ઘરે જીની ઢોસા બનાવવાની રીત – jini dosa banavani rit શીખીશું. આજે આપણે એકદમ નવી રીતે બેટર અને મસાલા તૈયાર કરીને જિની ઢોસા બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે જોતા જ ખાવાનું મન થાય તેવા સુંદર દેખાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આ ઢોસા ને તમે સવારે કે રાતે જમવામાં બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી જિની ઢોસા – jini dosa recipe in gujarati બનાવતા શીખીએ.
જીની ઢોસા નું બેટર તૈયાર કરવા માટેની સામગ્રી
- ચોખા 200 ગ્રામ
- અડદ ની દાળ 30 ગ્રામ
- મેથી દાણા ¼ ચમચી
- બેસન 50 ગ્રામ
- સોજી 50 ગ્રામ
મસાલા બનાવવા માટેની સામગ્રી
- બટર 2 ચમચી
- તેલ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ઝીણી સુધારેલા ટામેટા 2
- કોબી ની સ્લાઈસ 1 કપ
- ઝીણા સુધારેલા કેપ્સીકમ 1
- સેઝવાન ચટણી 2-3 ચમચી
- ટામેટા કેચઅપ 3-4 ચમચી
- રેડ ચીલી સોસ 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી 1 ચમચી
જિની ઢોસા બનાવવા માટેની સામગ્રી
- બટર
- પનીર
- પ્રોસેસડ ચીઝ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી
જીની ઢોસા નું બેટર બનાવવા માટેની રીત
બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ચોખા લ્યો. હવે તેમાં અડદ ની દાળ અને મેથી ના દાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી ત્રણ થી ચાર કલાક માટે પલાળવા માટે રાખી દયો.
ત્યાર બાદ પલાળી ને રાખેલ ચોખા અને દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે એક મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખી ને પીસી લ્યો.
હવે એક બાઉલમાં બેસન લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ ધોલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. જરૂર મુજબ તેમાં પાણી નાખી સરસ થી બેટર તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણું ઢોસા માટેનું બેટર.
મસાલા બનાવવા માટેની રીત
મસાલા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બટર અને તેલ નાખો. હવે તે ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં કોબી ની સ્લાઈસ, સેઝવાન ચટણી, ટામેટા કેચઅપ, રેડ ચીલી સોસ, સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેસર ની મદદ થી મેસ કરતા જાવ અને સરસ થી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
જીની ઢોસા બનાવવાની રીત
જીની ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પાણી અને તેલ છાંટો. ત્યાર બાદ તેને એક કોટન ના કપડાં થી લુછી લ્યો.
કડછી ની મદદ થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક કડછી બેટર લ્યો. હવે તેને તવી ઉપર નાખો. હવે તેને કડછી ની મદદ થી રાઉન્ડ સેપ આપો.
તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તેની ઉપર મસાલા ની એક લેયર લગાવો. હવે તેની ઉપર ગ્રેટ કરીને પનીર નાખો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ઝીણા સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે ચીઝ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
પીઝા કટર ની મદદ થી લાંબી પટી માં ત્રણ કટ લગાવી લ્યો. હવે તેને ધીરે ધીરે રાઉન્ડ સેપ આપીને રોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક સર્વીંગ પ્લેટમાં ઊભા રોલ ગોઠવો.
તૈયાર છે આપણા ટેસ્ટી જિની ઢોસા. હવે તેને નારિયલ ની ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જિની ઢોસા સાથે ખાવાનો આનંદ માણો.
jini dosa banavani rit | Recipe Video
Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Amritsari aloo Kulcha recipe in gujarati
જીની ઢોસા | jini dosa | જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit | jini dosa recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
જીની ઢોસા નું બેટર તૈયાર કરવા માટેની સામગ્રી
- ચોખા 200 ગ્રામ
- અડદ ની દાળ 30 ગ્રામ
- મેથી દાણા ¼ ચમચી
- બેસન 50 ગ્રામ
- સોજી 50 ગ્રામ
મસાલા બનાવવા માટેની સામગ્રી
- બટર 2 ચમચી
- તેલ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- ઝીણી સુધારેલા ટામેટા 2
- કોબીની સ્લાઈસ 1 કપ
- ઝીણા સુધારેલા કેપ્સીકમ 1
- સેઝવાન ચટણી 2-3 ચમચી
- ટામેટા કેચઅપ 3-4 ચમચી
- રેડ ચીલી સોસ 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી 1 ચમચી
જિની ઢોસા બનાવવા માટેની સામગ્રી
- બટર
- પનીર
- પ્રોસેસડ ચીઝ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ઝીણી સુધારેલી લીલી ડુંગળી
Instructions
જીની ઢોસા નું બેટર બનાવવા માટેની રીત
- બેટર બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ચોખા લ્યો. હવે તેમાં અડદ ની દાળ અને મેથી ના દાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો.ત્યાર બાદ તેમાં પાણી નાખી ત્રણ થી ચાર કલાક માટે પલાળવા માટે રાખી દયો.
- ત્યારબાદ પલાળી ને રાખેલ ચોખા અને દાળ માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે એક મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખી ને પીસી લ્યો.
- હવે એક બાઉલમાં બેસન લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેમાં અડધા કપ જેટલું પાણીનાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાંપીસી ને રાખેલ ધોલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. જરૂર મુજબ તેમાં પાણી નાખી સરસ થી બેટર તૈયાર કરી લ્યો.હવે તૈયાર છે આપણું ઢોસા માટેનું બેટર.
મસાલા બનાવવા માટેની રીત
- મસાલા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બટર અને તેલ નાખો. હવે તે ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં કોબી ની સ્લાઈસ, સેઝવાન ચટણી, ટામેટા કેચ અપ, રેડ ચીલી સોસ, સ્વાદપ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેમેસર ની મદદ થી મેસ કરતા જાવ અને સરસ થી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
જીની ઢોસા બનાવવાની રીત
- જીની ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પાણી અને તેલ છાંટો.ત્યાર બાદ તેને એક કોટન ના કપડાં થી લુછી લ્યો.
- કડછી ની મદદ થી બેટર ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક કડછી બેટર લ્યો. હવે તેને તવી ઉપર નાખો. હવે તેને કડછી ની મદદ થી રાઉન્ડ સેપ આપો.
- તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તેની ઉપર મસાલા ની એક લેયર લગાવો. હવે તેની ઉપર ગ્રેટ કરીને પનીર નાખો. હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ નાખો.હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ઝીણા સુધારેલી લીલી ડુંગળી નાખો. હવે ચીઝ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- પીઝા કટર ની મદદ થી લાંબી પટી માં ત્રણ કટ લગાવી લ્યો. હવે તેને ધીરે ધીરે રાઉન્ડ સેપ આપીને રોલ બનાવી લ્યો. ત્યાર બાદ તેને એક સર્વીંગ પ્લેટમાં ઊભા રોલ ગોઠવો.
- તૈયાર છે આપણા ટેસ્ટી જિની ઢોસા. હવે તેને નારિયલ ની ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જિની ઢોસા સાથે ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit
ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati