મિત્રો આજે આપણે Jain papdi chaat banavani rit શીખીશું. આજ કાલ પર્યુષણ ચાલી રહેલ છે અને પર્યુષણ દરમ્યાન રોજ કઈ વાનગી બનાવવી એ પ્રશ્ન હોય તો આજ અમે થોડો પ્રયત્ન કરેલ છે. પણ જો કોઈ ભૂલ ચૂક હોય તો અમને ચોક્કસ બતાવજો જેથી બીજી જૈન વાનગી જણાવતા સમયે ધ્યાન રાખીએ. તો ચાલો આજ આપણે જૈન પાપડી ચાટ ની રેસીપી શીખીએ.
જૈન પાપડી ચાટ ની સામગ્રી
- મગ 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- હળદર જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- નારિયળ નું છીણ 2-3 ચમચી
- ઝીણી બેસન સેવ જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- ગરમ કરી ઠંડુ કરેલ દહી જરૂર મુજબ
- આંબલી ની ચટણી / આમચૂર પાઉડર જરૂર મુજબ
- ખાંડ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Jain papdi chaat banavani rit
જૈન પાપડી ચાટ બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો. મગ ને ત્રણ કલાક પલાળી લીધા બાદ પાણી નિતારી કૂકરમાં નાખો સાથે દોઢ થી બે કપ જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
બાફેલા મગનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ અને પા ચમચી હળદર નાખો અને એમાં બાફી નિતારી રાખેલ મગ નાખીને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી મગ ને એક બાજુ મૂકો.
હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ લોટને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ત્રણ ચાર લુવા કરી એમાંથી પાતળી રોટલી બનાવી ગોળ કે ચોરસ પાપડી કાપી કટકા કરી લ્યો આમ બધા લુવને વણી ને કાપી અલગ અલગ મૂકો જેથી એક બીજામાં ચોંટી ન જાય
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ પાપડી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. પાપડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પાપડી ને તરી લ્યો અને ઠંડી થવા દયો.
ત્યારબાદ મિક્સર જારમાં બે થી ત્રણ ચમચી નારિયળ નું છીણ, બે ચમચી સેવ, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને પા ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાં બાદ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ ચટણી પીસી લ્યો અને લાલ ચટણી તૈયાર કરી લ્યો.
હવે દહીં ને ગરમ કરવા કુકર અથવા કડાઈ માં પાણી નાખો અને વચ્ચે દહી નું વાસણ મૂકી વાસણ ને ઢાંકી ને કુકર બંધ કરી અથવા કડાઈને ઢાંકણ લગાવી દહી ને ગરમ કરી લ્યો. દહી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દહી નું વાસણ બહાર કાઢી લ્યો અને મિક્સર કે બ્લેન્ડર થી દહી ને સમૂથ પીસી લ્યો અને એક બાજુ મૂકો.
બાદમા જૈન પાપડી ચાર્ટ સર્વ કરવા પ્લેટ માં તૈયાર કરેલ પાપડી મૂકો એના પર શેકી રાખેલ મગ નાખો એના પર લાલ ચટણી બનાવેલ એ નાખો સાથે પીસેલું દહી, આંબલી ની ચટણી / આમચૂર પાઉડર નાખો અને લાલ મરચાનો પાઉડર, શેકલે જીરું પાઉડર છાંટો ,ચાર્ટ મસાલો અને ઝીણી સેવ છાંટી ને મજા લ્યો જૈન પાપડી ચાર્ટ.
Paryushan special Jain papdi chaat notes
- અહી તમે ચટણીઓ પહેલથી તૈયાર કરી રાખી શકાય છો.
- પાપડી પણ પહેલેથી તૈયાર કરી રાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જૈન પાપડી ચાટ બનાવવાની રીત
Jain papdi chaat banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
જૈન પાપડી ચાટ ની સામગ્રી
- 1 કપ મગ
- 1 કપ ઘઉંનો લોટ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- હળદર જરૂર મુજબ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- 2-3 ચમચી નારિયળ નું છીણ
- ઝીણી બેસન સેવ જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- ગરમ કરી ઠંડુ કરેલ દહી જરૂર મુજબ
- આંબલી ની ચટણી / આમચૂર પાઉડર જરૂર મુજબ
- ખાંડ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Jain papdi chaat banavani rit
- જૈન પાપડી ચાટ બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો. મગ ને ત્રણ કલાક પલાળી લીધા બાદ પાણી નિતારી કૂકરમાં નાખો સાથે દોઢ થી બે કપ જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- બાફેલા મગનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ અને પા ચમચી હળદર નાખો અને એમાં બાફી નિતારી રાખેલ મગ નાખીને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી મગ ને એક બાજુ મૂકો.
- હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ લોટને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ત્રણ ચાર લુવા કરી એમાંથી પાતળી રોટલી બનાવી ગોળ કે ચોરસ પાપડી કાપી કટકા કરી લ્યો આમ બધા લુવને વણી ને કાપી અલગ અલગ મૂકો જેથી એક બીજામાં ચોંટી ન જાય
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ પાપડી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. પાપડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પાપડી ને તરી લ્યો અને ઠંડી થવા દયો.
- ત્યારબાદ મિક્સર જારમાં બે થી ત્રણ ચમચી નારિયળ નું છીણ, બે ચમચી સેવ, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને પા ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાં બાદ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ ચટણી પીસી લ્યો અને લાલ ચટણી તૈયાર કરી લ્યો.
- હવે દહીં ને ગરમ કરવા કુકર અથવા કડાઈ માં પાણી નાખો અને વચ્ચે દહી નું વાસણ મૂકી વાસણ ને ઢાંકી ને કુકર બંધ કરી અથવા કડાઈને ઢાંકણ લગાવી દહી ને ગરમ કરી લ્યો. દહી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દહી નું વાસણ બહાર કાઢી લ્યો અને મિક્સર કે બ્લેન્ડર થી દહી ને સમૂથ પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- બાદમા જૈન પાપડી ચાર્ટ સર્વ કરવા પ્લેટ માં તૈયાર કરેલ પાપડી મૂકો એના પર શેકી રાખેલ મગ નાખો એના પર લાલ ચટણી બનાવેલ એ નાખો સાથે પીસેલું દહી, આંબલી ની ચટણી / આમચૂર પાઉડર નાખો અને લાલ મરચાનો પાઉડર, શેકલે જીરું પાઉડર છાંટો ,ચાર્ટ મસાલો અને ઝીણી સેવ છાંટી ને મજા લ્યો જૈન પાપડી ચાર્ટ.
Paryushan special Jain papdi chaat notes
- અહી તમે ચટણીઓ પહેલથી તૈયાર કરી રાખી શકાય છો.
- પાપડી પણ પહેલેથી તૈયાર કરી રાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચીલી ગાર્લિક રોટલી | Chili Garlic Rotili recipe
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para
દામણી ઢોકળા | Damni Dhokla banavani rit
ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati