મિત્રો આજે આપણે ગુંદા ની કાચરી બનાવવાની રીત – gunda ni kachri banavani rit શીખીશું. દરેક ગુજરાતી ની એક આદત હોય કે જે સામગ્રી સીઝન માં મળતી હોય એની શુકમણી કે ફ્રોઝન કરી ને સાચવી લે અને બાર મહિના સુંધી એનો વપરાશ કરે , આમ એ સીઝન માં દેશી ગુવાર, ભીંડા, ટમેટા, આમપાપડ, ગાજર, વટાણા જેવા અલગ અલગ શુકમણી કે ફ્રોઝન કરી સાચવતા હોય છે આજ આપણે ઉનાળા મળતા સ્વાદિષ્ટ અને હેલ્થી એવા ગુંદા ની શુકમણી કરી સાચવી બાર મહિના ઉપયોગ કરી શકશો. તો ચાલો gunda ni kachri in gujarati શીખીએ.
ગુંદા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી
- હળદર 1 ચમચી
- ગુંદા 500 ગ્રામ
- મીઠું 2-3 ચમચી
- મોળી છાસ જરૂર મુજબ
- તેલ તરવા માટે
- લાલ મરચાનો પાઉડર
gunda ni kachri in gujarati | ગુંદા ની કાચરી બનાવવાની રીત
ગુંદા ની કાચરી બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ કોરા કરી લ્યો એને દાડી થી અલગ કરી ટોપી દૂર કરી લ્યો હવે એક મોટા વાસણમાં ત્રણ ચાર કપ મોળી છાસ લ્યો એમાં બે ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગુંદા ને બે ભાગમાં કાપી ને કટકા કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરેલ ગુંદા ને છાસ માં નાખતા જાઓ.
આમ બધા જ ગુંદા ને કાપી બીજ અલગ કરી છાસમાં નાખી દયો અને છાસ માં ગુંદા બરોબર ડૂબે એમ મૂકી ત્યાર બાદ વાસણ ને ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી ગુંદા ને છાસ માજ આંગળી વડે થોડા સાફ કરી લ્યો અને છાસ માંથી કાઢી ચારણી માં નાખતા જાઓ જેથી વધારાની છાસ નીકળી જાય.
આમ બધા ગુંદા સાફ કરી લીધા બાદ સાફ અને કોરા કપડા પર એક એક ગુંદા ને સીધા ફેલાવી દયો અને ત્રણ થી ચાર દિવસ સૂકવી દયો. ચાર દિવસ પછી સૂકવેલા ગુંદા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સાચવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલી કાચરી નાખો અને અડધી થી એક મિનિટ તરી ક્રીપી કરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઉપર મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગુંદા ની કાચરી.
gunda kachri Recipe notes
- ગુંદા ને ધાસ્તા થી તોડી ને પણ વાપરી શકો છો.
- કાચરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ એર ટાઈટ ડબ્બામાં ભરવી નહિતર કાચરી માં ફૂગ વળી જસે.
- સવારે તડકા માં સૂકવી અને રાત્રે પંખા નીચે સૂકવી જેથી બગડે નહિ.
gunda ni kachri banavani rit
ગુંદા ની કાચરી | gunda ni kachri | ગુંદા ની કાચરી બનાવવાની રીત
Equipment
- 1 બાઉલ
- 1 ગરણી
Ingredients
ગુંદા ની કાચરી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી હળદર
- 500 ગુંદા
- 2-3 ચમચી મીઠું
- મોળી છાસ જરૂર મુજબ
- તેલ તરવા માટે
- લાલ મરચાનો પાઉડર
Instructions
gunda ni kachri in gujarati
- ગુંદા ની કાચરી બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ કોરા કરી લ્યો એને દાડી થી અલગ કરી ટોપી દૂર કરી લ્યો હવે એક મોટા વાસણમાં ત્રણ ચાર કપ મોળી છાસ લ્યો એમાં બે ચમચી મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ગુંદાને બે ભાગમાં કાપી ને કટકા કરી લ્યો અને બીજ અલગ કરી કટકા કરેલ ગુંદા ને છાસ માં નાખતા જાઓ.
- આમ બધા જ ગુંદા ને કાપી બીજ અલગ કરી છાસમાં નાખી દયો અને છાસ માં ગુંદા બરોબર ડૂબે એમ મૂકીત્યાર બાદ વાસણ ને ઢાંકી ને છ સાત કલાક અથવા આખી રાત પલાળી મુકો. સાત કલાક પછી ગુંદા ને છાસમાજ આંગળી વડે થોડા સાફ કરી લ્યો અને છાસ માંથી કાઢી ચારણી માં નાખતા જાઓ જેથી વધારાની છાસ નીકળી જાય.
- આમ બધા ગુંદા સાફ કરી લીધા બાદ સાફ અને કોરા કપડા પર એક એક ગુંદા ને સીધા ફેલાવી દયો અને ત્રણ થી ચાર દિવસ સૂકવી દયો. ચાર દિવસ પછી સૂકવેલા ગુંદા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને સાચવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે સૂકવેલી કાચરી નાખો અને અડધીથી એક મિનિટ તરી ક્રીપી કરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઉપર મીઠું અને લાલ મરચાનો પાઉડર છાંટી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગુંદા ની કાચરી.
gunda kachri Recipe notes
- ગુંદાને ધાસ્તા થી તોડી ને પણ વાપરી શકો છો.
- કાચરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ એર ટાઈટ ડબ્બામાં ભરવી નહિતર કાચરી માં ફૂગ વળી જસે.
- સવારે તડકા માં સૂકવી અને રાત્રે પંખા નીચે સૂકવી જેથી બગડે નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આમટી બનાવવાની રીત | Amti banavani rit | Amti recipe in gujarati
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit
દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak
ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati
મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati