પહેલા આપણે જ્યારે પણ જુવાર ના લોટ માંથી રોટલી કે રોટલા બનાવતા ત્યારે લોટ ને મસળી મસળી ને થાકી જતા તો પણ હવે એકદમ સરળ લોટ બાંધી ને સોફ્ટ ને ટેસ્ટી ને હેલ્થી જુવાર મેથી ના થેપલા બનાવવાની રીત તૈયાર કરી મજા લઈ શકીએ છીએ તો ચાલો Juvar methi na thepla banavani rit શીખીએ.
જુવાર મેથી ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી લીલી મેથી 1 કપ
- જુવારના લોટ 1 ½ કપ
- જીરું 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી 1 ½ કપ
Juvar methi na thepla banavani rit
જુવાર મેથી ના થેપલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલા માં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીલા મરચા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ,લીલી મેથી સુધારેલ, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી ને જુવારનો લોટ નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ થી પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી લોટ ને કથરોટ માં કાઢી ને હાથ પર થોડું તેલ લગાવી લોટ ને બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો.
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠાને તવી પર નાખી પહેલા બને બાજુ થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વણી ને શેકી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર મેથી ના થેપલા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર મેથી ના થેપલા બનાવવાની રીત
Juvar methi na thepla banavani rit
Equipment
- 1 તપેલી
- 1 કથરોટ
- 1 પાટલો
- 1 તવી
- 1 વેલણ
Ingredients
જુવાર મેથી ના થેપલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઝીણી સુધારેલી લીલી મેથી
- 1½ કપ જુવારના લોટ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- 1½ કપ પાણી
Instructions
Juvar methi na thepla banavani rit
- જુવાર મેથી ના થેપલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલા માં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીલા મરચા ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ,લીલી મેથી સુધારેલ, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો.
- પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી ને જુવારનો લોટ નાખો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ થી પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી લોટ ને કથરોટ માં કાઢી ને હાથ પર થોડું તેલ લગાવી લોટ ને બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો.
- હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ ની મદદ થી પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠાને તવી પર નાખી પહેલા બને બાજુ થોડો ચડાવી લ્યો,
- ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વણી ને શેકી લ્યો. તૈયાર પરોઠા ને દહી, ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર મેથી ના થેપલા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lili chori bataka nu shaak | લીલી ચોરી બટાકા નું શાક બનાવવાની રીત
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit
ફણસીનું શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati | fansi nu shaak banavani rit
કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit
મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti banavani rit