નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Dharmis Kitchen YouTube channel on YouTube આજે આપણે ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત શીખીશું. ગુંદા ઉનાળામાં જ મળે છે ને એ ઘણા સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે અને ઘણા તો પાકા ગુંદા એમજ પણ ખાતા હોય છે ને એનું અથાણું , શાક ને રાજસ્થાનમાં તો સુકમણી પણ કરવા માં આવે છે તો હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યા છે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત – gunda nu shaak banavani rit – gunda nu bharelu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak recipe in gujarati language શીખીએ.
ભરેલા ગુંદા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | gunda nu shaak banava jaruri samgri
- ગુંદા 300 ગ્રામ
ગુંદાને ભરવાનો મસાલો બનાવવાની સામગ્રી | gubnda bharvano masalo banav ajruri samgri
- બેસન ¾ કપ
- તેલ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- સિંગદાણાનો ભૂકો 2 ચમચી
- છીનેલ ગોળ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી | gunda na vaghar ni samgri
- તેલ 2-3 ચમચી
- રાઈ જીરું 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- નારિયેળનું છીણ 1 ચમચી (ઓપ્શનલ છે)
- સ્વાદ મુજબ મીઠું
- બચેલો બેસનનો ભરવા મસાલો
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | gunda nu shaak banavani rit | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત
હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યાછે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદાનુ શાક બનાવવાની રીત
ગુંદા ભરવાનો મસાલો બનાવવાની રીત | gunda no masalo banavani rit
ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં ચરેલો બેસન નાખી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવો શેકેલો મસાલો બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો
હવે ઠંડા થયેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સીંગદાણા નો ભૂકો, ગોળ , લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો
ગુંદા સાફ કરવાની અને ભરવાની રીત | gunda saf ane bharvani rit
સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં ધોઇ સાફ કરો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરા કરી લ્યો ને એની ટોપલી કાઢી લ્યો હવે મોટા પથ્થર કે ધસતા થી જે ભાગ માંથી ટોપલી કાઢી ત્યાં મારી અંદરથી બીજ નીકળે એટલું તોડો બધા ગુંડાના મોઢા તોડ્યા પછી હાથમાં મીઠું લગાવી લ્યો ને ચાકુ કે જાડી દાડી પર મીઠું લગાવી બીજને ગુંદા થી અલગ કરતા જાઓ આમ બધા ગુંદા માંથી બીજ કાઢી લ્યો
ગુંદા સાફ કર્યા બાદ તૈયાર કરેલ મસાલો થોડો થોડો ગુંદમાં ભરી લ્યો ને બધા ગુંદા ને બેસનના મસાલા થી ભરી તૈયાર કરી લ્યો
ભરેલા ગુંદા ને વઘારવાની રીત | gunda ne vagharvani rit
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં રાઈ જીરુ ને સફેદ તલ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને ભરેલા ગુંદા એમાં નાખી દયો ને હલકા હાથે મિક્સ કરો
હવે એમાં પા ચમચી હળદર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી ગુંદા બરોબર ચડી ગયા હસે તો એનો રંગ બદલી ગયો જસે
તો એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, નારિયળ છીણ, લીલા ધાણા સુધારેલા ને બચેલો બેસનનો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ગુંદાનું ભરેલું શાક
gunda nu shaak banavani rit notes
- ગુંદા માં ચિકાસ હોવાના કારણે સાફ કરતી વખતે મીઠું ઘણી માત્રામાં સાથે રાખવું ને થોડી થોડી વારે મીઠામાં હાથ કે ચાકુ નાખી ને જ ગુંદા ને સાફ કરવા
- જો તમને આમ ગુંદા ના બીજ કાઢી સાફ કરવા ના ફાવે તો ગુંદા ની ટોપલી કાઢી કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગુંદા નાખી ઢાંકી પાંચ થી દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ઠંડા કરી હાથ થી દબાવશો તો બીજ નીકળી જસે
- જો તમે સીધા શેકવા ના હોય તો ભરેલા ગુંદા ને ચારણી પર મૂકી ઢોકરિયાં માં દસ મિનિટ બાફી ને પણ વઘારી શકો છો
- આ બેસનના મસાલો તમે થોડી વધારે માત્રામાં બનાવી ને બીજા શાક ભરવામાં પણ વાપરી શકો છો ને પંદર વીસ દિવસ સુધી સાચવી શકો છો
ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dharmis Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gunda nu bharelu shaak banavani rit gujarati ma | gunda nu bharelu shaak recipe in gujarati language
ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત | gunda nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ભરેલા ગુંદા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | gunda nu shaak banava jaruri samgri
- 300 ગ્રામ ગુંદા
ગુંદાને ભરવાનો મસાલો બનાવવાની સામગ્રી
- ¾ કપ બેસન
- 2 ચમચી તેલ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 2 ચમચી સિંગદાણાનો ભૂકો
- 1 ચમચી છીનેલ ગોળ
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી |gunda na vaghar ni samgri
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ જીરું
- 1 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી નારિયેળનું છીણ (ઓપ્શનલ છે)
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- બચેલો બેસનનો ભરવા મસાલો
- સ્વાદ મુજબ મીઠું
Instructions
gunda nu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak recipe in gujarati language
- હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યાછે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદાનુ શાક બનાવવાની રીત
ગુંદા ભરવાનો મસાલો બનાવવાની રીત | gunda no masalo banavani rit
- ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં ચરેલો બેસન નાખી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવો શેકેલો મસાલો બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો
- હવે ઠંડા થયેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સીંગદાણા નો ભૂકો, ગોળ, લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલો તૈયાર કરીએક બાજુ મૂકો
ગુંદા સાફ કરવાની અને ભરવાની રીત | gunda saf ane bharvani rit
- સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં ધોઇ સાફ કરો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરા કરી લ્યો ને એની ટોપલી કાઢી લ્યો હવે મોટા પથ્થર કે ધસતા થી જે ભાગ માંથી ટોપલી કાઢી ત્યાં મારી અંદરથી બીજ નીકળે એટલું તોડો બધા ગુંડાના મોઢા તોડ્યા પછી હાથમાં મીઠું લગાવી લ્યો ને ચાકુ કે જાડી દાડી પર મીઠું લગાવી બીજને ગુંદા થી અલગ કરતા જાઓ આમ બધા ગુંદા માંથી બીજ કાઢી લ્યો
- ગુંદા સાફ કર્યા બાદ તૈયાર કરેલ મસાલો થોડો થોડો ગુંદમાં ભરી લ્યો ને બધા ગુંદા ને બેસનનામસાલા થી ભરી તૈયાર કરી લ્યો
ભરેલા ગુંદા ને વઘારવાની રીત | gunda ne vagharvani rit
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં રાઈ જીરુ ને સફેદ તલ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને ભરેલા ગુંદા એમાં નાખી દયો ને હલકા હાથે મિક્સ કરો
- હવે એમાં પા ચમચી હળદર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી ગુંદા બરોબર ચડી ગયા હસે તો એનો રંગ બદલી ગયો જસે
- તો એમાં ધાણા જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, નારિયળ છીણ, લીલા ધાણા સુધારેલા ને બચેલો બેસનનો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ગુંદાનું ભરેલું શાક
gunda nu shaak banavani rit notes
- ગુંદા માં ચિકાસ હોવાના કારણે સાફ કરતી વખતે મીઠું ઘણી માત્રામાં સાથે રાખવું ને થોડી થોડી વારે મીઠામાં હાથ કે ચાકુ નાખી ને જ ગુંદા ને સાફ કરવા
- જો તમને આમ ગુંદા ના બીજ કાઢી સાફ કરવા ના ફાવે તો ગુંદા ની ટોપલી કાઢી કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગુંદા નાખી ઢાંકી પાંચ થી દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ઠંડા કરી હાથ થી દબાવશો તો બીજ નીકળી જસે
- જો તમે સીધા શેકવા ના હોય તો ભરેલા ગુંદા ને ચારણી પર મૂકી ઢોકરિયાં માં દસ મિનિટ બાફી ને પણ વઘારી શકો છો
- આ બેસનના મસાલો તમે થોડી વધારે માત્રામાં બનાવી ને બીજા શાક ભરવામાં પણ વાપરી શકો છો ને પંદર-વીસ દિવસ સુધી સાચવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati
આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat banavani rit | aloo tikki chaat recipe in Gujarati