જાંબુ ની સીઝન માં બને એટલા જાંબુ ખાઈ લેવા જોઈએ કેમ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. આમ તો જાંબુ નો પોતાનો સ્વાદ જ ખૂબ સારો હોય છે પણ એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ નો સ્વાદ પણ ખુબ સારો લાગે છે તો આજ એવીજ એક ઠંડી ઠંડી વાનગી શીખીશું. તો ચાલો જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત – Jambu Malai Ice Cream banavani rit શીખીએ.
જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- બીજ કાઢેલા જાંબુ નો પલ્પ 150 ગ્રામ
- ખાંડ 150 ગ્રામ + ½ કપ
- લીંબુનો રસ 1-2 ચમચી
- ક્રીમ 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- મિલ્ક પાઉડર 1 કપ
જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત
જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાંબુ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી ને એના બીજ અલગ કરી લ્યો હવે જાંબુ ના પલ્પ ને મિક્સર જારમાં નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે પીસેલા પેસ્ટ ને એક કડાઈ માં નાખો અને સાથે ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ પર હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. જાંબુ નો પલ્પ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો પલ્પ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
મિક્સર જારમાં ફૂલ ક્રીમ દૂધ, મલાઈ, ખાંડ, મિલ્ક પાઉડર નાખી ને પીસી લ્યો અને સ્મુથ કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ત્રણ ચાર કલાક ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો અને મલાઈ આઈસક્રીમ ને સેટ થવા દયો. ચાર કલાક પછી જામેલી આઈસક્રીમ ને ડી મોલ્ડ કરી લ્યો અને એના સરખા બે ભાગ કરી લ્યો.
એક ભાગ ને મિક્સર જારમાં નાખો એમાં જાંબુનો પલ્પ બનાવેલ એમાંથી એક બે ચમચા નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે ફરી એર ટાઈટ ડબ્બા થોડી મલાઈ આઈસક્રીમ નાખો એના પર પીસેલી જાંબુ આઈસક્રીમ નાખો અને વચ્ચે થોડો જાંબુ પલ્પ નાખો આમે એક બે લેયર કરી લ્યો.
હવે ફરી એર ટાઈટ ડબ્બા ના ઢાંકણ ને બરોબર બંધ કરી ફ્રીઝર માં પાંચ સાત કલાક અથવા આખી રાત જમાવા મૂકો અને આઈસક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો જાંબુ મલાઈ આઈસક્રીમ.
Jambu Malai Ice Cream recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- મલાઈ તમે ઘર ની કે બજાર ની વાપરી શકો છો.
Jambu Malai Ice Cream banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Neha Deepak Shah ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Jambu Malai Ice Cream recipe
જાંબુ મલાઈ આઈસક્રીમ | Jambu Malai Ice Cream
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 એર ટાઈટ ડબ્બા
Ingredients
જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 150 ગ્રામ બીજ કાઢેલા જાંબુ નો પલ્પ
- 150 ગ્રામ ખાંડ 150 + ½ કપ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 1 કપ ક્રીમ
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 1 કપ મિલ્ક પાઉડર
Instructions
Jambu Malai Ice Cream banavani rit
- જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાંબુને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપીને એના બીજ અલગ કરી લ્યો હવે જાંબુ ના પલ્પ ને મિક્સર જારમાં નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે પીસેલા પેસ્ટ ને એક કડાઈ માં નાખો અનેસાથે ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ પર હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવીલ્યો. જાંબુ નો પલ્પ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડું ઠંડું થવાદયો પલ્પ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
- મિક્સર જારમાં ફૂલ ક્રીમ દૂધ,મલાઈ, ખાંડ, મિલ્ક પાઉડરનાખી ને પીસી લ્યો અને સ્મુથ કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ત્રણચાર કલાક ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો અને મલાઈ આઈસક્રીમ ને સેટ થવા દયો. ચાર કલાક પછીજામેલી આઈસક્રીમ ને ડી મોલ્ડ કરી લ્યો અને એના સરખા બે ભાગ કરી લ્યો.
- એક ભાગ ને મિક્સર જારમાં નાખો એમાં જાંબુનોપલ્પ બનાવેલ એમાંથી એક બે ચમચા નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે ફરી એર ટાઈટ ડબ્બાથોડી મલાઈ આઈસક્રીમ નાખો એના પર પીસેલી જાંબુ આઈસક્રીમ નાખો અને વચ્ચે થોડો જાંબુ પલ્પનાખો આમે એક બે લેયર કરી લ્યો.
- હવે ફરી એર ટાઈટ ડબ્બા ના ઢાંકણ ને બરોબર બંધકરી ફ્રીઝર માં પાંચ સાત કલાક અથવા આખી રાત જમાવા મૂકો અને આઈસક્રીમ બરોબર જામી જાયએટલે મજા લ્યો જાંબુ મલાઈ આઈસક્રીમ.
Jambu Malai Ice Cream recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરીશકો છો.
- મલાઈ તમે ઘર ની કે બજાર ની વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત | Biscuit Ice Cream banavani rit
આંબા ફ્રોઝન કરવાની રીત | કેરી નો રસ સ્ટોર કરવાની રીત | keri no ras store karvani rit
ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati
કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati