નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત. મિત્રો આપણે જ્યારે વ્રત કે ઉપવાસ રાખતા હોઈએ છીએ ત્યારે વધારે પડતા તારેલી વેફર્સ ,સાબુદાણાની ખીચડી ,ફરાળી બટાકા નું શાક, મૂરખ વગેરે જેવું તળેલું રહેલું ખાતા છે જે ખાઈ ખાઈને આપણે કંટાળી ગયેલા છે તો આજે આપણે નવી ને હેલ્થી વાનગી બનાવતા શીખીશું જે વ્રત કે ઉપવાસ ના સમયે અચાનક આવેલા મહેમાનો માટે પણ ખૂબ જડપથી બનાવી ને પીરસી શકીએ છીએ જે મહેમાનો ને પણ ખૂબ જ ભાવશે તો એક નવી જ રીતના ઇન્સ્ટન્ટ અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવતા શીખીશું તો ચાલો બનાવતા શીખીએ ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા, instant farali dosa recipe in Gujarati.
ફરાળી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સાવ/મોરૈયો
- ½ કપ સાબુદાણા
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ દહીં
- ઘી/ તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ૧ કપ સાવ તથા સાબુદાણા લઇ ઝીણા પીસી લો , હવે પીસેલા સાવ સાબુદાણાને એક વાસણમાં કાઢી
તેમાં સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરો , હવે આ મિશ્રણમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો
હવે તૈયાર કરેલ આ પેસ્ટને ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ અથવા અડધો કલાક એક બાજુ મૂકી દો , અડધા કલાક બાદ મિશ્રણ ને ફરીથી એકવાર બરોબર મિક્સ કરી લો
ગેસ પર હવે એક નોનસ્ટીક ઢોસા તવી ને ગરમ કરવા મૂકો , તવી ગરમ થાય એટલે તેના પર ઘી / તેલ વાળો પોતું અને પાણી છાંટો અને કોરા કપડા થી લુછી લ્યો
હવે કડછી અથવા વાટકી વડે મિશ્રણને તવી ઉપર મૂકી ગોળ ઢોસા નો આકારમાં ફેરવી ઢોસો તૈયાર કરી લો , ઢોસા ઉપર ઘી અથવા તેલ છાંટી નીચેથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી ઢોસા તૈયાર કરી લો
જો તમને કડછી કે વાટકી વડે ઢોસા ફેરવવાનું ફાવી નહીં તો મિશ્રણને થોડું વધારે પાતળું કરી તેને તવી પર રેડીને પણ ઢોસા બનાવી શકો છો
તૈયાર થયેલા ઢોસા ની ફરાળી બટાકા ના શાક અને ચટણી સાથે પીરસી શકો છો
instant farali dosa recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
instant farali dosa recipe in Gujarati
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | ફરાળી ઢોસા બનાવવાની રીત | instant farali dosa recipe in Gujarati
Ingredients
ફરાળી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સાવ/મોરૈયો
- ½ કપ સાબુદાણા
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ દહીં
- ઘી/ તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત – ફરાળી ઢોસા બનાવવાની રીત – instant farali dosa recipe in Gujarati
- ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવા સૌપ્રથમ એક મિક્સરજારમાં ૧ કપ સાવ તથા સાબુદાણા લઇ ઝીણા પીસી લો
- હવે પીસેલા સાવ સાબુદાણાને એક વાસણમાં કાઢીતેમાં સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરો
- હવે આ મિશ્રણમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણીનાખી મીડીયમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો
- હવે તૈયાર કરેલ આ પેસ્ટને ઢાંકણ ઢાંકી પંદરથીવીસ મિનિટ અથવા અડધો કલાક એક બાજુ મૂકી દો
- અડધા કલાક બાદ મિશ્રણ ને ફરીથી એકવાર બરોબરમિક્સ કરી લો
- ગેસ પર હવે એક નોનસ્ટીક ઢોસા તવી ને ગરમ કરવામૂકો
- તવી ગરમ થાય એટલે તેના પર ઘી / તેલ વાળો પોતું અને પાણી છાંટો અને કોરા કપડા થી લુછી લ્યો
- હવે કડછી અથવા વાટકી વડે મિશ્રણને તવી ઉપર મૂકીગોળ ઢોસા નો આકારમાં ફેરવી ઢોસો તૈયાર કરી લો
- ઢોસા ઉપર ઘી અથવા તેલ છાંટી નીચેથી ગોલ્ડન થાયત્યાં સુધી શેકી ઢોસા તૈયાર કરી લો
- જો તમને કડછી કે વાટકી વડે ઢોસા ફેરવવાનુંફાવી નહીં તો મિશ્રણને થોડું વધારે પાતળું કરી તેને તવી પર રેડીને પણ ઢોસા બનાવી શકોછો
- તૈયાર થયેલા ઢોસા ની ફરાળી બટાકા ના શાક અનેચટણી સાથે પીરસી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati