નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કાલા ખટ્ટા શરબત દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળ ફ્રૂટ મળતા હોય છે અને દરેક ફ્રુટનો સ્વાદ અલગ અલગ હોય છે ગરમીની સીઝન પૂરી થતા અને ચોમાસાની સીઝન શરૂ થતી હોય ત્યારે બધાને ભાવે એવા હેલ્દી એવા ફ્રુટ ની નાના થી લઇ મોટા બધા રાહ જોતા હોય છે જે જોવામાં એકદમ ઉપર થી કાળા ને અંદર થી જાંબલી અને સ્વાદમાં એવા ટેસ્ટી જાંબુ . જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તેમજ ડાયાબિટીસના પેશન્ટને માટે ખૂબ લાભકારી હોય છે ઘણાં એવો વિચાર આવતો હસે કે જાંબુ માંથી પણ કોઈ શરબત બનતો હશે પરંતુ આજે આપણે બનાવીશું , જાંબુ નું શરબત ,જાંબુ નો કાલા ખટ્ટા શરબત, Jambu nu sharbat in Gujarati
જાંબુ નો કાલા ખટ્ટા શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ જાંબુ
- ½ કપ ખાંડ
- 2 લિટર પાણી
- ¼ કપ લીંબુ રસ
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી સેકેલ જીરું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- 5-6 પાંદડા ફુદીના
- બરફ
Jambu nu sharbat in Gujarati
કાલા ખટ્ટા શરબત બનાવવા સૌપ્રથમ જાંબુને ઠંડા પાણીમાં બરોબર હલકા હાથે સાફ કરી લેવા , ગેસ પર એક કડાઈમાં જાંબુ તથા બે લીટર જેટલું પાણી નાખી ગેસ ચાલુ કરો
હવે કડાઈમાં સ્વાદ પ્રમાણે મીઠું સંચળ મરીનો ભૂકો અને ખાંડ નાખી આ મિશ્રણને દસથી પંદર મિનિટ ઉકળવા દો , મિશ્રણ બરાબર ઉકળી જાય એટલે મેસર વડે અથવા કડછી વડે જાંબુ ના બીજ ના તૂટે એ રીતે મેશ કરી લો
હવે ફરી પાંચ મિનિટ ચડાવો , ત્યારબાદ ગેસ બંધ કરી જીની ચારણી વડે જાંબુના પાણીને બરોબર ચાળી લો , હવે મિશ્રણને ઠંડુ થવા દો
મિશ્રણ બિલકુલ ઠંડું થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ મિક્સ કરી દો , હવે સર્વિંગ ગ્લાસમાં થોડા ટુકડા બરફના બે-ત્રણ પાન ફુદીનાના તેમજ એક લીંબુની સ્લાઈજ નાખી તેમાં જાંબુનો શરબત નાખી ઠંડા ઠંડા કાલા ખટ્ટા શરબત ની મજા લ્યો
NOTES
લીંબુ નું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ ઓછું વધુ કરી શકો છો
જાંબુ નું શરબત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જાંબુ નું શરબત બનાવવાની રીત
જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati
Ingredients
જાંબુ નો કાલા ખટ્ટા શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ જાંબુ
- ½ કપ ખાંડ
- 2 લિટર પાણી
- ¼ કપ લીંબુ રસ
- ½ ચમચી સંચળ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી સેકેલ જીરું પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- 5-6 પાંદડા ફુદીના
- બરફ
Instructions
જાંબુ નો કાલા ખટ્ટા શરબત – જાંબુ નું શરબત – જાંબુ નો સરબત – જાંબુ નો જ્યુસ – Jambu nu sharbat in Gujarati
- કાલા ખટ્ટા શરબત બનાવવા સૌપ્રથમ જાંબુને ઠંડાપાણીમાં બરોબર હલકા હાથે સાફ કરી લેવા
- ગેસ પર એક કડાઈમાં જાંબુ તથા બે લીટર જેટલુંપાણી નાખી ગેસ ચાલુ કરો
- હવે કડાઈમાં સ્વાદ પ્રમાણે મીઠું સંચળ મરીનોભૂકો અને ખાંડ નાખી આ મિશ્રણને દસથી પંદર મિનિટ ઉકળવા દો
- મિશ્રણ બરાબર ઉકળી જાય એટલે મેસર વડે અથવા કડછીવડે જાંબુ ના બીજ ના તૂટે એ રીતે મેશ કરી લો
- હવે ફરી પાંચ મિનિટ ચડાવો
- ત્યારબાદ ગેસ બંધ કરી જીની ચારણી વડે જાંબુનાપાણીને બરોબર ચાળી લો
- હવે મિશ્રણને ઠંડુ થવા દો
- મિશ્રણ બિલકુલ ઠંડું થઈ જાય એટલે તેમાં લીંબુનોરસ મિક્સ કરી દો
- હવે સર્વિંગ ગ્લાસમાં થોડા ટુકડા બરફના બે-ત્રણ પાન ફુદીનાના તેમજ એક લીંબુની સ્લાઈજ નાખી તેમાં જાંબુનો શરબત નાખીઠંડા ઠંડા કાલા ખટ્ટા શરબત ની મજા લ્યો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બદામ શેક બનાવવાની રીત | Badam milk shake recipe in Gujarati
સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati