આજ આપણે હેલ્થી અને ગ્લુટેન ફ્રી એવા જુવાર માંથી જુવાર ઉપમા બનાવવાની રીત – Juvar upma banavani rit શીખીશું , If you like the recipe do subscribe Cook With Rupam Sehtya YouTube channel on YouTube , અત્યાર સુંધી આપણે જુવાર ના લોટ માંથી રોટલી, રોટલા, મુઠીયા, કટલેસ બનાવીને તો જમ્યા જ છીએ પણ આજ આપણે જુવાર ના દાણા નો ઉપયોગ કરી ને વાનગી બનાવીશું. તો ચાલો Juvar upma recipe in gujarati શીખીએ.
જુવાર ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 1-2 ચમચી
- જુવાર 1 કપ
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાન 8-10
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- ઝીણા સમારેલા ગાજર ¼ કપ
- રાઈ ½ ચમચી
- ઝીણી સુધારેલ બીન્સ ¼ કપ
- ઝીણા સમારેલા ટામેટા 2
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Juvar upma banavani rit
જુવાર ઉપમા બનાવવા સૌપ્રથમ જુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી આઠ દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
જુવાર બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કુકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને જુવાર ડૂબે એના ઉપર થોડું પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી ગેસ ધીમો કરી દસ મિનિટ ચડવા દયો.
દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી જુવાર ને ચારણી માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કર બે મિનિટ શેકી લ્યો.
ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, બિન્સ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.ચાર મિનિટ પછી એમાં સુધારેલા ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં બાફી રાખેલ જુવાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો જુવાર ઉપમા.
Juvar upma recipe notes
- જો જુવાર ને પલાળવી ભૂલી ગયા હો તો નવશેકા પાની માં ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.
- શાક તમે તમારી પસંદ ના નાખી ને ઉપમા તૈયાર કરી શકો છો.
- ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
જુવાર ઉપમા બનાવવાની રીત | Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Rupam Sehtya ને Subscribe કરજો
Juvar upma recipe in gujarati
જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
જુવાર ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 ચમચી તેલ
- 1 કપ જુવાર
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- ¼ કપ ઝીણા સમારેલા ગાજર
- ½ ચમચી રાઈ
- ¼ કપ ઝીણી સુધારેલ બીન્સ
- 2 ઝીણા સમારેલા ટામેટા
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
જુવાર ઉપમા બનાવવાની રીત | Juvar upma banavani rit
- જુવાર ઉપમા બનાવવા સૌપ્રથમ જુવાર ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને ગ્લાસ પાણી નાખી આઠ દસ કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
- જુવાર બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કુકર માં નાખી સાથે સ્વાદ મુજબ મીઠું અને જુવાર ડૂબે એના ઉપર થોડું પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી ગેસ ધીમો કરી દસ મિનિટ ચડવા દયો.
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી જુવાર ને ચારણી માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સૂકા લાલ મરચા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કર બે મિનિટ શેકી લ્યો.
- ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ગાજર, બિન્સ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.ચાર મિનિટ પછી એમાં સુધારેલા ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો.
- પાંચ મિનિટ પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
- હવે એમાં બાફી રાખેલ જુવાર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો જુવાર ઉપમા.
Juvar upma recipe notes
- જો જુવારને પલાળવી ભૂલી ગયા હો તો નવશેકા પાની માં ચાર કલાક પલાળી ને પણ વાપરી શકો છો.
- શાક તમે તમારી પસંદ ના નાખી ને ઉપમા તૈયાર કરી શકો છો.
- ડુંગળીના ખાતા હો તો ના નાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મખાના ચાટ બનાવવાની રીત | Makahana chat banavani rit
વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich banavani rit recipe in gujarati
વઘારેલા મમરા | vagharela mamra | vagharela mamra recipe in gujarati
વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati