નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nikita’s Kitchen Recipes YouTube channel on YouTube આજે આપણે ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત – guvar batata nu shaak banavani rit recipe શીખીશું. આ શાક તમે રોટલી – રોટલા સાથે ખાઈ શકાય છે અને જેને ગોવાર પસંદ નથી એ પણ બીજી વખત માંગી ને ખાએ એવું ચટપટું ને ટેસ્ટી શાક તૈયાર થાય છે તો ચાલો ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત – guvar batata nu shaak recipe in gujarati શીખીએ.
ગુવાર બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | guvar batata nu shaak gujarati recipe ingredients
- ગોવાર 250-300 ગ્રામ
- બટાકા 2-3
- તેલ 3 -4 ચમચી
- જીરું ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણું સમારેલું ટમેટું 1 નાનું
- આદુ નાનો ½ ઇંચ + લસણ 8-10 કણી અને 3-4 મરચાની પેસ્ટ 2 ચમચી
- દહીં ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- શેકેલ સીંગદાણા નો ભૂકો 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત
ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કાપી ને પાણી મા નાખી દયો અને ગોવર ને ધોઇ સાફ કરી આગળ પાછળ ની દાડી કાઢી બે ભાગ માં હાથ વડે તોડી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા કચી હળદર નાખી કાપેલ ગોવાર અને પાણી માંથી કાઢી બટકા ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
ગોવાર અને બટાકા થોડા શેકાઈ જાય એટલે તેલ માંથી બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ બીજું એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકાવા લાગે ત્યાં સુંધી શેકો
ત્યાર બાદ એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો અને એને એક મિનિટ શેકી લ્યો પછી એમાં ટમેટા અને મરચા પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો
હવે મસાલા માં દહી નાખી મિક્સ કરી ધીમા તાપે દહી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો લ્યો તેલ અલગ થાય ત્યારે શેકેલ સીંગદાણા નો ભૂકો નાંખી મિક્સ કરી એમાં શેકી રાખેલ બટાકા ગોવાર નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરો અને એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરો ને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડવા દયો
સાત મિનિટ પછી બટાકા બરોબર ચડી જાય એટલે શાક મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી રોટલી રોટલા સાથે સર્વ કરો ગોવાર બટાકા નું રસાવાળુ શાક
guvar batata nu shaak recipe in gujarati notes
- ગોવાર જો દેસી લેશો તો એમાં રેસા હસે એટલે બિટતિ (કાપતી) વખતે રેસા કાઢી નાખવા અને જો પરદેસી ગોવાર હસે તો એમ રેસા નહિ હોય
- બને ત્યાં સુધી ગોવાર હાથ થી કાપવો કેમ કે કહેવાય છે કે જો ગોવાર ચાકુથી કાપી ને બનાવો તો કડવો લાગશે
- ગોવાર બટાકા ને ચડવા માં થોડી વાર લાગે એટલે જો પાણી ઓછું લાગે તો તમે તમારી રીતે વધારાનું પાણી નાખી શકો છો
guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુવાર બટાકા નું રસાવાળું શાક | guvar batata nu shaak recipe in gujarati
ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati | guvar batata nu shaak banavani recipe | ગુવાર બટાકા નું રસાવાળું શાક
Equipment
- 1 કડાઈ
Ingredients
ગુવાર બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| guvar batata nu shaak gujarati recipe ingredients
- 250-300 ગ્રામ ગોવાર
- 2-3 બટાકા
- ચમચી તેલ 3 -4
- ¼ ચમચી જીરું
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણું સમારેલું ટમેટું નાનું
- આદુનાનો ½ ઇંચ+ લસણ 8-10 કણી અને 3-4 મરચાની પેસ્ટ 2 ચમચી
- ¼ કપ દહીંકપ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો ½
- 3-4 ચમચી શેકેલ સીંગદાણા નો ભૂકો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- ½ ચમચી હળદર ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ગુવાર બટેટાનું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak banavani recipe | ગુવાર બટાકા નું રસાવાળું શાક
- ગોવાર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ બટેકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કાપી ને પાણીમા નાખી દયો અને ગોવર ને ધોઇ સાફ કરી આગળ પાછળ ની દાડી કાઢી બે ભાગ માં હાથ વડે તોડીને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પા કચી હળદર નાખીકાપેલ ગોવાર અને પાણી માંથી કાઢી બટકા ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સકરો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
- ગોવારઅને બટાકા થોડા શેકાઈ જાય એટલે તેલ માંથી બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ બીજુંએક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકાવા લાગે ત્યાં સુંધી શેકો
- ત્યારબાદ એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો અને એને એક મિનિટ શેકી લ્યો પછી એમાં ટમેટાઅને મરચા પાઉડર, હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સકરી ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો
- હવે મસાલા માં દહી નાખી મિક્સ કરી ધીમા તાપે દહી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો લ્યોતેલ અલગ થાય ત્યારે શેકેલ સીંગદાણા નો ભૂકો નાંખી મિક્સ કરી એમાં શેકી રાખેલ બટાકાગોવાર નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
- છેલ્લેએમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરો અને એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સકરો ને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપેચડવા દયો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.