નમસ્તે મિત્રો આજે આપણે હાજમોલા ટી શીખીશું. આ એક બનારસ ની પ્રખ્યાત ટી છે. જે ખૂબ જ સરસ લાગે છે. આ ટી તમે ચોમાસા માં બનાવેલા ગરમ ગરમ ભજીયા, પકોડા કે ચાર્ટ સાથે સર્વ કરી શકો છો આ ટી બનાવવા ખૂબ ઓછી સામગ્રી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Hajmola Tea banavani rit શીખીએ.
હાજમોલા ટી બનાવવા જરૂરી સામગ્રી
- ચા ભૂકી 1-2 ચમચી
- હાજમોલા ગોલી 6-7
- આદુ ના કટકા 1-2
- મધ 2 ચમચી
- લીંબુ નો રસ 1-2 ચમચી
- પાણી 3 કપ
Hajmola Tea banavani rit
હાજમોલા ટી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા ભૂકી અને આદુના કટકા નાખો અને ચા ભૂકી સાથે ઉકાળો. ચા ઉકળે ત્યાં સુંધી માં હાજમોલા ની ગોળી ને ખંડણી માં નાખી ધસ્તા થી ફૂટી હાજમોલા પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
હવે સર્વિંગ ગ્લાસ માં એક ચમચી પીસેલા હાજમોલા પાઉડર નાખો ત્યાર બાદ એમાં મધ અને એક ચમચી લીંબુનો રસ ( અહી તમે ફુદીના ના પાંદ પણ નાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી ગ્લાસ તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
ચા ઉકળવા લાગે ત્યાર બાદ એક તપેલી માં ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલી ચા ને તૈયાર કરેલ ગ્લાસ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ભજીયા કે પકોડા સાથે ગરમ ગરમ મજા લ્યો હાજમોલા ટી.
Hajmola Tea NOTES
- અહી હાજમોલા પાઉડર તમારી પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
- લીંબુની ખટાસ અને મધ ની / ખાંડની મીઠાસ પણ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- અહી તમે ફ્રેશ ફુદીના ના પાંદ ને તોડી ને પણ નાખી શકો છો.
- જો તમને ચા ભૂકી ની કડવાહટ ના ગમતી હોય તો ચા ભૂકી અડધી થી એક ચમચી નાખવી.
હાજમોલા ટી બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર JOOS Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Hajmola Tea recipe
Hajmola Tea banavani rit
Equipment
- 1 તપેલી
- 1 ગરણી
Ingredients
હાજમોલા ટી બનાવવા જરૂરી સામગ્રી
- 1-2 ચમચી ચા ભૂકી
- 6-7 હાજમોલા ગોલી
- 1-2 આદુ ના કટકા
- 2 ચમચી મધ
- 1-2 ચમચી લીંબુ નો રસ
- 3 કપ પાણી
Instructions
Hajmola Tea banavani rit
- હાજમોલા ટી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા ભૂકી અને આદુના કટકા નાખો અને ચા ભૂકી સાથે ઉકાળો. ચા ઉકળે ત્યાં સુંધી માં હાજમોલા ની ગોળી ને ખંડણી માં નાખી ધસ્તા થી ફૂટી હાજમોલા પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે સર્વિંગ ગ્લાસ માં એક ચમચી પીસેલા હાજમોલા પાઉડર નાખો ત્યાર બાદ એમાં મધ અને એક ચમચી લીંબુનો રસ ( અહી તમે ફુદીના ના પાંદ પણ નાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી ગ્લાસ તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
- ચા ઉકળવા લાગે ત્યાર બાદ એક તપેલી માં ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલી ચા ને તૈયાર કરેલ ગ્લાસ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ભજીયા કે પકોડા સાથે ગરમ ગરમ મજા લ્યો હાજમોલા ટી.
Hajmola Tea NOTES
- અહી હાજમોલા પાઉડર તમારી પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
- લીંબુની ખટાસ અને મધ ની / ખાંડની મીઠાસ પણ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- અહી તમે ફ્રેશ ફુદીના ના પાંદ ને તોડી ને પણ નાખી શકો છો.
- જો તમને ચા ભૂકી ની કડવાહટ ના ગમતી હોય તો ચા ભૂકી અડધી થી એક ચમચી નાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોમાસા માટે ઈમ્મુનીટી બુસ્ટર બનાવવાની રીત | Chomasa mate immunity buster tea banavani rit
ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma
છાસ બનાવવાની રીત | chaas banavani rit
દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit
ટામેટા સૂપ બનાવવાની રીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit