નમસ્તે મિત્રો આજે આપણે ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત શીખીશું. જેવું કે તમે નામ વાંચ્યું એમ આ એક ઇટાલિયન વાનગી છે જેમાં રાઈસ અને સોસ બને નો સમાવેશ થઈ જાય છે અને એક સંપૂર્ણ પેટ ભરાઈ જાય એવી વાનગી છે તો ચાલો Italian Rice with souce banavani rit શીખીએ.
રાઈસ માટેની સામગ્રી
- બાફેલા રાઈસ 1 ½ કપ
- માખણ 1-2 ચમચી
- લાલ, પીળા, લીલા કેપ્સિકમ સુધારેલ 1 કપ
- બેબીકોર્ન ના કટકા ¼ કપ
- બ્રોકલી0ના કટકા ¼ કપ
- મકાઈ ના દાણા 3-4 ચમચી
- પીઝા સોસ 1 ચમચી
સોસ / ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- માખણ 1-2 ચમચી
- મેંદા નો લોટ 1 -2 ચમચી
- મિલ્ક 100 એમ. એલ.
- લાલ, પીળા, લીલા કેપ્સિકમ ½ કપ
- બેબીકોર્ન ના કટકા ¼ કપ
- મકાઈ ના દાણા 4-5 ચમચી
- બ્રોકલી ના કટકા ¼ કપ
- પીઝા સોસ 2-3 ચમચી
- પ્રોસેસ ચીઝ 1-2 ક્યૂબ
Italian Rice with souce banavani rit
ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવા સૌપ્રથમ રાઈસ તૈયાર કરીશું ત્યાર બાદ સોસ બનાવી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરીશું.
રાઈસ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં બેબી કોર્ન કટકા અને બ્રોકલી ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ મકાઈ ના દાણા, લાલ, લીલા, અને પીળા કેપ્સીકમ સુધારેલ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં પીઝા સોસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલ રાઈસ નાખી મિક્સ કરી લ્યો અને રાઈસ તૈયાર કરી લ્યો.
સોસ / ગ્રેવી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં લાલ, લીલા અને પીળા કેપ્સીકમ સુધારેલ, બ્રોકલી, બેબી કોર્ન અને મકાઈના દાણા નાખી બે ચાર મિનિટ ફૂલ તાપે શેકી લ્યો. અને શેકેલ શાક ને બીજા વાસણમાં કાઢી લ્યો.
એક કડાઈ માં ફરી એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં મેંદા નો લોટ નાખી ધીમા તાપે મેંદા ના લોટ ને શેકી લ્યો. મેંદાનો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડું થોડું કરી દૂધ નાખી મિક્સ કરતા જાઓ આમ બધું દૂધ બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો.
એમાં શેકી રાખેલ શાક નાખો સાથે પીઝા સોસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાંચ સાત ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
તૈયાર રાઈસ ને એક મોટા વાટકા માં નાખી દબાવી ને પ્લેટ માં ઊંધો કરી ને મૂકો અને એની ફરતે તૈયાર કરેલ સોસ/ ગ્રેવી નાખી ને ગરમ ગરમ સર્વ કરો ઇટાલિયન રાઈસ વિથ સોસ.
Italian Rice with souce NOTES
- અહી તમે મેંદા ના લોટ ના સોસ ની જગ્યાએ ક્રીમ પણ વાપરી શકો છો.
- શાક માં તમારા પાસે હોય એ ઝીણા ઝીણા કટકા કરી ને વાપરી શકો છો.
ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત
Italian Rice with souce banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
રાઈસ માટેની સામગ્રી
- 1 ½ કપ બાફેલા રાઈસ
- 1-2 ચમચી માખણ
- 1 કપ લાલ, પીળા, લીલા કેપ્સિકમ સુધારેલ
- ¼ કપ બેબીકોર્ન ના કટકા
- ¼ કપ બ્રોકલી0ના કટકા
- 3-4 ચમચી મકાઈ ના દાણા
- 1 ચમચી પીઝા સોસ
સોસ / ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- 1-2 ચમચી માખણ
- 1-2 ચમચી મેંદા નો લોટ
- 100 એમ. એલ. મિલ્ક
- ½ કપ લાલ, પીળા, લીલા કેપ્સિકમ
- ¼ કપ બેબીકોર્ન ના કટકા
- 4-5 ચમચી મકાઈ ના દાણા
- ¼ કપ બ્રોકલી ના કટકા
- 2-3 ચમચી પીઝા સોસ
- 1-2 ક્યૂબ પ્રોસેસ ચીઝ
Instructions
- ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવા સૌપ્રથમ રાઈસ તૈયાર કરીશું ત્યાર બાદ સોસ બનાવી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરીશું
રાઈસ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં બેબી કોર્ન કટકા અને બ્રોકલી ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ મકાઈ ના દાણા, લાલ, લીલા, અને પીળા કેપ્સીકમ સુધારેલ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં પીઝા સોસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલ રાઈસ નાખી મિક્સ કરી લ્યો અને રાઈસ તૈયાર કરી લ્યો.
સોસ / ગ્રેવી બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં લાલ, લીલા અને પીળા કેપ્સીકમ સુધારેલ, બ્રોકલી, બેબી કોર્ન અને મકાઈના દાણા નાખી બે ચાર મિનિટ ફૂલ તાપે શેકી લ્યો. અને શેકેલ શાક ને બીજા વાસણમાં કાઢી લ્યો.
- એક કડાઈ માં ફરી એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં મેંદા નો લોટ નાખી ધીમા તાપે મેંદા ના લોટ ને શેકી લ્યો. મેંદાનો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડું થોડું કરી દૂધ નાખી મિક્સ કરતા જાઓ આમ બધું દૂધ બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો.
- એમાં શેકી રાખેલ શાક નાખો સાથે પીઝા સોસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાંચ સાત ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
- તૈયાર રાઈસ ને એક મોટા વાટકા માં નાખી દબાવી ને પ્લેટ માં ઊંધો કરી ને મૂકો અને એની ફરતે તૈયાર કરેલ સોસ/ ગ્રેવી નાખી ને ગરમ ગરમ સર્વ કરો ઇટાલિયન રાઈસ વિથ સોસ.
Italian Rice with souce NOTES
- અહી તમે મેંદા ના લોટ ના સોસ ની જગ્યાએ ક્રીમ પણ વાપરી શકો છો.
- શાક માં તમારા પાસે હોય એ ઝીણા ઝીણા કટકા કરી ને વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ફુદીના રાઈસ બનાવવાની રીત | Fudina rice banavani rit
સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit
ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit