નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકાર ની Jiru bhakhri ane methi bhakhri – જીરું ભાખરી અને મેથી ભાખરી શીખીશું આ બને ભાખરી બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી પાંચ સાત દિવસ સુંધી ખાઈ શકો છો. આ ભાખરી ચા, અથાણાં, ચટણી અને સોસ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવાની રીત શીખીએ.
જીરું ભાખરી બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- ક્રીમ ¼ કપ
- જીરું ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
મેથી ભાખરી બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- ઝીણી સમારેલી મેથી 1 કપ
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ તેલ / ઘી જરૂર મુજબ
Jiru bhakhri ane methi bhakhri ni recipe
જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બને ભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરી તવી પર શેકી ને તૈયાર કરીશું.
સૌપ્રથમ આપણે જીરું ભાખરી માટેનો લોટ બાંધી ને તૈયાર કરીશું જેના માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું , એક ચમચી તેલ અને મલાઈ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને મસળી લઈ ઢાંકી ને રાખો.
મેથી ભાખરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી નિતારી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એના ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. શેકેલ મેથી ને કથરોટ માં નાખો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખો.
હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
બને લોટ બાંધી લીધા બાદ જીરું ભાખરી વાળો લોટ લઈ મસળી લ્યો અને ત્યાર બાદ ને બે થી ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની ભાખરી બનાવી હોય એ સાઇઝ માં વાટકા થી કાપી લ્યો. અને ભાખરી પર ચાકુ કે ચમચા થી કાપા કરી લ્યો કાપેલી ભાખરી ને એક થાળી માં અલગ અલગ મૂકતા જાઓ. આમ બધા લોટ માંથી ભાખરી તૈયાર કરી લ્યો.
હવે મેથી ભાખરી ના લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ એની મિડીયમ સાઇઝ જાડી રોટલી બનાવી લઈ રોટલી પર ચાકુ થી કાપા કરી વાટકા થી કાપી ભાખરી બનાવી લ્યો. અને વધારા ના લોટ ને ફરી બીજા લોટ સાથે મૂકી દઈશું. આમ બધા લોટ માંથી ભાખરી બનાવી તૈયાર કરી લ્યો અને થાળી માં અલગ અલગ મૂકો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો અને તૈયાર ભાખરી ને એમાં મૂકી ધીમા તાપે દબાવી દબાવી ને શેકી લ્યો અને જરૂર લાગે એટલે તેલ કે થી લગાવી શેકી લ્યો. આમ બધી ભાખરી ને ધીમા તાપે તેલ કે થી લગાવી દબાવી દબાવી શેકી લઈ તૈયાર કરી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે જીરું ભાખરી અને મેથી ભાખરી.
Bhakhri recipe notes
- ભાખરી માં તમે તમારી પસંદ મુજબ તેલ અથવા ઘી નું મોણ નાખી શકો છો અને તેલ અથવા ઘી થી શેકી પણ શકો છો.
- આ ભાખરી ને તમે ધીમા તાપે બરોબર દબાવી દબાવી ને શેક્શો તો ભાખરી લાંબો સમય સુંધી ખાવા લાયક રહે છે.
- જો ફૂલ તાપે અથવા જપાટે શેકી લેશો તો અંદર થી કાચી રહી જશે અને ભાખરી બગડી જસે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી
Jiru bhakhri ane methi bhakhri ni recipe
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 પાટલો વેલણ
- 1 કડાઈ
Ingredients
જીરું ભાખરી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ¼ કપ ક્રીમ
- ½ ચમચી જીરું
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
મેથી ભાખરી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ ઝીણી સમારેલી મેથી
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી સફેદ તલ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
Instructions
Jiru bhakhri ane methi bhakhri ni recipe
- જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બનેભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરીતવી પર શેકી ને તૈયાર કરીશું.
Jiru bhakhri banavani rit
- જીરું ભાખરી અને મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા આપણે બને ભાખરી માટેની સામગ્રી તૈયાર કરી લેશું ત્યાર બાદ ભાખરી માટેનો લોટ બાંધી લઈશું. લોટ માંથી ભાખરી તૈયાર કરી તવી પર શેકી ને તૈયાર કરીશું.
- સૌપ્રથમ આપણે જીરું ભાખરી માટેનો લોટ બાંધી ને તૈયાર કરીશું જેના માટે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું , એક ચમચી તેલ અને મલાઈ નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને મસળી લઈ ઢાંકી ને રાખો.
methi bhakhri banavani rit
- મેથી ભાખરી બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ સાફ કરી નિતારી લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એના ઝીણી સુધારેલી મેથી નાખી મિક્સ કરી શેકી લ્યો અને એક મિનિટ શેકી લ્યો. શેકેલ મેથી ને કથરોટ માં નાખો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર , ધાણા જીરું પાઉડર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખો.
- હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
- બને લોટ બાંધી લીધા બાદ જીરું ભાખરી વાળો લોટ લઈ મસળી લ્યો અને ત્યાર બાદ ને બે થી ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ની ભાખરી બનાવી હોય એ સાઇઝ માં વાટકા થી કાપી લ્યો. અને ભાખરી પર ચાકુ કે ચમચા થી કાપા કરી લ્યો કાપેલી ભાખરી ને એક થાળી માં અલગ અલગ મૂકતા જાઓ. આમ બધા લોટ માંથી ભાખરી તૈયાર કરી લ્યો.
- હવે મેથી ભાખરી ના લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ લઈ એની મિડીયમ સાઇઝ જાડી રોટલી બનાવી લઈ રોટલી પર ચાકુ થી કાપા કરી વાટકા થી કાપી ભાખરી બનાવી લ્યો. અને વધારા ના લોટ ને ફરી બીજા લોટ સાથે મૂકી દઈશું. આમ બધા લોટ માંથી ભાખરી બનાવી તૈયાર કરી લ્યો અને થાળી માં અલગ અલગ મૂકો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો અને તૈયાર ભાખરી ને એમાં મૂકી ધીમા તાપે દબાવી દબાવી ને શેકી લ્યો અને જરૂર લાગે એટલે તેલ કે થી લગાવી શેકી લ્યો. આમ બધી ભાખરી ને ધીમા તાપે તેલ કે થી લગાવી દબાવી દબાવી શેકી લઈ તૈયાર કરી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે જીરું ભાખરી અને મેથી ભાખરી.
Bhakhri recipe notes
- ભાખરી માં તમે તમારી પસંદ મુજબ તેલ અથવા ઘી નું મોણ નાખી શકો છો અને તેલ અથવા ઘી થી શેકી પણ શકો છો.
- આ ભાખરી ને તમે ધીમા તાપે બરોબર દબાવી દબાવી ને શેક્શો તો ભાખરી લાંબો સમય સુંધી ખાવા લાયક રહે છે.
- જો ફૂલ તાપે અથવા જપાટે શેકી લેશો તો અંદર થી કાચી રહી જશે અને ભાખરી બગડી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila lasan nu lasaniyu banavani rit | લીલા લસણ નું લાસણીયુ
Bhinda ni kachari banavani rit | ભીંડા ની મસાલેદાર કાચરી
Hummus banavani rit | હમ્મસ બનાવવાની રીત
varadiyu recipe | વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe in gujarati
Lasuni methi nu shaak | લસુની મેથી નું શાક બનાવવાની રીત