો છો.
- કુકી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ જ પ્લેટ માંથી લેવી નહીંતર કુકી તૂટી જસે.
- અહી અમે એક વખત માં કુકી ને ચડવા માટે જેટલો સમય લાગે એ લખેલ છે.
- સાબુદાણા નો પાઉડર તમે સાબુદાણા ને મિક્સર જારમાં પીસી ચારણીથી ચાળી ને તૈયાર કરી શકો છો.
- બદામ નો પાઉડર બજાર માં તૈયાર મળે છે એ અથવા પ્લસ મોડ માં થોડી થોડી કરી બદામ ને પીસી ને બદામ નો પાઉડર તૈયાર કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Juwar Almond Cookie banavani rit
Juwar Almond Cookie banavani rit
Equipment
- 1 તપેલી
- 1 બટર પેપર
- 1 કડાઈ / કુકર, ટ્રે
Ingredients
જુવાર આલમન્ડ કુકી બનાવવા જરૂરી સામગ્રી
- ⅓ કપ ઘી
- 1 કપ જુવાર નો લોટ
- ⅔ કપ છીણેલો ગોળ
- 1 ચમચી વેનીલા એસેન્સ
- ¼ ચમચી મીઠું
- ½ ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ¼ કપ સાબુદાણા પાઉડર
- ½ કપ બદામ પાઉડર
- ½ કપ દૂધ
- 3-4 ચમચી બદામ ની કતરણ
Instructions
Juwar Almond Cookie banavani rit
- જુવાર આલમન્ડ કુકી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં છીણેલો ગોળ, ઘી લઈ બને ને બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને દસ મિનિટ ગમે તે એક બાજુ હલાવતા રહો દસ મિનિટ પછી એમાં વેનીલા એસેન્સ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખી ફરી બે ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં ચારણી થી ચાળી ને જુવાર નો લોટ, બદામ પાઉડર, સાબુદાણા પાઉડર નાખી ચાળી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને લોટ સ્મુથ બનાવવા જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થીદ દોઢ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
- જે પ્લેટ માં કુકી બેક કરવાની હોય એમાં ઘી લગાવી લ્યો અથવા બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. અને ફ્રીઝ માં મુકેલી તપેલી બહાર કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં થોડું મીઠું નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો.
- કડાઈ ગરમ થાય ત્યાં સુંધી જુવાર ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કુકી બનાવી ગ્રીસ કરેલ પ્લેટ માં થોડું થોડું અંતર રાખી મૂકો. અને ઉપર બદામ ની કતરણ મૂકો.
- આમ એક પ્લેટ માં સમાય એટલી કુકી મૂકી પ્લેટ ને કડાઈ માં મૂકી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી વાળી પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ ને બેક કરવા મૂકો અને બહાર કાઢેલ પ્લેટ ને થોડી ઠંડી થવા દયો,
- ત્યાર બાદ કુકી ભેગી કરી લ્યો આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને પરિવાર સાથે મજા જુવાર આલમન્ડ કુકી.
Juwar Almond Cookie recipe notes
- અહીં તમે પ્લેટ માં સિલ્વર ફોઇલ પણ લગાવી શકો છો અથવા એલ્યુમિનિયમ ની થાળી પણ વાપરી શકો છો.
- કુકી ને 170 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં દસ પંદર મિનિટ બેક પણ કરી શકો છો.
- કુકી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ જ પ્લેટ માંથી લેવી નહીંતર કુકી તૂટી જસે.
- અહી અમે એક વખત માં કુકી ને ચડવા માટે જેટલો સમય લાગે એ લખેલ છે.
- સાબુદાણા નો પાઉડર તમે સાબુદાણા ને મિક્સર જારમાં પીસી ચારણીથી ચાળી ને તૈયાર કરી શકો છો.
- બદામ નો પાઉડર બજાર માં તૈયાર મળે છે એ અથવા પ્લસ મોડ માં થોડી થોડી કરી બદામ ને પીસી ને બદામ નો પાઉડર તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Cheese Chilli Sandwich | ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત
પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit
ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit