HomePanjabiજૈન પનીર મખની બનાવવાની રીત | jain paneer makhani banavani rit recipe...

જૈન પનીર મખની બનાવવાની રીત | jain paneer makhani banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Yum  YouTube channel on YouTube આજે આપણે ડુંગળી લસણ વગરની જૈન પનીર મખની બનાવવાની રીત – jain paneer makhani banavani rit gujarati ma શીખીશું. આપણા માંથી ઘણા લોકો ડુંગળી લસણ નથી ખાતા કે પછી વ્રત ઉપવાસમાં ડુંગળી લસણ નથી ખાતા તો આજ એ બધા માટે પંજાબી શાક એ પણ પનીર મખની ને લઇ આવ્યા છીએ તો ચાલો ડુંગળી લસણ વગરની jain paneer makhani recipe in gujarati language શીખીએ.

જૈન પનીર મખની બનાવવા જરૂરી સામગ્રી | jain paneer makhani ingredients

  • પનીર 300 ગ્રામ કટકા કરેલ

જૈન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા મીડીયમ સાઇઝ ના 4-5 સુધારેલ
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • તજ ની ટુકડો 1 નાનો
  • તમાલપત્ર 1
  • એલચી 1-2
  • લાલ મરચા 2-3
  • કાજુ 10-12
  • લીલા મરચા સુધારેલા 1-2
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1 ½  કપ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1  ચમચી
  • ઘી / માખણ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સૂકી મેથી 1 ચમચી
  • ખાંડ ¼ ચમચી
  • ક્રીમ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

સ્મોક આપવા માટેની સામગ્રી

  • કોલસો 1
  • ઘી 1 ચમચી

jain paneer makhani recipe in gujarati language

 સૌ પ્રથમ આપણે રેસીપી ની ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ  જૈન પનીર મખની રેસીપી જોઈશું

ગ્રેવી બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં તજ, તમાલપત્ર, સૂકા લાલ મરચા, એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ત્રણ મિનિટ ચડાવો

ટમેટા થોડા નરમ થાય એટલે એમાં કાજુ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો બધું બરોબર શેકી લીધા બાદ એમાં એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો દસ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું થવા દયો

મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી સમુથ પ્યુરી બનાવી લ્યો ને જરૂર લાગે તો પા કપ પાણી નાખી નહિતર પાણી વગર પ્યુરી બનાવી લ્યો હવે પ્યુરી ને ગાળી લ્યો અને એક બાજુ મૂકો

જૈન પનીર મખની રેસીપી

હવે બીજી કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ મીડીયમ કરી એમાં પનીર ના કટકા નાખી બધી બાજુ ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો અને શેકેલ પનીર અલગ વાસણમાં કાઢી લ્યો સાથે બાજુ માં કોલસા ને ગરમ કરવા મૂકો

હવે એજ કડાઈ માં બીજું તેલ અને માખણ નાખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો ને ત્યાર બાદ ગાળી રાખેલ પ્યુરી નાખી દયો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ખદખદાવો ત્યાર બાદ એમાં ખાંડ, ગરમ મસાલો અને ક્રીમ નાંખી મિક્સ કરી લ્યો

હવે એમાં શેકેલ પનીર ના કટકા નાખો સાથે સૂકી મેથી ને હાથ થી ક્રશ કરી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી નાખો

હવે ગરમ કોલસા ને વાટકા માં મૂકી વાટકો કડાઈ માં મૂકી એના પ્ર એક ચમચી ઘી નાખી ઢાંકી ને ચાર પાંચ મિનિટ મૂકી દયો ત્યાર બાદ સર્વિગ બાઉલ માં કાઢી લીલા ધાણા અને ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો ડુંગળી લસણ વગરની પનીર મખની

jain paneer makhani recipe in gujarati notes

  • ગ્રેવી ના ઘણી ઘટ્ટ રહે ના ઘણી પાતળી એનું ધ્યાન રાખવું
  • મસાલા જે તમે ના ખાતા હો એ ના નાખવા
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • મીઠું ધ્યાન થી નાખવું જેથી વધારે ના પડે અને જો વધારે થઈ જાય તો બટેકા ને એમાં મૂકી ને પાંચ મિનિટ ચડાવી લેવું જેથી મીઠું બરોબર થઈ જાય

જૈન પનીર મખની બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

jain paneer makhani banavani rit gujarati ma

જૈન પનીર મખની બનાવવાની રીત - jain paneer makhani recipe in gujarati - jain paneer makhani banavani rit

જૈન પનીર મખની બનાવવાની રીત | jain paneer makhani recipe in gujarati | jain paneer makhani banavani rit

આજે આપણે ડુંગળી લસણ વગરની જૈન પનીર મખની બનાવવાની રીત – jain paneer makhani banavani rit gujarati ma શીખીશું. આપણા માંથી ઘણા લોકો ડુંગળી લસણ નથી ખાતા કે પછી વ્રત ઉપવાસમાં ડુંગળી લસણ નથી ખાતા તો આજ એ બધા માટે પંજાબીશાક એ પણ પનીર મખની ને લઇ આવ્યા છીએ તો ચાલો ડુંગળી લસણ વગરની jain paneer makhani recipe in gujarati language શીખીએ
5 from 10 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

જૈન પનીર મખની બનાવવા જરૂરી સામગ્રી | jain paneer makhani ingredients

  • 300 ગ્રામ પનીર કટકા કરેલ

જૈન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ટમેટા મીડીયમ સાઇઝ ના સુધારેલ
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 તજ નો ટુકડો નાનો
  • 1 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 2-3 લાલ મરચા
  • 10-12 કાજુ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ½  કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

વઘાર માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ઘી / માખણ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી સૂકી મેથી
  • ચમચી ખાંડ ¼
  • ¼ કપ ક્રીમ
  • 5-6 ચમચી લીલાધાણા સુધારેલા

સ્મોક આપવા માટેની સામગ્રી

  • 1 કોલસો
  • 1 ચમચી ઘી

Instructions

જૈન પનીર મખની બનાવવાની રીત| jain paneer makhani banavani rit

  •  સૌ પ્રથમ આપણે રેસીપી ની ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ  જૈન પનીર મખની રેસીપી જોઈશું

ગ્રેવી બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં તજ, તમાલપત્ર,સૂકા લાલ મરચા, એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખીબે ત્રણ મિનિટ ચડાવો
  • ટમેટા થોડા નરમ થાય એટલે એમાં કાજુ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો બધું બરોબરશેકી લીધા બાદ એમાં એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યોદસ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી સમુથ પ્યુરી બનાવી લ્યો ને જરૂર લાગે તો પા કપ પાણીનાખી નહિતર પાણી વગર પ્યુરી બનાવી લ્યો હવે પ્યુરી ને ગાળી લ્યો અને એક બાજુ મૂકો

જૈન પનીર મખની રેસીપી

  • હવેબીજી કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ મીડીયમ કરી એમાં પનીર ના કટકા નાખી બધી બાજુ ફેરવી ને ગોલ્ડન શેકી લ્યોઅને શેકેલ પનીર અલગ વાસણમાં કાઢી લ્યો સાથે બાજુ માં કોલસા ને ગરમ કરવા મૂકો
  • હવે એજ કડાઈ માં બીજું તેલ અને માખણ નાખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો નેત્યાર બાદ ગાળી રાખેલ પ્યુરી નાખી દયો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને જરૂરમુજબ મીઠું નાખી મિક્સ કરી ખદખદાવો ત્યાર બાદ એમાં ખાંડ, ગરમમસાલો અને ક્રીમ નાંખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં શેકેલ પનીર ના કટકા નાખો સાથે સૂકી મેથી ને હાથ થી ક્રશ કરી નાખી બરોબર મિક્સકરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી નાખો

jain paneer makhani recipe in gujarati notes

  • ગ્રેવીના ઘણી ઘટ્ટ રહે ના ઘણી પાતળી એનું ધ્યાન રાખવું
  • મસાલાજે તમે ના ખાતા હો એ ના નાખવા
  • તેલની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • મીઠું ધ્યાન થી નાખવું જેથી વધારે ના પડે અને જો વધારે થઈ જાય તો બટેકા ને એમાં મૂકી ને પાંચમિનિટ ચડાવી લેવું જેથી મીઠું બરોબર થઈ જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit | rajma nu shaak recipe in gujarati

બટર નાન બનાવવાની રીત | naan recipe in gujarati | naan banavani rit

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular